________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-જર
૧૬૧ વિષયક જીવત્વની શંકા થાય છે. વળી કોઈક વિચારકને જે પ્રકારને નિગોદનું વર્ણન શાસ્ત્રમાં કર્યું છે તેને વિષયમાં શંકા થાય છે. આ પ્રકારની શંકા ભગવાનના વચનના અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્તના દૂષણરૂપ છે. તેથી વિચારકે વારંવાર અરિહંતનું, સુગુરુનું અને સર્વજ્ઞકથિત ધર્મનું સ્વરૂપ જાણવા યત્ન કરવો જોઈએ. જેથી મૂઢતાનો પરિહાર થાય અને વિચારવું જોઈએ કે મતિની દુર્બળતાને કારણે શાસ્ત્રવચનના કોઈક સ્થાને પોતે નિર્ણય ન કરી શકે તોપણ ભગવાને કહેલ ધર્મ સર્વજ્ઞકથિત છે માટે લેશ પણ શંકાનું સ્થાન નથી. આ પ્રકારે ભાવન કરીને ભગવાનના વચન પ્રત્યેની રુચિને અત્યંત સ્થિર કરવા પ્રયત્ન કરવો જોઈએ અને ભગવાનના વચનાનુસાર દઢ રુચિ કરીને તે જ રીતે ધર્માનુષ્ઠાન સેવવાં જોઈએ કે જેથી રાગાદિના ક્લેશનો નાશ થાય; કેમ કે અરિહંતાદિ ત્રણના સ્વીકારરૂપ સમ્યક્ત રાગાદિના નાશના ઉપાયરૂપે જ ઇષ્ટ છે. માટે અરિહંતાદિનો શબ્દ માત્રથી સ્વીકાર સમ્યક્તનું કારણ બનતું નથી અને અરિહંતાદિ ત્રણેમાં રુચિ કર્યા પછી પણ જેઓને શાસ્ત્રવચનોના તે-તે સ્થાનોમાં સંદેહ ઉત્પન્ન થાય છે તે સંદેહથી તેઓની જિનવચનાનુસાર કરાતી પ્રવૃત્તિમાં ઉદ્યમ શિથિલ થાય છે. માટે કોઈક નિમિત્તને પામીને કોઈક સ્થાનમાં નિર્ણય ન થાય તો પણ વિચારવું જોઈએ કે મારી મતિની દુર્બળતાને કારણે મને આ વસ્તુનો યથાર્થ નિર્ણય થતો નથી છતાં જિનવચન એકાંતે સુંદર છે; કેમ કે વીતરાગનું વચન રાગાદિનો ઉચ્છેદ કરીને વીતરાગતાનું કારણ છે માટે તે રીતે સેવવા માટે ઉદ્યમ કરવો જોઈએ. જેથી સમ્યક્ત નાશ પામે નહિ. ૨. કાંક્ષા :
વળી, સમ્યક્તનો બીજો અતિચાર અન્ય-અન્ય દર્શનની આકાંક્ષા છે અને તે પણ દેશવિષયક અને સર્વવિષયક છે. દેશવિષયક આંકાક્ષા કઈ રીતે થાય છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે –
બૌદ્ધદર્શનવાદી કહે છે કે ધ્યાનથી મોક્ષ છે અને ધ્યાનમાં દઢ યત્ન કરવા અર્થે શરીરને કષ્ટ આપવાથી કોઈ ફળ મળે નહીં પરંતુ શરીરને અપાતાં કષ્ટો ધ્યાનમાં અંતરાયરૂપ છે તેથી સ્નાન, અન્ન-પાન વગેરેથી શરીરને સાચવીને ધ્યાનમાં પ્રવૃત્તિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
તેથી વિચારકને થાય છે કે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાથી પણ કલ્યાણ થઈ શકે છે. માટે સર્વજ્ઞના દર્શન કરતાં તે બૌદ્ધદર્શન સુંદર જણાય છે. આથી જ સિદ્ધર્ષિગણિને પણ બૌદ્ધદર્શનનો મત સંગત જણાવાથી ત્યાં જવાનો પરિણામ થયેલો. આ પ્રકારની કક્ષાના નિવારણ અર્થે વારંવાર વિચારવું જોઈએ કે સ્વભાવથી જ જીવ અનુકૂળતાનો અર્થ છે અને દેહને સાચવવામાં વ્યગ્ર થયેલું ચિત્ત ક્યારેય શુભધ્યાન કરી શકે નહીં. માટે શુભધ્યાનના અર્થીએ દેહાદિના મમત્વનો ત્યાગ કરવો આવશ્યક છે અને દેહાદિના મમત્વને છોડવા અર્થે જ ભગવાને સાધુને સ્નાનાદિનો નિષેધ કરીને અપ્રમાદથી ધ્યાનની વૃદ્ધિ થાય તેવી ઉચિત ક્રિયાઓમાં દઢ યત્ન કરવાનું કહ્યું છે અને આથી જ જેઓ દેહાદિના તે પ્રકારના સ્નાનાદિ દ્વારા દેહના પાલન વગર ધર્માનુષ્ઠાન કરવા માટે અસમર્થ છે, તેવા શ્રાવકોને આશ્રયીને ભગવાને ગૃહસ્થધર્મ કહેલ છે, સાધુ ધર્મ