________________
૧૪૮
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર / શ્લોક-૪૧ उक्तस्वरूपाः पञ्च पञ्च भवन्ति, वीप्सायां द्वित्वम्, कुत्र? 'सम्यक्त्वे' पूर्वोक्तस्वरूपे 'च' पुनः 'प्रतिव्रते' वीप्सायामव्ययीभावस्ततो व्रते व्रत इत्यर्थः । ટીકાર્ય :
gi .... ! આમતું=સમ્યત્વ સહિત બાર વ્રતોનું. કેવા પ્રકારનાં બાર વ્રતોનું ? એથી કહે છે – નિરતિચાર એવાં બાર વ્રતોનું અતિચારો દેશભંગના હેતુઓ આત્માના અશુભ પરિણામવિશેષ છે. અને ચાલ્યા ગયા છે અતિચારો જેમનામાંથી એવા અતિચાર રહિત બારવ્રતોનું, પાલત શુદ્ધભાવથી થાય છે શુદ્ધ અર્થાત્ અતિક્લિષ્ટ મિથ્યાત્વ આદિ કર્મના ઉદયના કલંકરૂપ પંકથી રહિતપણું હોવાને કારણે નિર્મળ એવો લાયોપશમિક લક્ષણ આત્મપરિણામ રૂપ હેતુભૂત ભાવ તેનાથી ગૃહસ્થધર્મનું પાલન થાય છે=વિશેષથી ગૃહસ્થ ધર્મનું ધારણ થાય છે એ પ્રમાણે પૂર્વની સાથે અન્વય છે.
નિરતિચાર એવા આમનું પાલન એ પ્રમાણે શ્લોકના પૂર્વાર્ધથી કહેવાયું. એથી અતિચારોના જ્ઞાનનું આવશ્યકપણું હોવાથી તેઓને જ અતિચારોને જ, કહે છે=શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. પાંચ-પાંચ એ પ્રકારના અતિચારો ઉક્ત સ્વરૂપવાળા પાંચ-પાંચ થાય છે. વીસા અર્થમાં દ્વિત્વ છે. અર્થાત “ખ્ય પશ્વ' એ પ્રકારે બે વખત કથન છે. કયાં પાંચ-પાંચ અતિચારો થાય છે ? એથી કહે છે – પૂર્વોક્ત સ્વરૂપવાળા સમ્યક્તમાં વળી પ્રતિવ્રતમાં થાય છે. વીસામાં અવ્યવીભાવ છે તેથી વ્રતબતે' એ પ્રકારનો પ્રતિવ્રત'નો અર્થ છે. ભાવાર્થ -
કોઈ શ્રાવક ગૃહસ્થના સામાન્ય ધર્મનો બોધ કરે અને સમ્યક્ત સહિત ગૃહસ્થના વિશેષ પ્રકારનાં બાર વ્રતોનો બોધ કરે અને બોધ કર્યા પછી મન-વચન-કાયા અને કરણ-કરાવણને આશ્રયીને જે ભાંગાથી જે વ્રત પોતે પાળી શકે તેમ છે તે ભાંગાથી તે વ્રતને ઉચિત વિધિપૂર્વક ગ્રહણ કરે અને જે વ્રતો ગ્રહણ કર્યા નથી તેની શક્તિ સંચય કરવાથું ઉચિત યત્ન કરે અને પ્રતિદિન પોતાનાં વ્રતો સર્વવિરતિનાં કારણ કઈ રીતે બને? તેની સમ્યફ ચિંતા કરે તે શ્રાવકમાં સમ્યક્તપૂર્વક બાર વ્રતોને પોતાની શક્તિ અનુસાર શુદ્ધ પાળવાનો પરિણામ છે અને તેવા શુદ્ધભાવથી આ બાર વ્રતોનું નિરતિચાર પાલન કરે છે.
અહીં પ્રશ્ન થાય કે “શુદ્ધ ભાવ” શું છે ? તે સ્પષ્ટ કરવાથું ટીકાકારશ્રી કહે છે –
અતિક્લિષ્ટ મિથ્યાત્વાદિકર્મનું ઉદયરહિતપણું હોવાને કારણે નિર્મળ ક્ષયોપશમભાવનો આત્માનો પરિણામ છે તે શુદ્ધ ભાવ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યક્ત સ્વીકાર્યા પછી સમ્યત્વપૂર્વક બાર વ્રતોનું પાલન કોઈ શ્રાવક કરતો હોય અને તે પાલનકાળમાં સમ્યક્તના અતિચારના આપાદક ક્લિષ્ટ મિથ્યાત્વનો ઉદય થાય ત્યારે