________________
૧પ૧
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૪૧
હાથીના શરીરમાં ઘણ-પટ્ટ-બંધાદિની જેમ મહાવ્રતોમાં અતિચારોનો સંભવ છે. “તિ' શબ્દ નનુથી કરાયેલી શંકાની સમાપ્તિમાં છે. તેનો ઉત્તર આપતાં “ધ્યતે'થી કહે છે –
સખ્યત્વમાં અને દેશવિરતિમાં અતિચાર સંભવતા નથી. એ કથક અસંગત છે; કેમ કે ઉપાસકદશા' આદિમાં પ્રતિવ્રતને આશ્રયીને=દેશવિરતિના દરેક વ્રતને આશ્રયીને, અતિચારપંચકનું અભિધાન છેઃપાંચ-પાંચ અતિચારોનું અભિધાન છે.
પૂર્વપક્ષીએ “આવશ્યક નિર્યુક્તિ' ગ્રંથની સાક્ષી આપીને કહેલ કે સર્વ પણ અતિચારો સંજવલન કષાયતા ઉદયથી થાય છે. માટે દેશવિરતિ કે સમજ્યમાં અતિચારો સંભવે નહીં તે કથનનું નિરાકરણ કરીને ‘આવશ્યક નિર્યુક્તિ'ના પાઠનું તાત્પર્ય સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
અને સર્વ પણ અતિચારો એ પ્રમાણે=આવશ્યક નિર્યુક્તિમાં જે કહ્યું છે એ પ્રમાણે, સર્વવિરતિને આશ્રયીને છે પરંતુ સખ્યત્વને અને દેશવિરતિને આશ્રયીને નથી. જે કારણથી ‘સર્વ પણ અતિચારો' ઈત્યાદિ ગાથાની આ પ્રમાણે વ્યાખ્યા છે. તે આ પ્રમાણે – “સંજવલન કષાયનો ઉદય થયે છતે સર્વવિરતિમાં અતિચારો થાય છે. વળી શેષ કષાયોના ઉદયમાં તેમાં=સર્વવિરતિમાં, મૂળ છેદ જ છે=સર્વવિરતિનો નાશ છે અને આ રીતે આવશ્યક નિર્યુક્તિ ગાથાનો અર્થ ગ્રંથકારશ્રીએ કર્યો એ રીતે, દેશવિરતિમાં અતિચારનો અભાવ નથી.
જે વળી અધિકૃત ગાથાનું પચ્ચાઈ=સર્વ પણ અતિચારો સંજવલનના ઉદયથી થાય છે એ ગાથાનો પશ્ચાઈ, પ્રકારાન્તરથી વ્યાખ્યાન કરાય છે. જે પ્રમાણે તૃતીય કષાયતા ઉદયમાં=પ્રત્યાખ્યાતાવરણ કષાયતા ઉદયમાં, સર્વવિરતિનો મૂલ છેદ છે. દ્વિતીય કષાયતા ઉદયમાં=અપ્રત્યાખ્યાનકષાયના ઉદયમાં, દેશવિરતિનો મૂલ છેદ છે. પ્રથમ કષાયતા ઉદયમાં અનંતાનુબંધી કષાયના ઉદયમાં, સખ્યત્વનો મૂલછેદ છે. એથી તેના કારણે પણ દેશવિરતિમાં અતિચારનો અભાવ નથી. તે આ પ્રમાણે – જે રીતે સંજવલનના ઉદયમાં સર્વવિરતિ પ્રાપ્ત થાય છે અને ત્યાં=સર્વવિરતિમાં, અતિચારો થાય છે, એ રીતે, પ્રત્યાખ્યાતાવરણના ઉદયમાં દેશવિરતિ અને તેના અતિચારો થાય છે. અપ્રત્યાખ્યાનના ઉદયમાં સમ્યક્ત અને તેના અતિચારો થાય છે; કેમ કે વ્યાયનું સમાતપણું છે=સર્વવિરતિમાં જે પ્રકારનો જાય છે તે પ્રકારે સર્વત્ર ન્યાય છે.
કેમ પ્રત્યાખ્યાનાવરણના ઉદયથી દેશવિરતિ અને તેના અતિચારો પ્રાપ્ત થાય ? ઇત્યાદિ શંકાને સામે રાખીને કહે છે –
કષાયોનો ઉદય વિચિત્ર છે. તેથી આ=કષાયોનો ઉદય, ગુણ-લાભનો અપ્રતિબંધક અને તેના અતિચારોનું નિમિત્ત થાય છે. સંજવલનના ઉદયની જેમ.
રૂતિ' શબ્દ પ્રકારાન્તરથી કરેલ વ્યાખ્યાનની સમાપ્તિ અર્થે છે. વળી, અન્ય કહે છે સમ્યક્ત અને દેશવિરતિના અતિચારો ક્રમથી પ્રથમ અને દ્વિતીય કષાયના ઉદયથી થાય છે. “દિ =જે કારણથી, વિચિત્ર એવો તેનો ઉદય કષાયનો ઉદય, દેશથી અને સર્વથી