________________
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯
૧૩૧ રાત્રિ દરમિયાન “કર્મને પરતંત્ર પોતે કઈ રીતે અશરણ છે અને ભગવાનનો ધર્મ એ જ શરણ છે.” ઇત્યાદિ ભાવન કરી પોતાના સમ્યગ્દર્શનને અત્યંત નિર્મળ કરવા યત્ન કરે છે. છતાં જે શ્રાવકોથી સૂવા સિવાય સામાયિકના પરિણામમાં દઢ યત્ન થઈ શકે તેમ નથી તેઓ યતનાપૂર્વક રાત્રે સૂએ છે અને ઊંઘમાં પણ ગાઢ ઊંઘ ન આવે એ અર્થે સ્થિર એક આસનમાં સૂએ છે. અને ચિત્ત નિરર્થક વિચારોમાં ન જાય તે પ્રકારે સુએ છે. કોઈ કારણે દેહને સ્થિર રાખી ન શકે તો પડખું ફેરવતી વખતે અત્યંત ઉપયોગપૂર્વક પ્રમાર્જન કરીને પડખું ફેરવે છે. આ રીતે જો પ્રયત્ન કરવામાં ન આવે તો સામાયિક અને પૌષધનો પરિણામ ઓઘથી રહે અર્થાત્ સામાયિક અને પૌષધ પ્રત્યે માત્ર અહોભાવવાળો પરિણામ રહે પરંતુ પૌષધના પરિણામમાં અત્યંત રાગ અને સમભાવમાં અત્યંત રાગપૂર્વક સામાયિક અને પૌષધને અનુકૂળ પરિણામ થાય નહીં તેથી શ્રાવકે સદા વિચારવું જોઈએ કે ધર્મની પુષ્ટિ કરે તેવી ક્રિયા તે પૌષધની ક્રિયા છે અને સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ સર્વભાવો પ્રત્યે સમાન ચિત્ત વર્તે તેવો સમભાવનો રાગ તે સામાયિકનો પરિણામ છે. માટે સતત સામાયિકના પરિણામનો રાગ રહે તે રીતે જ દિવસ દરમિયાન તો યત્ન કરવો જોઈએ પરંતુ સૂવાની ક્રિયામાં પણ સમભાવના રાગનો પરિણામ નાશ ન પામે તે રીતે યત્ન કરવો જોઈએ.
વળી, રાત્રે માતરું આદિ અર્થે ઊભા થવું પડે તો સંથારાને ભેગો કરીને “આવસ્મિઅ' કહીને પૂર્વમાં જોયેલી ભૂમિમાં માતરું કરે. તેથી એ ફલિત થાય કે સંથારાને પૂંજીને ભેગો કરવામાં ન આવે તો તે સંથારામાં કોઈ જીવ આવી જાય તેથી તેની હિંસા થવાની સંભાવના રહે તેથી ક્યાંય જતી વખતે ખુલ્લો સંથારો મૂકીને પૌષધવાળો શ્રાવક જાય નહિ. વળી, માતરું કર્યા પછી વોસિરાવીને તે ક્રિયા દરમિયાન કોઈ સૂક્ષ્મ પણ પ્રમાદ થયો હોય તેની શુદ્ધિ અર્થે ઇર્યાપ્રતિક્રમણ અને ગમણાગમણેનું આલોચન કરે છે. અને ત્યારપછી સ્વાધ્યાય કરે છે. શક્તિ હોય તો દીર્ઘકાળ સ્વાધ્યાય કરે અને ઊંઘ આવતી હોય તો જઘન્યથી ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરે અને નવકારના સ્મરણપૂર્વક એ રીતે સૂએ કે સૂતી વખતે પણ પંચપરમેષ્ઠિ પ્રત્યેના બહુમાનનો પરિણામ ચિત્તમાં સ્થિર રહે; કેમ કે જીવ માટે સર્વ કલ્યાણનું કારણ અરિહંત આદિ પંચપરમેષ્ઠિ પ્રત્યેનો વધતો જતો રાગનો પરિણામ જ છે. વળી, રાત્રિના છેલ્લા પહોરમાં ઊઠીને ઇરિયાવહિયા કરે ત્યારપછી કુસુમિણદુસુમિણનો કાઉસગ્ગ કરે, જેથી નિદ્રાના કાળમાં કોઈ પ્રમાદવશ કુસ્વપ્ન કે દુઃસ્વપ્ન આવ્યાં હોય તેની શુદ્ધિ થાય. ત્યારપછી ચૈત્યવંદન કરે જેથી ભગવાનના ગુણોથી ચિત્ત વાસિત થાય. અને આચાર્યાદિને વંદન કરે. સ્વાધ્યાય કરે.
ક્યાં સુધી સ્વાધ્યાય કરે ? તેથી કહે છે – પ્રતિક્રમણનો કાળ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. ત્યારપછી પ્રતિક્રમણ આદિ કરીને ફરી સ્વાધ્યાય કરે. તેથી જે શ્રાવકને સવારમાં પૌષધ પારવાનો પરિણામ નથી તે દીર્ધકાળ પૌષધમાં રહી સ્વાધ્યાય કરે અને પાછળથી મારે તો દોષ નથી. પરંતુ જેટલો સમય પૌષધમાં અધિક રહે તે ગુણકારી જે છે. તેથી બીજે દિવસે પ્રતિક્રમણ આદિ કરીને તરત જ પૌષધ પારવો જોઈએ તેવો નિયમ નથી. જ્યારે પૌષધ પારવાનો પરિણામ થાય તો ખમાસમણ આપીને કહે છે. “હે ભગવન્! મને ઇચ્છાપૂર્વક આદેશ આપો. હું મુહપત્તિનું પડિલેહણ કરું.” ત્યારે ગુરુ કહે, “પડિલેહણ કર” એ પ્રમાણે અનુજ્ઞા આપે છે. ત્યારપછી જયણાના પરિણામપૂર્વક શ્રાવક મુહપત્તિનું પડિલેહણ કરે છે. પછી ખમાસમણ આપીને કહે છે કે “ઇચ્છાપૂર્વક મને