________________
૧૬૦
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૪૨ કુદષ્ટિપરિચય - અને તે કુદષ્ટિઓની સાથે એક સાથે સંવાસને કારણે પરસ્પર આલાપાદિ જનિત પરિચય સંસ્તવ છે. એકત્રવાસમાં તત્ પ્રક્રિયાના શ્રવણથી તે દર્શનના ધર્મની પ્રક્રિયાના શ્રવણથી, અને તે ક્રિયાના દર્શનથીeતે-તે દર્શનના આચારોના દર્શનથી, દઢ સમજ્વાળા જીવનો પણ દૃષ્ટિભેદ સંભાવના કરાય છે. તો વળી મંદબુદ્ધિવાળા અને નવા ધર્મવાળાને શું કહેવું? એથી તેનો સંસ્તવ પણ કુદૃષ્ટિવાળા જીવોનો પરિચય પણ, દૂષણ છે=સમ્યક્તનું દૂષણ છે. ભાવાર્થ :
શ્રાવક સમ્યક્ત સ્વીકારે ત્યારપછી ઉચિત વિવેક ન હોય તો સમ્પર્વમાં પાંચ અતિચારોમાંથી કોઈક અતિચાર થવાની સંભાવના રહે છે અને તે પાંચ અતિચારો સમ્યત્ત્વ સ્વીકાર્યા પછી શ્રાવક માટે હેય છે. કઈ રીતે પાંચ અતિચારો થાય છે ? તે બતાવે છે –
શ્રાવક સમ્યક્ત સ્વીકાર્યા પછી “અરિહંત જ મારા દેવ છે. સુસાધુ જ મારા ગુરુ છે અને સર્વજ્ઞપ્રણીત ધર્મ જ મારો ધર્મ છે. અને આ જ સુદેવ-સુગુરુ-સુધર્મ સર્વ કલ્યાણનું કારણ છે એમ પ્રતિદિવસ ભાવન કરીને સ્થિર કરે તો ગ્રહણ કરાયેલ સમ્યક્ત-ભગવાનના વચનમાં વધતી જતી રુચિને કારણે સ્થિર થાય છે. આમ છતાં, કોઈક નિમિત્તને પામીને ભગવાનના વચનને જાણવા માટે શ્રાવક યત્ન કરે છે ત્યારે બુદ્ધિની અલ્પતાને કારણે ભગવાને કહેલા પદાર્થમાં દેશથી કે સર્વથી શંકા થાય છે. ૧. શંકા -
જેમ કોઈને શંકા થાય કે ધર્મ વાસ્તવિક છે કે કાલ્પનિક જ છે. અથવા ભગવાનનો જ ધર્મ સત્ય છે કે અસત્ય છે ? આ પ્રકારની શંકા કાર્ય-કારણભાવનો નિર્ણય નહીં થવાથી મંદબુદ્ધિવાળા જીવોને થાય છે. અર્થાત્ ભગવાનના ધર્મનું સેવન તત્કાલ મોહનો નાશ કરીને ગુણનિષ્પત્તિ કરે છે અને તે ગુણનિષ્પત્તિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે. તે પ્રકારનું ભગવાનના ધર્મના સેવનનું કાર્ય છે તેવો સ્પષ્ટ બોધ નહીં હોવાને કારણે મંદબુદ્ધિવાળા જીવોને શંકા થાય છે, કેમ કે સંસારમાં તે-તે કૃત્યોનાં ફળો પ્રત્યક્ષથી દેખાય છે. તેમ પોતે જે ધર્માનુષ્ઠાન કરે છે તેનું ફળ પ્રત્યક્ષથી દેખાતું નથી. તેથી પોતે સ્વીકારેલો ધર્મ ખરેખર ધર્મરૂપ છે કે કલ્પનારૂપ છે ? તેમ પણ વિચારકને શંકા થઈ શકે છે. ક્યારેક વિચારકને એ પણ શંકા થાય કે ભગવાનનો કહેલો જૈનધર્મ સત્ય છે કે અસત્ય છે ? તે કેવી રીતે નક્કી થાય. આ પ્રકારની શંકા થાય તો ઓઘથી પણ ભગવાનના વચનમાં જે રુચિ હતી તે જ્ઞાન થાય છે.
વળી, કેટલાક જીવોને ધર્મ વિષયક શંકા થતી નથી અથવા ભગવાનનો ધર્મ સત્ય છે કે નહીં ? તેમ પણ શંકા થતી નથી પરંતુ ભગવાનના શાસનમાં જે પ્રકારે જીવ કહ્યો છે તેના એક દેશમાં શંકા થાય છે. તે આ રીતે - જીવ છે પરંતુ સર્વવ્યાપી છે કે અસર્વવ્યાપી છે? જીવ પ્રદેશવાળો છે કે જીવ અપ્રદેશવાળો છે ? આ પ્રકારે શંકા થવાનું કારણ શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં અન્ય દર્શનનાં તેવા તેવા પ્રકારનાં વિપરીત વચનો પણ સાંભળવા મળે છે અને યુક્તિથી તે તે વચનોમાંથી કયું વચન યથાર્થ છે તેનો પોતે નિર્ણય ન કરી શકે ત્યારે મંદબુદ્ધિવાળા જીવોને શંકા થાય છે. વળી કોઈ વિચારકને પૃથ્વી આદિ જીવોમાંથી કોઈક જીવ