________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯
૧૨૭
સ્વાધ્યાય કરીને જો પૌષધને પારવાની ઈચ્છા હોય તો ખમાસમણું આપીને કહે છે. “હે ભગવન્! ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો. મુહપત્તિનું પડિલેહણ કરું.” ગુરુ કહે છે – પડિલેહણ કર.' ત્યારપછી મુહપત્તિનું પડિલેહણ કરીને ખમાસમણ આપીને કહે છે. “ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો. હું પૌષધ પારું?” ગુરુ કહે છે – “ફરી પણ કરવા જેવું છે.” બીજું ખમાસમણ આપીને કહે છે – “પૌષધ પાય.” ગુરુ કહે છે – “આચાર મૂકવો જોઈએ નહિ.” ત્યારપછી ઊર્ધ્વસ્થિત નવકારને કહીને જાતુમાં રહેલો ભૂમિમાં સ્થાપન કરાયેલા શિરવાળો=ભૂમિ તરફ મસ્તક નમાવેલો, બોલે છે.
સાગરચંદ્ર, કામ, ચંદડિસ=ચંદ્રવાડિસ રાજા, સુદર્શન=સુદર્શન શેઠ, પત્નો=ધન્યકુમાર જેઓની પૌષધ પ્રતિમા જીવિતના ભોગે અખંડિત રખાઈ.” III
“ધના, સલાહણિજ્જા, સુલસા, આનંદ અને કામદેવ જેઓના ઢવ્રતપણાની ભગવાન મહાવીરે પ્રશંસા કરી છે.” રા.
પૌષધ વિધિએ લીધો, વિધિએ પાર્યો. વિધિ કરતાં જે કોઈ અવિધિ, ખંડન, વિરાધના મન-વચનકાયાથી થઈ હોય તેનું મિચ્છામિ દુક્કડમ્.
આ રીતે=જેમ પૌષધ પાળવાની અનુજ્ઞા વગેરે લીધી એ રીતે, સામાયિક પણ પારવાની અનુજ્ઞા વગેરે લે, ફક્ત પૌષધ પાળવાના સૂત્રના સ્થાને સામાયિક પારવાનું સૂત્ર બોલે તે બતાવે છે –
જ્યાં સુધી મનમાં સામાયિક વ્રત યુક્ત નિયમ સંયુક્ત હોય છે અને જેટલી વાર સામાયિક કરે છે તેટલીવાર અશુભકર્મનો છેદ કરે છે.” ૧
“છદ્મસ્થ, મૂઢમતવાળો જીવ કેટલું માત્ર સ્મરણ કરે? અર્થાત્ સામાયિક દરમ્યાન જે સ્કૂલના કરી છે તેમાંથી કેટલું માત્ર સ્મરણ કરે ? અને જે મને સ્મરણ થતું નથી તેનું મિચ્છામિ દુક્કડમ્.” રા
“સામાયિક-પૌષધમાં સુસ્થિત જીવનો જે કાળ જાય છે તે સફળ જાણવો. શેષ સંસારના ફલનો હેતુ છે.” ૩. ત્યારપછી સામાયિક વિધિએ લીધું ઈત્યાદિ બોલે છે.
એ રીતે દિવસ પૌષધ પણ અર્થાત્ પૂર્વમાં જે રીતે અહોરાત્ર પૌષધ કર્યો એ રીતે દિવસ પૌષધ પણ કરે છે. ફક્ત પૌષધ ઉચ્ચરાવતી વખતે “જાવ દિવસ પજુવાસામિ' એ પ્રમાણે કહે છે દેવસિઅ આદિ પ્રતિક્રમણ કરાયે છતે પારવું કલ્પ છે. ત્રિપૌષધ પણ આ રીતે છેઃદિવસ પૌષધની જેમ રાત્રિપૌષધ પણ આ રીતે છે. ફક્ત મધ્યાહન પછી યાવત્ દિવસના અંતર્મુહૂર્ત સૂર્યાસ્ત પહેલાં એક અંતર્મુહૂર્ત બાકી રહે ત્યાં સુધીમાં, પૌષધ ગ્રહણ કરે અને દિવસ શેષ રાત્રિની હું પર્થપાસના કરું છું એ પ્રમાણે બોલે રાત્રિનો પૌષધ ગ્રહણ કરતી વખતે બોલે અને પૌષધના પારણામાં સાધુનો સંભવ હોતે છતે નિયમા અતિથિસંવિભાગવ્રત સ્પર્શીને પારવું જોઈએ.
અને અહીં=પૌષધ ગ્રહણના વિષયમાં, પર્વચતુથ્વી એ પ્રમાણે તેમાં=ચાર પર્વમાં, આવશ્યકર્તવ્યત્વ ઉપદર્શન માટે કહેવાયું છે–ચાર પર્વમાં અવશ્ય પૌષધ કરવો જોઈએ એ પ્રમાણે બતાવવા માટે કહેવાયું છે; પરંતુ ચાર પર્વમાં જ પૌષધ કરવો જોઈએ, અન્ય દિવસોમાં નહીં એ નિયમ બતાવવા માટે નહિ; કેમ કે