________________
૧પ૦
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૧ विचित्रो ह्युदयः कषायाणाम्, ततोऽसौ गुणलाभस्याप्रतिबन्धकस्तदतिचाराणां च निमित्तं भवति, સંગ્વનનોર્વવિતિ | __ अन्ये पुनराहुः-'सम्यक्त्वदेशविरत्यतिचाराः क्रमेण प्रथमद्वितीयकषायोदयाद् भवन्ति, विचित्रो हि तदुदयो देशतः सर्वतश्च विराधनाया हेतुर्भवतीति यश्च कुन्थुदृष्टान्तोऽसावसङ्गत एव, दृष्टान्तान्तरबाधितत्वात्तस्य तथाहि-हस्तिनोऽतिलघुर्मनुष्यस्तस्य च व्रणादिः संभवत्येवेति । यच्चोच्यतेअनन्तानुबन्थ्यादिकषायद्वादशकस्य सर्वघातित्वेनाभिधानात्तदुदये सम्यक्त्वादीनां भङ्ग एवेति, तदयुक्तम्, सर्वविरत्यपेक्षयैव सर्वघातित्वेन तस्य शतकचूर्णी व्याख्यातत्वात् न तु सम्यक्त्वाद्यपेक्षमिति, तथाहि तद्वाक्यम् - "भगवयाप्पणीयं पंचमहव्वयमइअं अट्ठारससीलंगसहस्सकलियं चारित्तं घायंतित्ति सव्वघाइणो" [] त्ति
ટીકાર્ય :
નનુ.ત્તિ ‘નનુથી શંકા કરે છે – સર્વવિરતિમાં જ અતિચારો થાય છે; કેમ કે સંજવલનના ઉદયથી જ તેઓનું અતિચારોનું, અભિધાન છે. જેને કહે છે –
“વળી સર્વ પણ અતિચારો સંજ્વલનના ઉદયથી થાય છે. બાર કષાયના ઉદયથી વળી મૂલછેદ થાય છે.” (આવશ્યક નિર્યુક્તિ-૧૧૨, પંચાશક-૧૭/૫૦)
અને સર્વવિરતિવાળાઓને જ સંજ્વલન કષાયનો ઉદય છે. વળી, સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિવાળાઓને અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાવરણનો ઉદય છે, એથી સમ્યક્તમાં અને દેશવિરતિમાં અતિચારનો સંભવ નથી અને આ નવુથી શંકા કરી કહેલ કે સમ્યક્ત અને દેશવિરતિમાં અતિચારનો સંભવ નથી એ, ઘટે છે; કેમ કે દેશવિરતિ, અલ્પીયપણું છે.
અહીં પ્રશ્ન થાય કે દેશવિરતિ અલ્પ હોય તેટલા માત્રથી અતિચાર સંભવે નહીં તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે –
કુંથુઆના શરીરમાં ત્રણ આદિનો અસંભવ છે (તે રીતે કુંથુઆના શરીર તુલ્ય દેશવિરતિમાં અતિચારનો અસંભવ છે એમ અત્રય છે) તે આ પ્રમાણે – પ્રથમ અણુવ્રતમાં સ્કૂલ, સંકલ્પ, નિરપરાધ, તિવિધિ-ત્રિવિધ ઈત્યાદિ વિકલ્પો વડે વિશેષિતપણું હોવાથી અતિસૂક્ષ્મતાને પામેલામાં, દેશનો અભાવ હોવાથી કેવી રીતે દેશવિરાધનારૂપ અતિચાર થાય ? અર્થાત્ થાય નહિ. આથી સર્વનાશમાં જ તેનો ઉપયોગ છે=કષાયોના ઉદયનો ઉપયોગ છે. વળી, મહાવ્રતોમાં તે સંભવે છે=અતિચારો સંભવે છે; કેમ કે મહાતપણું જ છે.
અહીં પ્રશ્ન થાય કે મહાવ્રત મોટાં હોવાથી અતિચાર કેવી રીતે સંભવે ? તેમાં હેતુ કહે છે –