________________
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૪૧
૧૫૫ પરંતુ કોઈક નિમિત્તને પામીને સમ્યગ્દષ્ટિ જીવ પણ વિષયમાં મૂઢ બને તો અતિચારોની પ્રાપ્તિ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે કષાયોના ઉદયથી ગુણનો લાભ અને અતિચાર બે વસ્તુની પ્રાપ્તિ કેમ થઈ શકે ? તેથી કહે છે –
કષાયોનો ઉદય વિચિત્ર પ્રકારનો છે. તેથી જ્યારે જીવમાં તે-તે કષાયનો ઉદય જિનવચનથી નિયંત્રિત પ્રવર્તતો હોય ત્યારે ગુણના લાભનો અપ્રતિબંધક બને છે. અને જ્યારે તે કષાયનો ઉદય બાહ્યપદાર્થને આશ્રયીને પ્રવર્તે છે ત્યારે અતિચારનો આપાદક થાય છે. જેમ સંજ્વલન કષાયના ઉદયવાળા મુનિ જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરીને જિનવચનના રાગથી નિરતિચાર ચારિત્ર પાળે છે અને સંજ્વલન કષાયનો ઉદય પ્રમાદનું કારણ બને છે ત્યારે મુનિને અતિચારની પ્રાપ્તિનું કારણ બને છે. તેમ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય દેશવિરતિના લાભનો અપ્રતિબંધક બને છે તેથી દેશવિરતિનો લાભ થાય છે અને જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય જિનવચનથી અનિયંત્રિત બને છે ત્યારે દેશવિરતિમાં અતિચાર પ્રાપ્ત થાય છે. આથી જ દેશવિરતિવાળા શ્રાવકો ભોગાદિ કરે છે ત્યારે પણ “સલ્ય કામા વિર્ષ કામા' આદિ દ્વારા જિનવચનનું સ્મરણ કરીને પોતાને ઉદયમાં આવતા પ્રત્યાખ્યાન કષાયના ઉદયને જિનવચનથી નિયંત્રિત કરીને ત્રણલેપની જેમ ભોગ કરે છે અને પોતાનાં લીધેલાં વ્રતોમાં ક્યાંય ગ્લાનિ ન થાય તેની ચિંતા કરે છે. વળી તે રીતે અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય સમ્યક્ત ગુણની પ્રાપ્તિમાં અપ્રતિબંધક બને છે અને તે જ અપ્રત્યાખ્યાનકષાયનો ઉદય જિનવચનથી અનિયંત્રિત થાય છે ત્યારે સમ્યક્તમાં અતિચારનું નિમિત્ત બને છે. આથી જ, સમ્યગ્દષ્ટિ જીવને જે અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય છે તે પણ જિનવચનથી નિયંત્રિત થઈને વિરતિને અનુકૂળ શક્તિસંચયમાં ઉદ્યમ કરાવે છે. આથી જ સમ્યગ્દષ્ટિ જીવો અપ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા હોવા છતાં દ્રવ્યસ્તવ કરીને ભાવસ્તવની શક્તિનો સંચય કરે છે જે વિરતિને અનુકૂળ શક્તિસંચય સ્વરૂપે છે અને જ્યારે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પ્રમાદને વશ હોય છે ત્યારે તેઓનો અપ્રત્યાખ્યાનકષાયનો ઉદય જ કંઈક મૂઢતા કરીને તેમના સમ્યક્તને મલિન કરે છે.
વળી, સમ્યત્ત્વના અને દેશવિરતિના અતિચારો વિષયક અન્ય મત ગ્રંથકારશ્રી બતાવે છે અને તેઓ કહે છે કે સમ્યક્તમાં અતિચાર અનંતાનુબંધી કષાયના ઉદયથી થાય છે અને દેશવિરતિના અતિચાર અપ્રત્યાખ્યાનકષાયના ઉદયથી થાય છે.
અહીં પ્રશ્ન થાય કે અનંતાનુબંધી કષાય તો મિથ્યાત્વ સાથે સહચારી છે. તેથી અનંતાનુબંધીકષાયનો ઉદય સમ્યક્તમાં અતિચાર પેદા કરાવે છે તે કેમ કહી શકાય ? તેથી કહે છે –
અનંતાનુબંધી કષાયનો ઉદય બે પ્રકારનો છે. દેશથી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યારે તે અનંતાનુબંધી કષાય સમ્યક્તમાં અતિચાર ઉત્પન્ન કરે છે અને અનંતાનુબંધી કષાયનો ઉદય સર્વથી હોય ત્યારે સમ્યક્તના નાશનું કારણ બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દષ્ટિ જીવોને અપ્રત્યાખ્યાનકષાયનો ઉદય છે તેથી અવિરતિ છે. અને અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ છે તેથી સમ્યક્તની પ્રાપ્તિ થઈ છે. છતાં તે અનંતાનુબંધી કષાય કંઈક સમ્યક્તને મલિન કરે તેવો હોય ત્યારે અતિચારો પ્રાપ્ત થાય છે અને જ્યારે અનંતાનુબંધી કષાયનો વિશેષ ઉદય હોય ત્યારે તેની સાથે મિથ્યાત્વનો ઉદય થાય છે અને સમ્યક્તથી