________________
૧૨૬
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ ત્યાર પછી પ્રતિક્રમણ કરીને જો સાધુનો સંભવ હોય તો વિશ્રામણા કરીને=સાધુની સેવા કરીને, ખમાસમણ આપીને સજઝાય કરે છે.
ક્યાં સુધી સ્વાધ્યાય કરે ? તેથી કહે છે –
જ્યાં સુધી પોરિસી ત્યાં સુધી=પહેલો પ્રહર પૂરો થાય=રાત્રિનો પહેલો પ્રહર પૂરો થાય ત્યાં સુધી, સ્વાધ્યાય કરે. ત્યારપછી ખમાસમણપૂર્વક કહે છે. “ઇચ્છાપૂર્વક હે ભગવન્! આદેશ આપો. પોરિસી બહુ સારી રીતે પસાર થઈ છે. રાત્રિના સંથારામાં હું સ્થિર થાઉં છું. ત્યારપછી દેવને વાંદીને શરીર ચિંતાને કરીને સર્વ બહારની ઉપધિને જોઈને જાતુની ઉપર સંથારા-ઉત્તરપટ્ટાને મૂકીને જ્યારે પાદભૂમિને પ્રમાર્જીને સૂવાનો સંથારો પાથરે છે ત્યારે ડાબી બાજુથી સંથારાને સંઘઠ્ઠન કરીને=ભેગો કરીને, મુહપત્તિને જોઈને ત્રણ વખત નિશીહિ કહીને ક્ષમાશ્રમણને નમસ્કાર કરું છું. અણજાણહ – જિટ્રિજ્જા એ પ્રમાણે બોલતો સંથારામાં બેસીને ત્રણ નવકાર અને ત્રણ વાર સામાયિક કહીને કરેમિ ભંતે' સૂત્ર ત્રણવાર બોલીને “ઘણા ગુણરત્નથી મંડિત શરીરવાળા પરમગુરુ મને અનુજ્ઞા આપો. શેની અનુજ્ઞા ? તેથી કહે છે – પોરિસી બહુ સારી રીતે પસાર થઈ છે. માટે રાત્રે સંથારા પર હું સ્થિર થાઉં છું તેની અનુજ્ઞા આપો.” III. “સંથારાની અનુજ્ઞા આપો. કઈ રીતે સૂવાની અનુજ્ઞા આપે ? તેથી કહે છે –
બાહુના ઉવહાણથી-ઓશિકાથી, વામ પાસાથી=ડાબા પડખાથી, કુક્કડિની જેમ પાદપ્રસારણવાળો અને અતરત હું રહી ન શકું તો, પ્રમાર્જના કરીને ભૂમિ ઉપર પગ મૂકીને સૂવાની અનુજ્ઞા આપો. રા.
કારણથી “પગનો સંકોચ કરવો પડે તો સંડાસાને પ્રાર્થના કરીને પગના સાંધાઓને પ્રમાર્જના કરીને, પગનો સંકોચ કરે અને પડખું ફેરવવું પડે તો કાપડિલેહણા કરે. માતરું આદિ જવું પડે તો દ્રવ્યાદિનો ઉપયોગ કરે. ત્યારપછી ઉદ્ઘાસનો રોધ કરે." iા (ઓઘનિર્યુક્તિ-૨૦૫-૨૦૬)
“આ રાત્રિના વિશે જો મારા દેહનો પ્રમાદ થાય=મારું મૃત્યુ થાય, તો આહાર, ઉપાધિ અને દેહ સર્વને ત્રિવિધથી વોસિરાવું છું.” iાજા
ચારિ મંગલ ઈત્યાદિ ભાવના ભાવીને તવકારનું સ્મરણ કરતો રજોહરણ (ચરવળો) આદિથી શરીરને અને સંથારાના ઉપરિભાગનું પ્રમાર્જન કરીને ડાબા પડખે હાથના ઓશીકાથી સૂએ. જો શરીરની ચિંતાનો અર્થ છે=પ્રયોજન છે, તો સંથારાને અવ્યભાગથી સંઘઠ્ઠન કરીને=ભેગો કરીને, આવસ્સિઅ કહીને, પૂર્વમાં જોયેલ સ્પંડિલમાં શુદ્ધભૂમિમાં, માતરુંને વોસિરાવીને ઇર્યા પ્રતિક્રમણ કરીને ગમણાગમણે આલોચન કરીને જઘન્યથી ત્રણ-ત્રણ ગાથાનો સ્વાધ્યાયને કરતો, નવકારને સ્મરણ કરતો તે જ પ્રમાણે સૂએ. છેલ્લા પહોરમાં=રાત્રિના છેલ્લા પહોરમાં, ઈર્યાનું પ્રતિક્રમણ કરીને કુસુમિણદુસુમિણનો કાઉસગ્ન કરીને અને ચૈત્યવંદન કરીને આચાર્યાદિને વંદન કરીને સજઝાય= સ્વાધ્યાય કરે છે. જ્યાં સુધી પ્રતિક્રમણની વેળા થાય. ત્યારપછી પૂર્વમાં પ્રતિક્રમણ આદિ યાવત્ માંડલીમાં