________________
૧૪૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦ આગ્રહ કરે તો સાધુ નવકારશીના સમયે ભિક્ષા ગ્રહણ કરે અને પોતાના વાપરવાના કાળ સુધી ભિક્ષાનું સંસ્થાપન કરે.
આ કથન તે વખતે પ્રવર્તતી વૃદ્ધ સામાચારી અનુસાર કરેલ છે. કોઈ શાસ્ત્રના પાઠના બળથી ગ્રંથકારશ્રી કહેતા નથી. તેથી જણાય છે કે આવા પ્રસંગે શ્રાવકના દાન આપવાના પરિણામના રક્ષણ અર્થે અને તેના અતિશય આગ્રહને ખ્યાલમાં રાખીને સાધુ અપવાદથી સ્થાપનાદોષને ગૌણ કરીને પણ ભિક્ષા ગ્રહણ કરે તે ઉચિત છે તેમ વૃદ્ધ સામાચારી વર્તે છે.
જ્યારે સામાન્યથી તો સાધુ પોતાના સંયમની પ્રધાનતાથી ભિક્ષા ગ્રહણ કરનારા હોય છે. આથી જ વીરભગવાનને જીવણશેઠ ભિક્ષા ગ્રહણ કરવા માટે પ્રતિદિન વિનંતી કરે છે છતાં નિઃસ્પૃહશિરોમણિ એવા વીરભગવાને અત્યંત ભક્તિવાળા જીરણશેઠના ત્યાંથી ભિક્ષા ન ગ્રહણ કરતાં અભિનવશેઠને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરી. વળી, સાધુમાં નવકારશી કરનાર કોઈ ન હોય અને શ્રાવક પૌષધ પાર્યા પછી નવકારશીમાં ભિક્ષા માટે આગ્રહ કરે ત્યારે તે ભિક્ષાને ગ્રહણ કરીને સાધુને દીર્ઘકાળ સુધી સ્થાપન કરવી પડે તેના નિવારણ માટે જે પોરિટીના પચ્ચખ્ખાણ પારનારા હોય તેમને તે ભિક્ષા આપે પરંતુ એકાસણું કરનારા અને સાઢપોરિસી પુરિમુઢ કરનારા સાધુ પોતાના ભોજનકાળ સુધી તેને સ્થાપન કરીને રાખે નહીં અથવા કોઈ અન્ય પચ્ચખ્ખાણ પારનારા હોય તો તેને તે ભિક્ષા આપે અને કોઈ વાપરનાર ન હોય તો પોતાના ભોજન અવસર સુધી પણ તે ભિક્ષાને સ્થાપન કરી રાખવી પડે. આ પ્રકારની વૃદ્ધ સામાચારી અનુસાર
મર્યાદા છે.
વળી, ભિક્ષા ગ્રહણ કરવા અર્થે શ્રાવકને ત્યાં સાધુ કઈ રીતે જાય ? તે બતાવે છે –
તે શ્રાવકની સાથે બે સાધુ સંઘાટક જાય અને શ્રાવક પોતાનું ઘર બનાવવા અર્થે આગળ જાય અને સાધુ સંઘાટક તેની પાછળ તેને ત્યાં વહોરવા જાય પરંતુ એક સાધુ જાય નહીં અને પોતાના ઘરનો માર્ગ બતાવવા રાર્થે શ્રાવક સાધુની આગળ ચાલે તેથી સાધુ સુખપૂર્વક ગમન કરી શકે. જોકે સામાન્યથી સાધુ પ્રત્યેની ભક્તને કારણે શ્રાવક સાધુની પાછળ ચાલે, આગળ ન ચાલે પરંતુ પોતાના ઘરે સાધુને લઈ જવા અર્થે
જ્યારે શ્રાવક આવેલા હોય ત્યારે કયા સ્થાને જવાનું છે તેનો નિર્ણય સાધુને નહીં હોવાથી શ્રાવક પાછળ ચાલે તો સાધુને ગમનમાં સ્કૂલના થાય તેથી શ્રાવક આગળ ચાલે અને તેની પાછળ સાધુ ચાલે તેમાં અવિનયદોષની પ્રાપ્તિ થતી નથી. ત્યારપછી સાધુને ઘરે લઈ જઈને શ્રાવક સાધુને આસન આપીને બેસવા માટે નિમંત્રણ કરે છે. જો સાધુ નિવેશ કરે તો સુંદર અને જો સાધુ બેસે નહીં તોપણ ઉચિત વિનય કરાયેલો થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે સાધુને ઘરે લઈ ગયા પછી તેમને નિમંત્રણ કરીને તેમની પાસેથી ઉપદેશાદિ શ્રવણ કરે અને સાધુને પણ તે પ્રકારે લાભ જણાય તો ઉપદેશાદિ આપે અને સાધુને તે પ્રકારને બેસવાનો પરિણામ ન હોય તોપણ સાધુ પ્રત્યેની ભક્તિના વશથી તે પ્રકારે વિનય કરવાથી શ્રાવકને લાભ થાય છે. ત્યારપછી શ્રાવક અતિથિસંવિભાગવતના પરિણામની વૃદ્ધિ માટે સ્વયં જ ભક્તપાન આદિ આપે