________________
૧૩૯
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦
એથી આહારની જેમ સંયમના આધાર એવા શરીરનું ઉપકારકપણું હોવાથી વસ્ત્રાદિ પણ સાધુને દેય છે. (યોગશાસ્ત્રવૃત્તિ-૩/૮૭ ૫. ૪૯૬-૮)
અને વસ્ત્રાદિનું સંયમ ઉપકારીપણું જે પ્રમાણે ઘટે છે તે પ્રમાણે યતિધર્મના અધિકારમાં કહેવાશે. અહીં અતિથિસંવિભાગવતમાં, વૃદ્ધ ઉક્ત સામાચારી આ પ્રમાણે છે – પૌષધ પારતા એવા શ્રાવક વડે નિયમથી સાધુઓને આપીને ભોજન કરવું જોઈએ. કેવી રીતે? તેથી કહે છે –
જ્યારે ભોજનકાળ થાય છે ત્યારે આત્માની વિભૂષા કરીને અને ઉપાશ્રય જઈને સાધુઓને ભિક્ષા ગ્રહણ કરો' એ પ્રમાણે નિમંત્રણ કરે અને સાધુઓને તેને આશ્રયીને=નિમંત્રણ કરનાર શ્રાવકને આશ્રયીને, કયા પ્રકારનો વ્યવહાર છે ? તેનો ઉત્તર આપે છે –
ત્યારે એક સાધુ પડલાને, બીજો મુખાતકને અને ત્રીજો સાધુ ભાજનની પ્રત્યુપેક્ષા કરે. કેમ કરે ? તેથી કહે છે – અંતરાયદોષ અને સ્થાપનાદોષ ન થાય એથી આ રીતે પડિલેહણ કરે.
અને તે=નિમંત્રણ કરનાર શ્રાવક, જો પ્રથમ પોરિસીમાં નિમંત્રણ કરે અને નમસ્કાર સહિત પ્રત્યાખ્યાની કોઈ સાધુ છે, તો તેને ગ્રહણ કરે શ્રાવકની ભિક્ષા ગ્રહણ કરે. હવે નવકારસીવાળો સાધુ નથી તો ગ્રહણ ન કરે. જે કારણથી તેને વહન કરવી પડે ગોચરી રાખી મૂકવી પડે. જો વળી શ્રાવક અત્યંત પાછળ લાગે તો ગ્રહણ કરાય છે=ભિક્ષા ગ્રહણ કરાય છે અને સંસ્થાપન કરાય છેઃવાપરવાના કાળ સુધી સાધુ દ્વારા તે ભિક્ષા સ્થાપન કરાય છે. અથવા જે ઉદ્ઘાટપોરિસીમાં પારે છે–પોરિસિ થાય તરત પચ્ચકખાણ પારે છે અથવા પારણાવાળો અન્ય પણ તપતા પારણાવાળો અચપણ, કોઈ સાધુ છે તેને ભિક્ષા અપાય છે. પશ્ચાત્ એવા શ્રાવકથી સંઘાટક સહિત સાધુ જાય છે=સાધુ ગોચરી વહોરવા જાય ત્યારે શ્રાવક આગળ હોય અને તેની પાછળ સંઘાટક સહિત બે સાધુ ગોચરી અર્થે જાય છે. એક મોકલવો યોગ્ય નથી. વળી, સાધુની આગળ શ્રાવક માર્ગમાં જાય છે, ત્યારપછી આ=શ્રાવક, ઘરે લઈ જઈને તે બે મહાત્માને આસનથી નિમંત્રણ કરે છે. અર્થાત્ આસન આપીને બેસવાનું કહે છે. જો સાધુ બેસે તો સુંદર અને જો બેસે નહીં તોપણ વિનય કરાયેલો થાય છે. ત્યારપછી આ=શ્રાવક, ભક્ત-પાન સ્વયં જ આપે છે અથવા ભાજપ ધારણ કરે છે=અન્ય કોઈ ઘરની વ્યક્તિ આપતી હોય ત્યારે પોતે ભાજન ધારણ કરે છે અથવા ઊભો રહેલો જ જુએ છે જ્યાં સુધી અપાય છે. સાધુ પણ પશ્ચાત્ કર્મના પરિહાર માટે સાવશેષ ગ્રહણ કરે છે. ત્યારપછી શ્રાવક વંદન કરીને વિસર્જન કરે છે અને કેટલાંક પગલાંઓ સાધુ પાછળ અનુસરણ કરે છે. ત્યારપછી સ્વયં જમે છે.
જો વળી, ત્યાં ગ્રામાદિમાં સાધુઓ ન હોય તો ભોજનવેળામાં દ્વારનું અવલોકન કરે છે અને વિશુદ્ધભાવથી ચિંતવન કરે છે. જો સાધુઓ હોત તો હું વિસ્તારિત થાત. એ પ્રકારે આ પૌષધના