________________
૧૪૨
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦ આવેલા સાધુને જોઈને ભક્તિના અધ્યવસાયપૂર્વક શ્રાવક ઊભો થાય, સાધુને આસન પ્રદાન કરે, વંદન કરે અને તેમની પાછળ ચાલે ઇત્યાદિ સત્કારપૂર્વક દાન કરે, વળી, વહોરાવતી વખતે સુંદર વસ્તુ પ્રથમ વહોરાવે એ પ્રકારે યથાસંભવ દાનની પરિપાટીથી દાન આપે જેથી વિવેકપૂર્વકની ભક્તિ થાય.
આ રીતે અતિથિ સંવિભાગનો અર્થ કર્યા પછી અતિથિસંવિભાગવત વિષયક પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.એ શું કહ્યું છે? તે બતાવતાં કહે છે – | ત્રિવિધ મન-વચન-કાયાથી શુદ્ધ પ્રાસુક, એષણીય, કથ્ય પોતાના માટે કરાયેલ પાનક આદિ વડે ઘરે આવેલા સાધુઓને અત્યંત શ્રદ્ધાપૂર્વક ધન્ય અને અત્યંત અવહિત મનવાળા=અત્યંત ભક્તિયુક્ત મનવાળા, શ્રાવકો સન્માનપૂર્વક અન્નપાનાદિનું સાધુને દાન કરે છે. આ પ્રકારના કથનમાં પ્રાયઃ શુદ્ધ કહેવાથી કારણે અશુદ્ધ આપનાર પણ શ્રાવક અતિથિસંવિભાગ કરનારા છે તે પ્રકારનો અર્થ ફલિત થાય છે. તોપણ વિશિષ્ટ કારણ ન હોય તો સાધુને શુદ્ધ ભિક્ષા જ પ્રદાન કરવી જોઈએ એ પ્રકારની શ્રાવકની મર્યાદા છે. સાધુને કલ્પનીય હોય છતાં કોઈક રીતે સાધુએ ત્યારે તે આહાર ગ્રહણ કરેલો ન હોય તો ધીર એવા સુશ્રાવકો તે દિવસે તે આહાર વાપરતા નથી.
તેથી એ પ્રાપ્ત થાય કે જે શ્રાવકને સાધુ પ્રત્યે અત્યંત ભક્તિ છે અને તેની ભક્તિમાં વપરાયેલા આહાર જોઈને જ સંયમ પ્રત્યે બહુમાન થાય છે અને સાધુની ભક્તિમાં જે વસ્તુ વપરાઈ નથી તે વસ્તુની પોતાને વાપરવાની ઇચ્છા હોવા છતાં ન વાપરે તો સંયમ પ્રત્યેના બહુમાનનો ભાવ અતિશયિત થાય છે. અને સંયમના રાગી શ્રાવકો હમેશાં સંયમના રાગની વૃદ્ધિ થાય તે રીતે ઉચિત પ્રયત્ન કરે છે. વળી કોઈ શ્રાવક અલ્પ સમૃદ્ધિવાળો હોય તોપણ પોતાની પાસે જે કંઈ વસતી, શયન, આસન, ભક્ત-પાનાદિ હોય તે થોડામાંથી પણ થોડું આપે જેથી સુસાધુ પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય અને આ પ્રકારના પરિણામથી જ મહાનિર્જરા થાય છે.
વળી, પૂ. ઉમાસ્વાતિ મહારાજાએ કહ્યું છે કે પિંડ, શય્યા, વસ્ત્રાદિકથ્ય પણ અકથ્ય થાય અને અકથ્ય પણ કપ્ય થાય.
કઈ રીતે કથ્ય પણ અકથ્ય થાય ? તેથી ખુલાસો કરે છે – દેશ, કાળ, પુરુષ, અવસ્થાદિને આશ્રયીને કથ્ય અકથ્ય થાય અને અકથ્ય કપ્ય થાય. તેથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધ ભિક્ષા હોય છતાં સાધુના સંયમની વૃદ્ધિનું કારણ ન હોય તેવી કથ્ય પણ ભિક્ષા સાધુ માટે અકથ્ય છે અને કોઈક એવા વિષમ સંયોગોમાં અશુદ્ધ ભિક્ષા હોય છતાં સાધુના સંયમની વૃદ્ધિનું કારણ બને તેમ હોય તો તે કથ્ય છે. તેથી કચ્ચ-અકથ્યના વિવેકપૂર્વક શ્રાવકે સાધુને ભિક્ષા આપવી જોઈએ. જેથી તે ભિક્ષા દ્વારા સાધુ સંયમવૃદ્ધિ કરીને આત્મહિત સાધી શકે પરંતુ મૂઢતાથી વિવેક વગર ભિક્ષા આપવી તે શ્રાવક માટે ઉચિત નથી અને સંયમવૃદ્ધિનો ઉચિત વિચાર કર્યા વગર મૂઢતાથી ભિક્ષા ગ્રહણ કરવી તે સાધુ માટે ઉચિત નથી.
અહીં કોઈ શંકા કરે છે કે સાધુને આહારનું દાન શાસ્ત્રમાં સંભળાય છે. પરંતુ સાધુને વસ્ત્રાદિનું દાન