________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦
૧૪૫
જેથી ભાવનો પ્રકર્ષ થાય અથવા ઘરની અન્ય વ્યક્તિ વહોરાવવા તત્પર થઈ હોય તો પોતે ભાજન ધારણ કરે તેથી હું મહાત્માની ભક્તિ કરું છું તેવો સુવિશુદ્ધ અધ્યવસાય થાય છે. અથવા વહોરાવવા માટે સ્વજનો તૈયાર હોય તોપણ જ્યાં સુધી સાધુને વહોરાવે ત્યાં સુધી ત્યાં ઊભો રહીને તે પ્રવૃત્તિને જુએ જેથી મારાં ભોજનાદિ સુસાધુની ભક્તિમાં વપરાય છે તેવો અધ્યવસાય થવાથી પરિણામની વૃદ્ધિ થાય. વળી, સાધુ પણ પશ્ચાત્કર્મના પરિવાર માટે થોડા પ્રમાણમાં જ ભિક્ષા ગ્રહણ કરે. ત્યારપછી શ્રાવક વંદન કરીને સાધુને વિસર્જન કરે અને સાધુની પાછળ કેટલાંક પગલાં પાછળ જાય છે. આ રીતે ઉચિત વિનય કરવાથી અને સાધુના સંયમગુણોનું નિત્ય સ્મરણ કરવાથી અતિથિસંવિભાગવતના બળથી શ્રાવકને ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી શ્રાવક સ્વયં અહારાદિ વાપરે છે.
વળી, શ્રાવકે પૌષધ કર્યો હોય અને તે ગામમાં સાધુઓ ન હોય તો અતિથિસંવિભાગવ્રતના અર્થી શ્રાવક ભોજનવેળામાં દ્વારનું અવલોકન કરે. જેથી કદાચ કોઈ સાધુ પધારેલા હોય તો લાભ મળે. અને કોઈ સાધુ ન જણાય તો વિશુદ્ધભાવથી વિચારે કે જો સાધુઓ આ નગરમાં હોત તો હું તેઓની ભક્તિ કરીને નિસ્તારિત થાત. આ પ્રકારે પૌષધના પારણામાં વિધિ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે પૌષધના પારણામાં અવશ્ય અતિથિસંવિભાગ કરવો જોઈએ અને સાધુ ગ્રામાદિમાં વિદ્યમાન ન હોય તોપણ અતિથિસંવિભાગવતનો ઉચિત પરિણામ કરેલો હોવાથી શ્રાવકને જીવણશેઠની જેમ સ્વઅધ્યવસાય અનુસાર અતિથિસંવિભાગવતનું ફળ મળે છે; કેમ કે સુસાધુના ગુણોના સ્મરણપૂર્વક સુસાધુ પ્રત્યેની ભક્તિનો ઉચિત અધ્યવસાય વિવેકી શ્રાવક સાધુની અપ્રાપ્તિમાં પણ અવશ્ય કરે છે. વળી, પૌષધ ન હોય ત્યારે સાધુને આપીને પણ ભોજન કરે અથવા પોતે ભોજન કરી લીધું હોય તોપણ સાધુને આપે; કેમ કે કોઈ સાધુ નવકારશી કરનારા ન હોય અને શ્રાવક પોતાની શક્તિ અનુસાર નવકારશી આદિ કરતા હોય તો પોતે ભોજન કર્યા પછી પણ સુસાધુને નિમંત્રણ કરીને આહારાદિ વહોરાવે. આ પ્રકારની અતિથિસંવિભાગવતની મર્યાદા છે.
તેથી એ ફલિત થાય કે પૌષધ ન કર્યો હોય તોપણ સુસાધુને નિર્દોષ ભિક્ષા વિવેકપૂર્વક આપે તે અતિથિસંવિભાગવત જ છે; કેમ કે “અતિથિસંવિભાગ' શબ્દની વ્યુત્પત્તિ છે કે અતિથિ એવા સાધુને સમુસંગત વિ=વિશેષ ભાગ પોતાના માટે કરાયેલા ભોજનનો ભાગ કરીને વાપરવું. તેથી સુસાધુને સંયમને ઉચિત એવી નિર્દોષ ભિક્ષા વિભાગ કરીને જે શ્રાવકો આપે તે અતિથિસંવિભાગવતને પાળનારા છે. ફક્ત આહારાદિ દાન વખતે જેટલા સૂક્ષ્મબોધપૂર્વક સાધુના ગુણોની સ્મૃતિ કે સાધુના ગુણો પ્રત્યે વધતુ જતું. બહુમાન તેને અનુસાર શ્રાવકને નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
વળી, અતિથિસંવિભાગવત વિષયક પૂ. ઉમાસ્વાતિ મ. સાહેબે ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ'માં કહ્યું છે કે સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા જેઓ ઘરે આવેલાં હોય તેઓ અતિથિ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સિવાય ઘરે આવેલા અન્ય કોઈ હોય તે મહેમાન કહેવાય અને ગુણસંપન્ન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચાર અતિથિ કહેવાય. તેઓ ઘરે આવે ત્યારે ભક્તિથી