________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯
૧૧૯
ન કરે, ખાવાની ઇચ્છા ન કરે તેવા પ્રકારના સંવરભાવ અર્થે ઉપવાસનું પચ્ચખ્ખાણ કરે છે. જેના બળથી દિવસ દરમિયાન ખાવાનો પરિણામ થતો નથી તેમ પ્રસ્તુત કરેમિ ભંતે સૂત્રના બળથી કરાયેલી પ્રતિજ્ઞાના અવલંબનથી શ્રાવકને પ્રતિજ્ઞા કાલાવધિ સુધી સમભાવના પરિણામને છોડીને અન્ય પરિણામ સ્પર્શતો નથી. તેથી પૌષધકાળ સુધી સર્વ ભાવો પ્રત્યે સમભાવ વર્તે તે પ્રકારનો પ્રયત્ન થાય છે. આ રીતે સામાયિકની પ્રતિજ્ઞા કર્યા પછી બે ખમાસમણ દઈને બેસણે સંદિસાહુ’ અને ‘બેસણે ઠાઉં” એ પ્રકારે કહીને સામાયિકમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે. અને જો વર્ષાઋતુ હોય તો કાષ્ઠના આસન પર બેસે જેથી કોઈ સૂક્ષ્મજીવોની વિરાધના થાય નહીં અને શેષ ૮ માસમાં કટાસણા પર બેસીને બે ખમાસમણ આપે છે અને કહે છે કે “સક્ઝાય સંદિસાહ” અને “સઝાય કરું” જેના દ્વારા સામાયિકના પરિણામને અનુકૂળ સ્વાધ્યાયમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે. તેથી વિવેકી શ્રાવક પૌષધ દરમિયાન સમભાવના પરિણામની વૃદ્ધિનું કારણ બને તેવો ઉચિત સ્વાધ્યાય કરે છે.
ત્યારપછી શ્રાવક પૌષધની મર્યાદાનુસાર પ્રતિક્રમણ કરે છે અને પ્રતિક્રમણ કર્યા પછી બે ખમાસમણ દઈ બહુવેલ સંદિસાહુ” અને “બહુવેલ કરશું” એમ બે આદેશ માંગ છે. જે આદેશ દ્વારા ગુણવાન એવા ભાવાચાર્યને પરતંત્ર સર્વ મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવાનું દઢ પ્રણિધાન થાય છે; કેમ કે શ્વાસોચ્છવાસ આદિ ક્રિયા પણ ગુણવાનગુરુને પૂછ્યા વગર કરવાનો નિષેધ છે. તેથી બહુ વાર થતી એવી શ્વાસોચ્છુવાસ આદિ ક્રિયાનો પણ ભાવાચાર્ય પાસેથી આદેશ માંગીને તેઓને હું પરતંત્ર રહીશ એવો સંકલ્પ થાય છે. તેથી પૌષધકાળ સુધી ધર્મની પુષ્ટિ થાય તે પ્રકારે પૌષધની મર્યાદા સુધી રહેવાની ભાવાચાર્ય જે પ્રકારે અનુજ્ઞા આપે છે તે પ્રકારે દઢ યત્ન કરવાનો સંકલ્પ ઉલ્લસિત થાય છે. ત્યારપછી ખમાસમણપૂર્વક શ્રાવક પડિલેહણ કરવાનો આદેશ માંગે છે અને તે આદેશ માંગીને મુહપત્તિ, કટાસણું અને ચરવળાનું પડિલેહણ કરે છે. શ્રાવિકા પણ મુહપત્તિ, કટાસણું, ઉત્તરાસન, કંચુકી અને સાડીનું પડિલેહણ કરે છે. આ પ્રકારે પડિલેહણ કરવાથી જીવરક્ષાને અનુકૂળ દયાળુ ચિત્ત સ્થિર થાય છે. ત્યારપછી ખમાસમણ આપીને ઇચ્છકારી ભગવન્! પડિલેહણા પડિલેહડાવશોજી.' એ પ્રકારનો આદેશ માંગે છે. અને ત્યારપછી તે આદેશના સ્વીકાર અર્થે ઇચ્છે' કહીને સ્થાપનાચાર્યનું પડિલેહણ કરે છે. પછી સ્થાપનાચાર્યને સ્થાપીને ખમાસમણાપૂર્વક ઉપધિમુહપત્તિ પડિલેહુનો આદેશ માંગી મુહપત્તિનું પડિલેહણ કરે છે. ત્યારપછી ખમાસમણથી “ઉપાધિ સંદિસાહુ” અને “ઉપધિ પડિલેહું' એમ કહીને વસ્ત્ર-કંબલાદિનું પડિલેહણ કરે છે. ત્યારપછી પૌષધશાળાને યતનાથી પ્રમાર્જે છે અને પછી કાજાનું ગ્રહણ કરે છે અને પરઠવે છે. ત્યારપછી ઇર્યા પ્રતિક્રમણ કરે છે. ગમણાગમાણેનું આલોચન કરે છે. આ સર્વક્રિયામાં ષકાયના પાલનનો પરિણામ અત્યંત સ્થિર થાય છે. જેથી સમભાવની વૃદ્ધિ થાય છે. ત્યારપછી ખમાસમણાપૂર્વક માંડલીમાં બેઠેલા સાધુઓની જેમ સ્વાધ્યાય કરે છે.
શેનો સ્વાધ્યાય કરે ? તેથી કહે છે – નવા ગ્રંથો ભણે છે. પૂર્વમાં કરેલા સ્વાધ્યાયનું સ્મરણ કરે છે અથવા પુસ્તક વાંચે છે. જે પ્રવૃત્તિથી શ્રાવકને સમભાવના પરિણામથી વૃદ્ધિ થતી દેખાય તે પ્રકારનાં વાંચનાદિ કરે છે...