________________
૧૩૨
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ આજ્ઞા આપો. હું પૌષધ પારું ?” તે વખતે ગુરુ કહે છે ફરી પણ કરવું જોઈએ. તે સાંભળીને પૌષધ પ્રત્યેનો રાગભાવ વૃદ્ધિ પામે છે. આમ છતાં પોતાને તે પ્રકારની પૌષધ કરવાની ઘુતિ નહીં હોવાથી બીજા ખમાસમણાને આપીને શ્રાવક ફરી આદેશ માંગે છે કે “પૌષધ પાર્યો.” ગુરુ કહે છે. આ ચાર મૂકવો જોઈએ નહિ. જે સાંભળીને પૌષધ ફરી-ફરી સેવવાનો સંકલ્પ થાય છે. ત્યારપછી ઉભડક બેઠેલો નવકાર બોલીને જાનમાં રહેલો ભૂમિ ઉપર મસ્તક નમાવેલો પૌષધ પારવાનું સૂત્ર બોલે છે. તે પૌષધ પારવાના સૂત્રમાં સાગરચંદ્ર આદિ શ્રાવકોએ કઈ રીતે પૌષધ પ્રતિમા ધારણ કરી હતી તેનું સ્મરણ કરાય છે અને સાગરચંદ્ર આદિ શ્રાવકોએ રાત્રિ દરમિયાન પણ ધર્મજાગરિકા કરીને પ્રાણના ભોગે પૌષધની પ્રતિમાને વહન કરી છે. તેનું સ્મરણ થવાથી તે ઉત્તમ પુરુષની જેમ મારે પણ પૌષધ કરવાની શક્તિનો સંચય કરવો જોઈએ. તેવો અધ્યવસાય થાય છે. વળી, વીરભગવાને આ સર્વના દૃઢવ્રતની પ્રશંસા કરી છે તેવું સ્મરણ થવાથી પોતાને પણ દૃઢવ્રતધારી થવાનો અધ્યવસાય થાય છે. આ રીતે પૌષધ પારવાનું સૂત્ર બોલીને શ્રાવક પૌષધ પ્રત્યેના દઢરાગની વૃદ્ધિ કરે છે. ત્યારપછી પૌષધમાં થયેલી સ્કૂલનાની શુદ્ધિ અર્થે કહે છે કે મેં પૌષધ વિધિપૂર્વક લીધો છે. વિધિપૂર્વક પાળ્યો છે. છતાં વિધુિં કરતાં જે કોઈ અવિધિ, ખંડન કે વિરાધન મન-વચન-કાયાથી થયું હોય તેનું હું મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. આ પ્રમાણે બોલવાથી વિધિપૂર્વક પૌષધ કરવાનો રાગ દઢ થાય છે અને પારવાની ક્રિયામાં પણ અત્યંત વિધિપૂર્વક કરવાનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે. જેથી પૌષધ પારતી વખતે પારવાનો પરિણામ ન થાય પરંતુ ફરી ફરી પૌષધ લેવાનો ભાવ થાય તેવો અધ્યવસાય કરે છે. આમ છતાં પ્રમાદવશ કોઈ વિધિની ખામી થઈ હોય, સમભાવના પરિણામનું ખંડન થયું હોય અને અયતનાને કારણે કોઈ વિરાધના થઈ હોય તે સર્વનું મિચ્છામિ દુક્કડમ્ આપે છે. આ રીતે પૌષધ પાળ્યા પછી સામાયિક પણ પાળવા માટે શ્રાવક યત્ન કરે છે. ફક્ત પૌષધ પાળવાના સૂત્રના સ્થાને સામાયિક પારવાનું સૂત્ર બોલે છે અને તે સામાયિક સૂત્ર પૂર્વમાં કંઈક ભિન્ન સ્વરૂપે બોલાતું હતું તેનો અર્થ આ પ્રમાણે છે. શ્રાવક સામાયિક વ્રત યુક્ત હોય અને જ્યાં સુધી મન સામાયિકના નિયમનથી યુક્ત હોય ત્યાં સુધી શ્રાવક અશુભકર્મને છેદે છે. તેથી શ્રાવકને ઉપસ્થિત થાય છે કે સામાયિક વ્રત સ્વીકારવા માત્રથી કાર્ય થતું. નથી પરંતુ ચિત્ત સમભાવના પરિણામવાળું રહે તે પ્રમાણે યત્ન કરવાથી અશુભકર્મનો નાશ થાય છે. અને શક્તિ હોય તો જેટલો સમય સામાયિકમાં રહેવાય તેટલો સમય સામાયિકમાં રહેવાનો યત્ન કરવો જોઈએ. જેથી અશુભ કર્મ નાશ પામે. વળી, વિચારે છે કે છબસ્થજીવ મૂઢમનવાળો હોય છે. તેથી મૂઢતાને વશ બાહ્ય પદાર્થોમાં ફરનારો છે. તેથી સામાયિકમાં સ્કૂલનાઓ થાય તેમાંથી કેટલી માત્ર હું સ્મરણ કરી શકું અર્થાત્ મૂઢતાને કારણે સ્કૂલનાનું સ્મરણ દુષ્કર છે તોપણ સામાયિકના પરિણામ પ્રત્યે દઢરાગ કરવા અર્થે કહે છે કે સામાયિકના પરિણામમાં જે સ્કૂલનાઓ થઈ છે અને જેનું મને સ્મરણ થતું નથી તેનું હું મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. આ પ્રકારે દઢ પ્રણિધાનપૂર્વક બોલવાથી સુવિશુદ્ધ સામાયિકના પરિણામ પ્રત્યે દૃઢ રાગ ઉલ્લસિત થાય છે.
વળી, સામાયિક અને પૌષધ પ્રત્યેનો રાગ સ્થિર કરવા અર્થે બોલે છે કે સામાયિક અને પૌષધમાં સુસ્થિત જીવને જે કાલ પસાર થાય છે તે કાલ તે જીવ માટે સફળ જાણવો. શેષકાળ સંસારના ફલનો હેતુ છે. આ