________________
૧૬૯
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૪૨
અને તે જ રીતે બાકીના અજીવાદિ પ્રત્યેકના ૧૨ ભેદ =૧૨ x ૭=૮૪ કુલ ભેદ.
ત્તિ” શબ્દ અક્રિયાવાદીના સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ :અક્રિયાવાદી -
અક્રિયાવાદી ક્ષણિકવાદી બૌદ્ધ છે. તેઓ માને છે કે દરેક પદાર્થો ક્ષણિક છે. તેથી તેના મતમાં નિત્યાનિત્યના બે વિકલ્પો નથી પરંતુ એક જ અનિત્યનો વિકલ્પ છે. વળી, ક્ષણિકવાદી બૌદ્ધમાં પણ કેટલાક બૌદ્ધ, જીવને સ્વતઃ છે. તેમ માને છે. તો કેટલાક કહે છે કે જીવ પરતઃ છે=આજીવની વ્યાવૃત્તિ રૂપ જ છે. તેનાથી અતિરિક્ત કોઈ જીવ નથી. તેથી જીવને આશ્રયીને સ્વતઃ પરતઃ બે વિકલ્પ પડે છે. વળી, અક્રિયાવાદીના મતાનુસાર જે વિકલ્પો પડે છે. તેમાં જીવાદિ સાત પદાર્થોને આશ્રયીને વિકલ્પો પડે છે. પુણ્ય-પાપને આશ્રયીને વિકલ્પો પડતા નથી.
કેમ પુણ્ય-પાપને આશ્રયીને વિકલ્પો નથી? તેનું તાત્પર્ય ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ નથી તેથી બહુશ્રુતો વિચારે.
વળી, તે સાત પદાર્થોને આશ્રયીને વિકલ્પ પાડ્યા પછી કાલથી જ સર્વ કાર્ય થાય છે. ઈશ્વરથી જ સર્વ કાર્ય થાય છે તેમ ૫ વિકલ્પથી અતિરિક્ત યદચ્છાથી સર્વ કાર્ય થાય છે તેમ માનનાર પણ એક મત છે. તેના મતાનુસાર સર્વ કાર્ય યદચ્છાથી જ થાય છે=જે પ્રકારે જેની ઇચ્છા હોય તે પ્રમાણે તે કાર્ય કરે છે. અર્થાત્ દરેક પદાર્થો કોઈ નિયત રીતે કાર્ય કરતા નથી. પરંતુ તે પ્રકારની પોતાની પરિણતિ અનુસાર પ્રવૃત્તિ કરે છે. અને કાલાદિ કને આશ્રયીને જીવાદિ ૭ પદાર્થો ગ્રહણ કરવામાં આવે અને તેમાં સ્વતઃ અને પરત ને આશ્રયીને વિકલ્પ કરવામાં આવે તો ૮૪ ભેદો પ્રાપ્ત થાય છે અને પદાર્થોને એકાંત ક્ષણિક સ્વીકારનાર આ મત હોવાથી નાસ્તિકવાદી છે અને તેના મતે મોક્ષ અર્થે કોઈ ક્રિયા નથી; કેમ કે દરેક પદાર્થો બીજી ક્ષણમાં નાશ પામે છે તેથી જે ક્ષણમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે તે પદાર્થની ઉત્પત્તિ જ ક્રિયા છે. તેના સિવાય અતિરિક્ત કોઈ ક્રિયા નથી અને તે ઉત્પત્તિરૂપ ક્રિયા જ ઉત્તરની વસ્તુને કરે છે તેથી તે કારક છે. આ પ્રમાણે અક્રિયાવાદીનો મત છે. ટીકા - _ 'अण्णाणिय सत्तहित्ति अज्ञानिकानां सप्तषष्टिर्भेदा इति तत्र कुत्सितं ज्ञानमज्ञानम्, तदेषामस्तीति अज्ञानिकाः, नन्वेवं लघुत्वात् प्रक्रमस्य प्राक् बहुव्रीहिणा भवितव्यम्, ततश्चाज्ञाना इति स्यात्, नैष दोषः, ज्ञानान्तरमेवाज्ञानं मिथ्यादर्शनसहचरित्वात् ततश्च जातिशब्दत्वात् गौरखरवदरण्यमित्यादिवदज्ञानिकत्वमिति अथवा अज्ञानेन चरन्ति तत्प्रयोजना वा अज्ञानिकाः असंवित्त्यकृतबन्धवैफल्यादिप्रतिपत्तिलक्षणा अमुनोपायेन सप्तषष्टिातव्याः-तत्र जीवादिनवपदार्थान्पूर्ववत् व्यवस्थाप्य