________________
૧૪૧
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦ સર્વ શક્તિથી પ્રતિદિન આત્મકલ્યાણ માટે યતમાન છે અને સંયમની વૃદ્ધિના ઉપાય રૂપે ભિક્ષા આવશ્યક જણાય ત્યારે ભિક્ષા અર્થે ઘરે આવેલા છે તે શ્રાવક માટે અતિથિ છે. માટે શ્રાવકને અતિથિ સાધુ જ છે. જ્યારે શેષ સ્વજનાદિ ઘરે આવેલા હોય તે “અતિથિ' ન કહેવાય. પરંતુ “મહેમાન” કહેવાય. આવા અતિથિવિશેષ એવા ભાવસાધુના ગુણોને જોઈને હર્ષપૂર્વક જે શ્રાવક મન-વચન-કાયાથી શુદ્ધિથી આહારાદિનું દાન કરે તે અતિથિસંવિભાગવત છે. તેથી એ પ્રાપ્ત થાય કે દાન આપતી વખતે શ્રાવકને મનમાં પરિણામ થાય કે મારા આહાર-વસ્ત્રાદિનું સાફલ્ય મહાત્માની ભક્તિથી જ છે; કેમ કે સંસારના ઉચ્છેદ માટે ઉદ્યમ કરનારા આ મહાત્મા આ આહારાદિ ગ્રહણ કરશે તો મારા ઉપર ઉપકાર થશે. આ પ્રકારની મનની વિશુદ્ધિથી, વળી ઉચિત આહાર ગ્રહણ માટે મહાત્માને નિમંત્રણ કરે એ પ્રકારની વાણીની વિશુદ્ધિથી અને કાયાથી ઉચિત વિધિપૂર્વક આહાર આપે એ પ્રકારની કાયવિશુદ્ધિથી આહારાદિનું દાન તે અતિથિસંવિભાગવત છે. અર્થાત્ અતિથિ એવા સાધુને પોતાની વસ્તુનો સંગત એવો વિભાગ તે અતિથિસંવિભાગવ્રત છે. સંગત એવો વિભાગ શું છે ? તે સ્પષ્ટ કરે છે – સાધુના સંયમની વૃદ્ધિનું કારણ બને એવા આધાકદિ બેતાલીશ દોષથી રહિત એવો સંગત વિભાગ છે. વિશિષ્ટ વિભાગ” શું છે ? તે સ્પષ્ટ કરે છે – પશ્ચાત્કર્માદિ દોષ ન થાય તે વિશિષ્ટ વિભાગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિશેષ કારણ ન હોય તો શ્રાવકે પોતાના માટે થયેલા આહારાદિ વસ્તુનો સાધુની ભક્તિમાં એ રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી સાધુને નિર્દોષ એવા આહારાદિની પ્રાપ્તિ દ્વારા સુખપૂર્વક સંયમની વૃદ્ધિની પ્રાપ્તિ થાય. તે આહારાદિનું દાન પણ કેવું હોવું જોઈએ ? તેથી કહે છે – ન્યાયાર્જિત, પ્રાસુક, સાધુ માટે એષણીય-સાધુ માટે કલ્પનીય, હોવું જોઈએ. વળી, તે દાન કેવી રીતે કરવું જોઈએ? તેથી કહે છે –
દેશને અનુરૂપ, કાળને અનુરૂપ, શ્રદ્ધાને અનુરૂપ, સત્કારપૂર્વક, ક્રમપૂર્વક, આત્માની અનુગ્રહબુદ્ધિથી સાધુને દાન કરવું જોઈએ જેથી પરિણામની શુદ્ધિ થાય. ત્યાં દેશ, શાલ્યાદિની નિષ્પત્તિના વિભાગવાળો દેશ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે દેશમાં જે વસ્તુ થતી હોય તે દેશને અનુરૂપ તે વસ્તુનું દાન સાધુને કરવું જોઈએ; કેમ કે જે દેશમાં જે વસ્તુ વિશેષ પ્રમાણમાં થતી હોય તે વસ્તુ તે દેશને અનુકૂળ હોવાથી તે દેશમાં તે આહાર સાધુને પણ સંયમમાં ઉપકારક થાય છે. તેથી તે દેશ પ્રમાણે સાધુને દાન કરવું જોઈએ. વળી, સુભિક્ષ-દુર્મિક્ષ આદિ કાળનો વિચાર કરીને તે પ્રમાણે દાન કરવું જોઈએ. જેથી દુર્ભિક્ષાદિ કાળમાં સાધુના સંયમના નિર્વાહ અર્થે ક્વચિત દોષવાળું આપે તોપણ આશય શુદ્ધ હોવાથી દોષરૂપ નથી. વળી, સાધુના ગુણોના સ્મરણપૂર્વક તેવા ગુણવાળા સાધુની સંયમવૃદ્ધિમાં મારી ભિક્ષા ઉપયોગી થાય તેવા વિશુદ્ધ પરિણામપૂર્વક દાન આપવું જોઈએ. વળી, સાધુ આવ્યા હોય ત્યારે ગુણસંપન્નનો આદર-સત્કાર કરવો જોઈએ. વળી,