________________
૧૨૯
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ ઉપયોગપૂર્વક ઇર્યાપ્રતિક્રમણ કરે અને સ્થડિલભૂમિથી પૌષધશાળામાં આવેલો હોય તેનું “ગમણાગમણેથી આલોચન કરે. કઈ રીતે આલોચન કરે ? તે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગાથામાં બતાવ્યું છે –
તેનાથી જણાય છે કે પૂર્વમાં આ રીતે ગમણાગમણે આલોચનની વિધિ હશે. કોઈ કારણે વર્તમાનમાં અન્ય પ્રકારે વિધિ પ્રવર્તે છે. અહીં ગ્રંથકારશ્રીએ બતાવેલ વિધિ અનુસાર શ્રાવક સરળ ભાષામાં બોલે છે કે હે ભગવન્! મને ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો. આ પ્રમાણે ભાવાચાર્ય પાસે ઇચ્છાપૂર્વક આજ્ઞા માંગીને કહે છે કે હું ગમણાગમણેનું આલોચન કરું છું. ત્યારે ભાવાચાર્ય તેમને આલોચનની અનુજ્ઞા આપે છે. તેના સ્વીકાર અર્થે ઇચ્છું' કહે છે. “ઇચ્છે” કહી આલોચન કરે છે કે વસતીમાંથી “આવસ્સિઅ’ એ પ્રમાણે બોલીને અપર એવી દક્ષિણ દિશામાં જઈને દિશાનું અવલોકન કરીને જેની આ ભૂમિ હોય તે મને અનુજ્ઞા આપો. એ પ્રમાણે કહીને સંડાસા અને સ્વડિલને પ્રમાર્જીને માતરું-સ્થડિલ કરવા માટે બેસતી વખતે દેહનું પ્રમાર્જન કરીને અને પરઠવતી વખતે ભૂમિનું પ્રમાર્જન કરીને ઉચ્ચાર અને પાસવણને વોસિરાવીને અને નિસીહ કરીને પૌષધશાળામાં પ્રવેશેલા મેં આવવા-જવાની પ્રવૃત્તિથી કંઈ ખંડિત કર્યું હોય અર્થાત્ સામાયિકના પરિણામમાં સ્કૂલના કરી હોય, જે વિરાધિત કર્યું હોય=જે કોઈ જીવોની વિરાધના કરી હોય તેનું મિચ્છામિ દુક્કડમ્. આનાથી માતરું આદિ માટે જવાની ક્રિયા દરમિયાન શું-શું પ્રવૃત્તિ કરી છે તેનું સ્મરણ કરીને તેની વિરાધનાની શુદ્ધિ ગમણાગમણના સૂત્રથી કરાતી હતી, તેનો અર્થ જણાય છે.
ત્યારપછી શ્રાવક સમભાવની વૃદ્ધિ થાય એ પ્રમાણે સ્વાધ્યાય કરે છે. એ સ્વાધ્યાય દિવસના છેલ્લા પહોર સુધી કરે છે અને ત્યારપછી ખમાસમણાપૂર્વક હું પડિલેહણ કરું એ પ્રમાણે આદેશ માંગીને અને બીજા ખમાસમણાથી પૌષધશાળા પ્રમાણું. એ પ્રમાણે કહીને-શ્રાવક મુહપત્તિ, કટાસણું અને ચરવળાનું પડિલેહણ કરે છે. વળી શ્રાવિકા મુહપત્તિ, કટાસણું, ચરવળાનું, સાડી, કંચુક અને ઉત્તરાસનનું પડિલેહણ કરે છે. આ પડિલેહણની ક્રિયામાં સ્કાયના પાલનનો પરિણામ ઉલ્લસિત થાય એ પ્રકારે ભાવિત ચિત્તપૂર્વક કરવાથી સામાયિકનો પરિણામ સ્થિર થાય છે. ત્યારપછી શ્રાવક સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરે છે અને પૌષધશાળાને પ્રમાર્જે છે. અને ખમાસમણપૂર્વક ઉપધિ મુહપત્તિનું પડિલેહણ કરે છે અને ખમાસમણાથી જાનુથી રહેલો=ઉભડક બેઠેલો, સક્ઝાય કરે છે. વંદન આપીને પચ્ચખાણ કરે છે. ત્યારપછી બે ખમાસમણાપૂર્વક વસ્ત્ર, કંબલ વગેરેનું પડિલેહણ કરે છે. ત્યારપછી સજઝાય કરે છે. આ સર્વ ક્રિયા અત્યંત ઉપયોગપૂર્વક કરવામાં આવે, ક્રિયા દરમ્યાન જીવરક્ષાનો અત્યંત યત્ન કરવામાં આવે, સામાયિકના પરિણામથી ભાવિત ચિત્તે કરવામાં આવે તો પૌષધનો અને સામાયિકનો પરિણામ સુરક્ષિત રહે છે. તેથી વિવેકી શ્રાવક અન્ય સર્વ વાતોનો પરિહાર કરીને, અન્ય સર્વ દિશામાં નિરીક્ષણનો પરિહાર કરી સ્થિર ચિત્તપૂર્વક અને જીવરક્ષાના અત્યંત પરિણામપૂર્વક વસ્ત્રાદિ પડિલેહણ કરે છે. વળી જેણે ઉપવાસ નથી કર્યો તેવો શ્રાવક સર્વ ઉપધિના અંતે પહિરણગ=ધોતિયાનું પડિલેહણ કરે. વળી, શ્રાવિકા સવારની જેમ સર્વ ઉપધિનું પડિલેહણ કરે. વળી, કાળવેળા થાય=સંધ્યાકાળ થાય, ત્યારે ખમાસમણાપૂર્વક સ્વાધ્યાયને અંતે વડીનીતિ-લઘુનીતિ માટેની બાર-બાર શુદ્ધભૂમિઓનું અવલોકન કરે. આ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે છતાં વર્તમાનમાં સંયોગ પ્રમાણે જે શક્ય હોય તે પ્રકારે માતરું આદિ પરઠવવાના સ્થાનને સાંજે