________________
૧૩૦
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ અવલોકન કરે જેથી રાત્રે પરઠવતી વખતે વિરાધના થવાની સંભાવના ઓછી રહે; કેમ કે સાંજે જોવાથી જો તે સ્થાનમાં જીવ વગેરેનો ઉપદ્રવ હોય તો તે સ્થાનનો પરિહાર કરીને અન્ય સ્થાનમાં પરઠવવા અંગે ઉચિત વિચાર થઈ શકે તેથી પૌષધકાળમાં જયણાના પરિણામના રક્ષણ અર્થે પરઠવવાના સ્થાનનું અવશ્ય નિરીક્ષણ કરવું જોઈએ.
આ રીતે ભૂમિનું અવલોકન કર્યા પછી સાંજના પૌષધવાળો શ્રાવક પ્રતિક્રમણ કરે અને સાધુ હોય તો તેમની વિશ્રામણા કરે, ભક્તિ કરે અને ખમાસમણ આપી તેમની પાસે સ્વાધ્યાય કરે.
તેથી એ પ્રાપ્ત થાય કે સાંજના પણ રાત્રિના પ્રથમ પહોર સુધી સામાયિકના પરિણામને અનુકૂળ ઉત્તમ ભાવો થાય તે રીતે પૌષધમાં શ્રાવકે સ્વાધ્યાય કરવો જોઈએ. એક પ્રહર પૂરો થયા પછી ખમાસમણ દઈને સ્થાપનાચાર્ય પાસે આદેશ માંગે છે કે હે ભગવન્! ઇચ્છાપૂર્વક મને આજ્ઞા આપો. મારી પોરિસી સ્વાધ્યાયથી બહુ સારી પસાર થઈ છે. તેથી હવે રાત્રે સંથારામાં સ્થિર થાઉં. ત્યારપછી દેવને વંદન કરે જેથી પરમાત્માના ગુણોથી ચિત્ત અત્યંત વાસિત થાય. ત્યારપછી માતરું આદિની શંકા હોય તો તે કરીને સર્વ બાહ્ય ઉપધિનું અવલોકન કરીને સંથારા અને ઉત્તરપટ્ટાને પોતાના જાનુ ઉપર મૂકે અને ભૂમિને પૂંજીને સંથારો અને ઉત્તરપટ્ટો પાથરે. ત્યારપછી સંથારા ઉપર સ્વયં બેસે અને ડાબીબાજુથી સંથારાને ભેગો કરે જેથી પથરાયેલા સંથારા ઉપર કોઈ જીવ આદિની પ્રાપ્તિ ન થાય. પછી મુહપત્તિનું પડિલેહણ કરી સંથારાપોરિસી' ભણાવે. જેની વિધિ પૂર્વમાં જે પ્રમાણે હતી તે પ્રમાણે ગ્રંથકારશ્રી બતાવે છે –
તે વિધિ અનુસાર–ત્રણ વખત નિશીહિ કહીને ક્ષમાશ્રમણને નમસ્કાર કરે છે. જ્યેષ્ઠપુરુષો મને અનુજ્ઞા આપો એમ બોલીને સંથારા ઉપર બેસીને ત્રણ નવકાર અને ત્રણવાર સામાયિકસૂત્ર= કરેમિ ભંતે' સૂત્ર બોલે છે. અને પોતે કઈ રીતે સંથારા ઉપર સૂઈ જશે ? તેનું સ્મરણ કરીને પ્રતિજ્ઞા કરે છે કે જો કદાચ આ રાત્રિએ હું મૃત્યુ પામું તો આહાર-ઉપધિ-દેહ સર્વને હું વોસિરાવું છું.
આ પ્રમાણે બોલવાથી ઊંઘમાં મૃત્યુ થાય તો પણ આહારાદિ સર્વ પદાર્થો પ્રત્યે મમત્વના ત્યાગનો અધ્યવસાય કરેલો હોવાથી અને જો તે પરિણામ અત્યંત સ્થિર થયેલો હોય તો સદ્ગતિની પ્રાપ્તિ સુલભ થાય છે. વળી ત્રણ વખત સામાયિકસૂત્ર બોલીને સામાયિકનો પરિણામ દઢ કરેલો હોવાથી અને સંથારા ઉપર સૂવાની વિધિનું સૂત્ર ઉપયોગપૂર્વક બોલાયેલું હોય તો તેના સંસ્કારો અત્યંત સ્થિર થયેલા હોય છે. તેથી ઊંઘમાં પણ તે વિધિ અનુસાર યત્ન થાય છે. જેનાથી ષકાયના પાલનનો અધ્યવસાય અને પૌષધની મર્યાદા અનુસાર નિદ્રાકાળમાં પણ જાગૃતિ રહે છે. જોકે શ્રાવક પૌષધ દરમિયાન ધર્મના ઉપકરણ તરીકે દેહને ધારણ કરે છે. તોપણ વિશેષ પ્રકારના નિર્મમભાવ અર્થે મૃત્યુ વખતે જેમ સાધુ પોતાની સર્વ ઉપાધિ આદિને વોસિરાવે છે તેમ શ્રાવક પણ આ પ્રકારનો સંકલ્પ કરે છે કે કદાચ મારું મૃત્યુ થાય તો આ સર્વને હું વોસિરાવું છું. જેથી એ પ્રકારના સંસ્કારો સહિત ઉત્તમ ભાવિની પ્રાપ્તિ થવાની સંભાવના રહે છે. ત્યારપછી ચત્તારિ મંગલાદિ ભાવનાઓ કરીને નવકારને સ્મરણ કરતો ચરવળાથી શરીને પ્રમાર્જીને અને સંથારાનો ઉપરનો ભાગ પ્રમાર્જન કરીને સંથારો પહોળો કરે છે. પછી ડાબી બાજુએ બાહુનો તકીઓ કરી સૂએ છે. જોકે જે શ્રાવકોને નિદ્રાની જરૂર નથી તેઓ આખી રાત્રિ પણ ધર્મજાઝિકા કરતા હોય છે. તેથી