________________
૧૬૬
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૨
ક્રિયાવાદી -
૩૬૩ પાખંડીઓમાં ક્રિયાવાદીના ૧૮૦ ભેદો છે. કઈ રીતે તેના ભેદોની પ્રાપ્તિ છે ? તેનું સંક્ષિપ્ત સ્વરૂપ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
મોક્ષમાર્ગની વ્યવસ્થા અને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય તે વ્યવસ્થાને જાણવા માટે ઉપયોગી જીવાદિ નવતત્ત્વનું જ્ઞાન છે. જેઓને સર્વદૃષ્ટિથી નવતત્વના જ્ઞાનનો યથાર્થ બોધ થાય તેઓને સદ્ગતિના ઉપાયો, મોક્ષના ઉપાયો વિષયક યથાર્થ જ્ઞાન થાય છે. છતાં નવ પદાર્થને અવલંબીને એકાંતવાદીઓના મતો ઊભા થાય છે. તેઓ નવ પદાર્થમાંથી કોઈ પણ પદાર્થને આશ્રયીને એકાંતથી તેનો સ્વીકાર કરે છે. તેને આશ્રયીને ક્રિયાવાદીના ૧૮૦ ભેદોની પ્રાપ્તિ થાય છે. જેમ કેટલાક આત્માને સ્વીકારે છે અને આત્મા સ્યાદ્વાદની દૃષ્ટિથી સ્વરૂપથી છે અને પર રૂપથી નથી; કેમ કે દરેક પદાર્થો પોતપોતાના સ્વરૂપે ‘તિ' રૂપ છે તેમ પણ સ્વરૂપે “નાસ્તિ' રૂપ છે. વળી આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આ ચાર વસ્તુને એકાંતે ગ્રહણ કરીને કેટલાક આત્માને સ્વરૂપથી
સ્વીકારે છે. પરરૂપથી સ્વીકારતા નથી અને કહે છે કે આત્મા સ્વરૂપથી જ છે અને પરરૂપથી નથી તેમ કહી શકાય નહીં પરંતુ સ્વરૂપથી જ છે તેમ કહી શકાય. વળી, કેટલાક આત્માને એકાંત નિત્ય માને છે, કેટલાક આત્માને અનિત્ય માને છે. તેથી આત્માને આશ્રયીને ચાર ભેદોની પ્રાપ્તિ થાય છે. વળી કાર્ય પ્રત્યે કાલ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ એ પાંચ કારણો છે. તેમાંથી કોઈ કાલથી જ સર્વ કાર્ય થાય છે તેમ માને છે. કોઈક ઈશ્વરથી જ બધા કાર્ય થાય છે તેમ માને છે. કોઈક આત્મા જ સ્વયં સર્વ કાર્ય કરે છે તેમ માને છે. તો વળી કોઈક નિયતિથી નિયતકાળે સર્વ કાર્ય થાય છે તેમ માને છે. વળી કોઈક સ્વભાવથી જ સર્વ કાર્ય થાય છે. તેમ માને છે અને તે સર્વ વિકલ્પોમાંથી એક-એક વિકલ્પ સ્વીકારીને સર્વ વ્યવસ્થા સંગત કરનારા ક્રિયાવાદી હોય છે. તેથી જીવને આશ્રયીને પૂર્વમાં ચાર ભેદો કરાયા તેમાં કાલાદિને આશ્રયીને પાંચ વિભાગોને સ્વીકારવાથી જીવને આશ્રયીને વીસ (૨૦) ભેદોની પ્રાપ્તિ થાય છે. તેથી એ વિકલ્પ પ્રાપ્ત થાય કે જીવ સ્વતઃ છે. કાળથી નિત્ય છે અને તેમાં કાળ જ સર્વ કાર્યો પ્રત્યે કારણ છે. એ પ્રકારનો કાલવાદીનો મત છે. તે પ્રથમ વિકલ્પ પ્રાપ્ત થયો. વળી, બીજા કહે છે કે જગતનું સર્વ કાર્ય ઈશ્વર કરનારા છે તેથી તેના મતાનુસાર જીવ સ્વતઃ છે, નિત્ય છે અને આ જગતની બધી વ્યવસ્થા ઈશ્વરથી કરાય છે. તેથી ઈશ્વરના અનુગ્રહથી જ જીવોનું હિત થાય છે. અને ઈશ્વરના નિગ્રહથી જીવોનું અહિત થાય છે. વળી ત્રીજો વિકલ્પ આત્મવાદીનો છે. તે કહે છે કે પુરુષથી અતિરિક્ત જગત કંઈક જ નથી તેથી જગતમાં જે કંઈ દેખાય છે તે પુરુષરૂપ જ છે. તેથી યુક્તિથી પુરુષ અદ્વૈતનું સ્થાપન કરે છે. બ્રહ્મ અદ્વૈત અર્થાત્ બ્રહ્મ અદ્વૈતનું સ્થાપન કરે છે. અર્થાત્ બ્રહ્માથી અતિરિક્ત કંઈ નથી. વળી ચોથો વિકલ્પ નિયતવાદીનો કરે છે. તે કહે છે જે કાળે જે વસ્તુ જે રૂપે થવાની નિયત હોય તે કાળે તે વસ્તુ તે સ્વરૂપે જ થાય છે. તેથી સર્વ કાર્યો પ્રત્યે નિયતિ જ કારણ છે. અને પાંચમો વિકલ્પ સ્વભાવવાદીનો છે. તે કહે છે કે વસ્તુનો જે પ્રમાણે સ્વભાવ હોય તે પ્રમાણે તેમાંથી કાર્ય થાય છે. તેથી જગતની સર્વ વ્યવસ્થા વસ્તુના સ્વભાવને આધીન છે. આ રીતે જીવાદિ નવ તત્ત્વમાંથી એક-એક તત્ત્વને ગ્રહણ કરીને તેના ઉપર એકાંતવાદનું સ્થાપન કરનારા ક્રિયાવાદી છે અને ક્રિયાવાદી આત્મકલ્યાણ અર્થે ક્રિયા કરવી જોઈએ તેમ માનનારા છે. તેથી પરલોક અર્થે ઉચિત તપ