________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૪૨
૧૬૩ તીર્થકરો અને સુસાધુ પ્રત્યેની ભક્તિથી થયેલા પ્રશસ્તરાગને કારણે પુણ્યબંધની પ્રાપ્તિરૂપ ફળ સ્વાનુભવસિદ્ધ છે; કેમ કે જ્યારે જ્યારે ધર્મ સેવાય છે ત્યારે ત્યારે જેટલા અંશમાં પ્રશસ્તરાગ છે તેટલા અંશમાં પુણ્યબંધ થાય છે અને જેટલા અંશમાં રાગાદિની અલ્પતા થાય છે તેટલા અંશમાં નિર્જરાની અવશ્ય પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે સૂક્ષ્મ આલોચન કરવાથી ફલના સંદેહરૂપ વિચિકિત્સા દૂર થાય છે.
વળી, કેટલાક જીવોને સદાચારવાળા મુનિઓનાં મલિન ગાત્રોને જોઈને જુગુપ્સા થાય છે તેથી વિચાર આવે છે કે જો સાધુઓ પ્રાસુક પાણીથી અંગક્ષાલન કરે તો શું દોષ છે ? આ પ્રકારની વિચિકિત્સા મોહના ઉદયથી થાય છે. તેના નિવારણ માટે શ્રાવકે વિચારવું જોઈએ કે સાધુ દેહ પ્રત્યેના સમત્વના ત્યાગ અર્થે મહા ઉદ્યમ કરનારા છે. તેથી દેહના પ્રત્યે સર્વ મમત્વનો ત્યાગ કરીને આત્માના ગુણોને વિકસાવવા માટે અપ્રમાદથી ઉદ્યમ કરનારા છે. આથી જ પોતાના દેહ પ્રત્યે પણ ઉપેક્ષા કરીને સંયમમાં દઢ ઉદ્યમ કરે છે. તેઓની અંતરંગ ઉત્તમ પરિણતિની સદા અનુમોદના કરવી જોઈએ. પોતાને મલ પ્રત્યે જુગુપ્સા હોય તેટલા માત્રથી તેના પ્રત્યે દ્વેષ કરીને નિર્મમ થવાના ઉત્તમ આચારો પ્રત્યે ક્યારેય પણ અન્યથા વિચાર કરવો જોઈએ નહીં. આ પ્રકારે ભાવન કરવાથી સાધુના મલિન ગાત્ર પ્રત્યે થયેલ જુગુપ્સા નિવર્તન પામે છે. ૪. કુદષ્ટિની પ્રશંસા :
ભગવાનના દર્શનથી વિપરીત દર્શનવાળા સંન્યાસીઓની સ્કૂલથી બાહ્ય ઉચિત આચરણા જોઈને કોઈ શ્રાવક તેઓની પ્રશંસા કરે અને વિચારે કે આ લોકોનો ધર્મ સફળ છે. વળી તાપસી આદિ દયાળુ સ્વભાવવાળા દેખાય તેથી વિચારે કે આ લોકોનો જન્મ સફળ છે. વસ્તુતઃ ભગવાનના શાસનના સૂક્ષ્મતત્ત્વને પામેલા નહિ હોવાથી તેઓની તે પ્રકારની પ્રશંસા કરવી ઉચિત નથી. છતાં અવિચારકતાને કારણે કોઈ શ્રાવક તેવી પ્રશંસા કરે તો સમ્યત્વમાં દૂષણ છે.
વસ્તુતઃ સમ્યગ્દષ્ટિ જીવે સ્વશક્તિ અનુસાર શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મના પારમાર્થિક સ્વરૂપને સૂક્ષ્મસૂક્ષ્મતર જાણવા યત્ન કરવો જોઈએ અને તેમાં જ અતિશય-અતિશયતર રુચિ થાય તેવો યત્ન કરવો જોઈએ જેથી કંઈક વિવેકવાળા પણ ઘણા અવિવેકથી યુક્ત અન્ય દર્શનના સ્થૂલ આચારોમાં ઉત્તમતાનો ભ્રમ ન થાય. ૫. કુદષ્ટિ સંસ્તવ=કુદષ્ટિઓનો પરિચય :
વળી કેટલાક શ્રાવકો સમ્યત્ત્વ સ્વીકાર્યા પછી અન્યદર્શનવાળા સાથે પરિચયમાં રહે છે. અને પારદર્શનવાળા કુદૃષ્ટિના પરિચયને કારણે તેઓના ધર્મની પ્રક્રિયા સાંભળવાથી અને તેઓની ક્રિયાઓની આચરણા જોવાથી દષ્ટિભેદ થવાની સંભાવના રહે છે; કેમ કે તે-તે દર્શનની પણ કેટલીક ક્રિયા પૂલદષ્ટિથી સુંદર હોય છે તોપણ ભગવાનના દર્શનની જેમ સૂક્ષ્મ વિવેકવાળી નથી. અને જે શ્રાવકની ભગવાનના દર્શનના પદાર્થો વિષયક સૂક્ષ્મપ્રજ્ઞા સ્થિર થયેલી નથી તેવા શ્રાવકોને નિમિત્તને પામીને અન્યદર્શનના તે-તે આચારો પણ સુંદર જણાય છે તેથી સમ્યક્તના મલિનતાના પરિવાર અર્થે શ્રાવકે અન્યદર્શનવાળા સાથે પરિચયનો પરિહાર કરવો જોઈએ.