________________
૧૩૮
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૦ અભ્યત્થાન, આસનદાન, વંદન, અનુવ્રજન આદિ સત્કાર છે. ૫. યથાસંભવ પાકનો=આહારનો, દયાદિ પરિપાટીથી પ્રદાન ક્રમે છે. તપૂર્વક=દેશ, કાલાદિના ઔચિત્યથી સાધુને દાન અતિથિસંવિભાગ છે એમ અવય છે. જે કારણથી કહેવાયું છે –
ન્યાય આગત કલ્પનીય અન્નપાનાદિ દ્રવ્યોનું દેશ-કાલ-શ્રદ્ધા-સત્કાર-કમયુક્ત પરાભક્તિથી આત્માઅનુગ્રહ બુદ્ધિથી=મહાત્મા પોતાનો ઉપર અનુગ્રહ કરે છે તે પ્રકારની બુદ્ધિથી, સંયતોને દાન અતિથિસંવિભાગ છે.”.
અને આ શ્રી હેમસૂરિ=શ્રી હેમચંદ્રાચાર્ય, વડે કહેવાયું છે – “પ્રાય: શુદ્ધ ત્રિવિધ વિધિથી પ્રાસુક, ઐષણીય, કલ્પપ્રાયઃ સ્વયં ઉપહિત પાનક આદિ વસ્તુઓ વડે કાળે ઘરે આવેલા સાધુવર્ગને અસાધારણ શ્રદ્ધાથી ધન્ય એવા કેટલાક પરમ અવહિત શ્રાવકો અત્યંત અવધાન મનવાળા શ્રાવકો, સન્માન કરે છે. ૧]
અશન અખિલ ખાદ્ય અને સ્વાદ્ય છે. અને પાનક, યતિજનને હિતકારી વસ્ત્ર, પાત્ર, સકંબલ-પ્રોચ્છન=કામળી સહિત આસન, છે. વસતિ, ફલક નામના મુખ્ય ચારિત્રના વિવર્ધન એવા પ્રદેયને નિજમનની પ્રીતિથી ઉપાસકોએ આપવા જોઈએ.” રાા (યોગશાસ્ત્ર વૃત્તિ. પ્રત-નં. ૪૯૬ સંમાનથતિ)
અને “સાધુને કલ્પનીય જે કંઈ, કોઈક રીતે ત્યારે અપાયું નથી તેને યથોક્તકારી ધીર એવા સુશ્રાવકો વાપરતા નથી.”
“જો કે પર્યાપ્ત ધન ન હોય=અતિશયધન ન હોય, તોપણ વસતી-શયન-આસન-ભક્ત-પાન-ઔષધ થોડામાંથી પણ થોડું આપવું જોઈએ.” જા (ઉપદેશમાલા – ૨૩૯-૨૪૦, સંબોધ પ્રકરણ, શ્રાવક ૧૩૯-૧૪૦)
વળી, વાચક મુખ્ય કહે છે–પૂ. ઉમાસ્વાતિ મ. સા. કહે છે – “કંઈક શુદ્ધ કપ્ય અકથ્ય થાય, અકથ્ય પણ કય્ય થાય. શું કથ્ય અકપ્ય થાય ? તેથી કહે છે – પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર અથવા ઔષધ આદિ કથ્ય અકથ્ય થાય.” કઈ રીતે કથ્ય અકથ્ય અને અકથ્ય પણ કલપ્ય થાય ? તેથી કહે છે – “દેશ, કાળ, પુરુષ, અવસ્થા, ઉપયોગ, શુદ્ધિ, પરિણામોનો વિચાર કરીને કહ્ય થાય છે. એકાત્તથી કણ્ય કલ્પતું નથી." પરા (પ્રશમરતિ પ્ર. ૧૪-૧૪૭)
‘નથી શંકા કરે છે – જે રીતે શાસ્ત્રમાં આહારને આપનારા સંભળાય છે તે રીતે વસ્ત્રાદિ દાનને આપનારા સંભળાતા નથી અને વસ્ત્રાદિ દાનનું ફળ સંભળાતું નથી તે કારણથી વસ્ત્રાદિ દાન યુક્ત નથી એમ ન કહેવું; કેમ કે “ભગવતી’ આદિમાં વસ્ત્રાદિદાનનું સાક્ષાત્ ઉક્તપણું છે જે પ્રમાણે –
“પ્રાસુક, એષણીય, અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી, વસ્ત્ર-પાત્ર, કંબલ-પાદપુંછનથી, પીઠ-ફલગ-શધ્યા-વસતીસંથારાથી પ્રતિલાભ પામતો શ્રમણ નિગ્રંથ વિહરે છે."()