________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦ પારણામાં વિધિ છે. વળી અન્યદા=પૌષધ પારવાના સિવાયના કાળમાં, આપીને જમે=સાધુને આહાર પ્રદાન કર્યા પછી જમે અથવા પોતે આહાર વાપરીને સાધુને આપે.
વળી, ઉમાસ્વાતિવાચક વિરચિત ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ'માં અતિથિ શબ્દથી સાધુ આદિ ચાર ગ્રહણ કરાયાં છે અર્થાત્ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચાર ગ્રહણ કરાયાં છે. તેથી તેઓનો સંવિભાગ કરવો જોઈએ. અર્થાત્ તેઓની ભક્તિ કરવી જોઈએ એ પ્રમાણે કહેવાયું છે. અને તે પ્રમાણે=અતિથિસંવિભાગ વ્રતમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવી જોઈએ તે પ્રમાણે, તેનો પાઠ છે
૧૪૦
“અતિથિસંવિભાગ - અતિથિ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે. ઘરે આવેલા એવા એઓને ભક્તિથી અભ્યુત્થાન, આસન, પાદપ્રમાર્જન નમસ્કારાદિ વડે અર્ચન કરીને પોતાના વિભવની શક્તિ અનુસાર અન્ન-પાન-વસ્ત્ર-ઔષધસ્થાન આદિના પ્રદાનથી સંવિભાગ કરવો જોઈએ.” ।।૧।। ()
‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
આ વ્રતની આરાધના માટે જ=અતિથિસંવિભાગવ્રતની આરાધના માટે જ, પ્રતિદિવસ શ્રાવકથી પ્રાસુક, એષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વડે વસ્ત્ર-પાત્ર-કંબલ-પાદપુંછનથી, પીઠ-ફલક, સિજ્જા=વસતી, સંથારા વડે, ઔષધ-ભેષજ વડે હે ભગવન્ ! અનુગ્રહ કરો. ઇત્યાદિ દ્વારા ગુરુને નિમંત્રણ કરાય છે. અને આ વ્રતનું ફળ દિવ્યભોગની સમૃદ્ધિ, સામ્રાજ્ય, તીર્થંકરપદ આદિશ્રી શાલિભદ્ર-મૂળદેવ-આદ્યઅર્હન્ત=પ્રથમ તીર્થકર ઋષભદેવ આદિની જેમ સર્વ પ્રસિદ્ધ છે. અને પરંપરાથી મોક્ષ પણ ફળ છે. વળી, વિપરીતપણામાં=અતિથિ-સંવિભાગવ્રતની વિપરીત આચરણામાં દાસ્ય દૌર્ગત્યાદિ પણ છે=દાસપણું, દરિદ્રપણું આદિ પણ છે.
ચોથું શિક્ષાપદવ્રત કહેવાયું અને તેના કથનમાં=ચોથા શિક્ષાપદવ્રતના કથનમાં, સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં બાર વ્રતો કહેવાયાં અને તે=બાર વ્રતો, વિશેષથી ગૃહસ્થધર્મ છે એ રીતે યોજન કરાયું જ 9. 118011
ભાવાર્થ:
શ્રાવક ગુણવાન એવા સાધુને અત્યંત પ્રીતિપૂર્વક આહાર-વસ્ત્ર-પાત્રાદિનું દાન કરે તો તે દાનને અતિથિસંવિભાગવ્રત કહેવાય છે.
અતિથિસંવિભાગવ્રતમાં ‘અતિથિ’ શબ્દ કોનો વાચક છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે તિથિ-પર્વાદિ-લૌકિક વ્યવહાર જેમણે ત્યાગ કર્યો છે અને ભોજનકાળ વખતે વહોરવા માટે આવેલા છે તેવા ભિક્ષુવિશેષ=સાધુ, અતિથિ કહેવાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ સર્વ શક્તિથી સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમવાળા છે તેઓ માટે તિથિ પર્વ આદિ આરાધનાના દિવસો નથી પરંતુ સર્વ દિવસો આરાધના માટેના છે. જેઓ સર્વ દિવસોમાં શક્તિના પ્રકર્ષથી આરાધના કરતા નથી છતાં આરાધનાના અર્થી છે તેઓ પર્વ દિવસે વિશેષ આરાધના કરે છે, તેથી શ્રાવકો ‘અતિથિ’ નથી પરંતુ ‘અતિથિ' શબ્દથી ભાવસાધુનું ગ્રહણ છે; કેમ કે ભાવસાધુ
-