________________
૧૬૨
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨ નહિ. માટે માત્ર દેહાદિના કષ્ટરૂપ ધર્મ ભગવાને કહેલ નથી. પરંતુ દેહાદિના લાલન-પાલનની પ્રવૃત્તિપૂર્વક ધ્યાનમાં યત્ન કરવાથી ધ્યાન સમ્યક્ પરિણમન પામતું નથી. તેથી દેહાદિના મમત્વના ત્યાગ અર્થે ઉચિત વિવેકપૂર્વક ધ્યાનમાં યતના કરવાની ભગવાનના શાસનની મર્યાદા છે. માટે માત્ર બાહ્ય સુખાકારી સુગત સાધુના આચારને જોઈને તે ધર્મની આકાંક્ષા કરવી વિવેકીને ઉચિત નથી.
વળી, કેટલાક મંદબુદ્ધિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વિચારે છે કે ધર્મના અર્થીપણાથી જીવો સર્વદર્શનમાં આરાધના કરતા દેખાય છે. તેથી ભૂમિમાં બીજનું વપન કરીને ખેડૂત જેમ અન્ન પ્રાપ્ત કરે છે તેમ બધા દર્શનના જીવો પોતપોતાના ધર્મની આરાધના કરીને ધર્મનું ફળ મેળવે છે, માટે અન્યદર્શનનો ધર્મ પણ સુંદર જણાય છે. આ પ્રકારની આકાંક્ષા કરવાથી ભગવાનના ધર્મમાં અનાશ્વાસ=અવિશ્વાસ, થાય છે. તેથી સમ્યક્તમાં અતિચાર લાગે છે. માટે સમ્યક્તને સ્વીકાર્યા પછી તે પ્રકારના વિકલ્પો કર્યા વગર હંમેશાં શ્રાવકે દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપનું સૂક્ષ્મ આલોચન કરવું જોઈએ અને વિચારવું જોઈએ કે જે પ્રકારનું દેવનું સ્વરૂપ, ગુરુનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ ભગવાનના દર્શનમાં સૂક્ષ્મ બતાવ્યું છે, મોહનાશને અનુકૂળ તેવું સૂક્ષ્મ સ્વરૂપ અન્ય દર્શનમાં ક્યાંય ઉપલબ્ધ નથી. આથી જ અન્યદર્શનના સંન્યાસીના પૂલ આચારો અને ભગવાનના બતાવેલા સાધ્વાચારના સૂક્ષ્મ આચારો વચ્ચેનો જે ભેદ છે તે જ બતાવે છે કે સર્વજ્ઞપ્રણીત ધર્મ જેવો સુંદર ધર્મ અન્યત્ર નથી. ૩. વિચિકિત્સા :
વલી કેટલાક જીવો ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા કરીને સ્વભૂમિકાનુસાર ધર્મ સેવે છે તેઓ ધર્મના સેવનથી સમ્યક્તને પામ્યા હોય તો સમ્યક્તની નિર્મલતાને પ્રાપ્ત કરે છે. આમ છતાં કોઈક નિમિત્તને પામીને ધર્મના ફળના સંદેહરૂપ વિચિકિત્સા થાય ત્યારે તેઓનું સમ્યક્ત દૂષિત બને છે અને વિચિકિત્સા થવાનું કારણ તેઓની મતિની દુર્બળતા છે. તેથી તેઓને વિચાર આવે છે કે ધર્મની પ્રવૃત્તિ અતિ ક્લેશરૂપ છે; કેમ કે ઇંદ્રિયોનો વિરોધ કરીને તપત્યાગની પ્રવૃત્તિરૂપ છે. પરંતુ તે ધર્મથી પોતાને ફળ મળશે કે નહીં તે પ્રકારે ક્યારેક શંકા થાય છે અને સ્કૂલબુદ્ધિથી વિચાર આવે છે કે આ પ્રકારના તપ-ત્યાગની આચરણા
ક્લેશ માત્ર છે કે નિર્જરા ફળની પ્રાપ્તિ કરાવનાર છે? તેથી ધર્મના ફળનો નિર્ણય થતો નથી; કેમ કે જેમ રેતીના કણના કવલમાં કોઈ સ્વાદ દેખાતો નથી તેમ ધર્મની પ્રવૃત્તિમાં સાક્ષાત્ કોઈ સ્વાદ આવતો નથી અને આ કષ્ટકારી જીવનનું ભવિષ્યમાં પણ કોઈ ફળ ન હોય તો મારો ધર્મ વિષયક સર્વ શ્રમ નિષ્ફળ જશે. આ પ્રકારની શંકા થવાને કારણે ધર્મમાં કરાતો પ્રયત્ન શિથિલ થાય છે. તેથી વિચારકે તે પ્રકારની વિચિકિત્સાને દૂર કરવાને અર્થે ભાવન કરવું જોઈએ કે જેમ સંસારમાં ધનાદિ અર્થે કરાતી પ્રવૃત્તિનું ધન પ્રાપ્તિરૂપ પ્રત્યક્ષ ફળ છે તેમ વિવેકપૂર્વક કરાયેલા ધર્મનું સ્વાનુભવસિદ્ધ ફલ છે. તે આ રીતે – જે શ્રાવકો પોતાની શક્તિનું સમ્યકુ આલોચન કરીને અરિહંતદેવની ઉપાસના કરે છે, સુસાધુની ઉપાસના કરે છે તે સર્વ પ્રવૃત્તિથી ચિત્તમાં વીતરાગતા કે સંયમ પ્રત્યે રાગ થાય છે. જે રાગ આત્માની અનાકુળ અવસ્થા પ્રત્યેનો રાગ છે. જેનાથી મોહના પરિણામો મંદ-મંદતર થાય છે. તેથી આત્મામાં મોહનાશને અનુકૂળ નિર્જરાની પ્રાપ્તિ અને