________________
૧૩૩
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ પ્રકારે ભાવન કરવાથી સમભાવના પરિણામ પ્રત્યેનો અને ધર્મની પુષ્ટિ કરે તેવા પૌષધના પરિણામ પ્રત્યેનો અત્યંતરાગ ઉલ્લસિત થાય છે. જેના સ્મરણને કારણે સંસારની પ્રવૃત્તિ કરતી વખતે પણ વારંવાર સામાયિક અને પૌષધનું સ્મરણ થાય છે.
ત્યારપછી કહે છે કે સામાયિક વિધિથી મેં લીધું છે. વિધિથી પાર્યું છે છતાં પ્રમાદવશ જે કોઈ અવિધિ દોષ થયો હોય, સામાયિકના પરિણામમાં ખંડન થયું હોય, અયતનાને કારણે કોઈ વિરાધના થઈ હોય તે સર્વનું હું મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. આ પ્રમાણે ઉપયોગપૂર્વક કરવાથી વિધિનો પક્ષપાત, સમ્યક્ રીતે સામાયિક સેવવાનો અધ્યવસાય, પકાયના પાલનનો પરિણામ સ્થિર-સ્થિરતર થાય છે. અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું તે અહોરાત્ર પૌષધની વિધિ હતી. તે રીતે કોઈ દિવસે પૌષધ ગ્રહણ કરે અને કોઈ શ્રાવકમાં દિવસે પૌષધ કરવાની શક્તિ ન હોય તો રાત્રે પૌષધ ગ્રહણ કરે. ફક્ત રાત્રે પૌષધ ગ્રહણ કરનાર શ્રાવક મધ્યાહ્ન પછી સૂર્યાસ્ત પહેલાં એક અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પૌષધ ગ્રહણ કરે તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ શ્રાવકને સવારના કોઈ ગૃહકાર્યને કારણે પૌષધ લેવો શક્ય ન જણાય તો મધ્યાહ્ન કાળમાં પૌષધ ગ્રહણ કરે અને મધ્યાહ્નકાળે પણ ગૃહકાર્યને કારણે પૌષધ ન લઈ શકે તો સૂર્યાસ્ત પૂર્વે એક અંતર્મુહૂર્ત પહેલાં અવશ્ય પૌષધ લે.
અહીં કોઈકને શંકા થાય કે ચાર પર્વમાં પૌષધ લેવાનું વચન મળે છે તેથી તે ચાર પર્વ સિવાય અન્ય પર્વમાં પૌષધ કરાય નહીં તે શંકાના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે “આવશ્યકચૂર્ણિ”માં કહ્યું છે કે સર્વકાળમાં અને સર્વ પર્વોમાં પ્રશસ્ત યોગ સેવવો જોઈએ. અને આઠમ-ચૌદશમાં નિયમથી પૌષધ કરવો જોઈએ. તેથી અર્થથી ફલિત થાય છે કે સર્વકાળમાં પૌષધ થઈ શકે.
વળી, “સૂત્રકૃતાંગ' વચનથી કોઈ શંકા કરે છે કે “સૂત્રકૃતાંગમાં ચૌદશ, આઠમ, પૂનમ અને અમાસ તે ચાર પર્વદિવસોમાં પૌષધ ગ્રહણ કરવાનાં વચનો છે તેથી શ્રાવક તે દિવસોમાં જ પૌષધ કરે, અન્ય દિવસોમાં નહીં. એ પ્રકારની શંકા ઉચિત નથી; કેમ કે “વિપાકસૂત્રમાં સુબાહુકુમારે અઢમ કરી ત્રણ દિવસનો પૌષધ કર્યો હતો, તેવા પ્રકારનું વચન છે. તેથી “સૂત્રકૃતાંગ'ના વચનાનુસાર ચાર પર્વોમાં અવશ્ય પૌષધ કરવો જોઈએ તેવો અર્થ ફલિત થાય. પરંતુ શેષ દિવસોમાં પૌષધનો નિષેધ સૂત્રકૃતાંગ'નું વચન કરતું નથી. . વળી, પૌષધ પ્રત્યે બદ્ધરાગ ઉલ્લસિત થાય તે અર્થે પૌષધના ફળનું વર્ણન ગ્રંથકારશ્રી કરે છે –
કોઈ વ્યક્તિ ભગવાન પ્રત્યેની ભક્તિથી સુવર્ણનું મંદિર બંધાવે તેના કરતાં પણ તપ-સંયમ અધિક છે. તે વચનથી પૌષધ અને સામાયિકનું ફળ દ્રવ્યસ્તવથી ઘણું અધિક છે તેમ ફલિત થાય છે. તેથી જે શ્રાવક ભગવાન પ્રત્યેના રાગથી ઉત્તમ દ્રવ્ય દ્વારા ભગવાનની ભક્તિ કરે છે તેના કરતાં જે શ્રાવક સામાયિકના પરિણામના રહસ્યને જાણનાર છે, પૌષધના પરમાર્થને જાણનાર છે - તે શ્રાવક પૌષધ અને સામાયિક દરમિયાન તે પ્રકારે ભાવોથી આત્માને વાસિત કરે છે, તે ઉત્તમ ભાવોથી નિર્જરા કરે છે માટે તપવાળા છે અને વિષયોથી ઇંદ્રિયોનો સંયમ કરીને સામાયિકના પરિણામને ધારણ કરનાર છે તેથી સંયમવાળા છે. તપ-સંયમ ભાવરૂવરૂપ છે અને ભગવાનની પૂજા દ્રવ્યસ્તવરૂપ છે. તેથી દ્રવ્યસ્તવના ફળ કરતાં સામાયિકનું