________________
૧૧૮
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ ધારણ કરે છે. તેમ પૌષધના પરિણામની વૃદ્ધિના ઉપકરણરૂપે શ્રાવક દેહને ધારણ કરે છે. તે સિવાયના અપૌષધવાળા આત્માનો પૌષધ કાલાવધિ સુધી ત્યાગ કરે છે.
આ રીતે પૌષધ ઉચરાવ્યા પછી સામાયિકની પ્રતિજ્ઞા ગ્રહણ કરવા અર્થે ખમાસમણાપૂર્વક શ્રાવક સામાયિક મુહપત્તિ પડિલેહણનો આદેશ માંગે છે. અને બે ખમાસમણથી “સામાયિક સંદિસાહુ' અને સામાયિક ઠાઉ' કહીને સામાયિકના પરિણામમાં=સમભાવના પરિણામમાં, સ્થિર થવા યત્ન કરે છે. ત્યારપછી “કરેમિ ભંતે' સૂત્ર દ્વારા સામાયિકની પ્રતિજ્ઞા કરે છે. તે પ્રતિજ્ઞામાં પણ શ્રાવક કહે છે કે “હે ભગવન્! હું સામાયિક કરું છું.' - આ પ્રકારની પ્રતિજ્ઞા દ્વારા સંકલ્પ કરી સામાયિકની કાલાવધિ સુધી સમભાવના ચિત્તનું નિર્માણ શ્રાવક કરે છે અને સામાયિકના પરિણામને વહન કરે છે.
વહન કરતાં સામાયિકના પરિણામને કઈ રીતે દઢ કરશે ? તેથી કહે છે – વહન કરતાં સામાયિકના પરિણામને દઢ કરવા અર્થે શ્રાવક કહે છે કે સાવદ્યયોગનું પચ્ચખાણ કરું છું અર્થાત્ મન-વચન-કાયાના યોગો સામાયિકના પરિણામને છોડીને અન્યત્ર બાહ્ય વિષયમાં ન જાય અને સામાયિકના પરિણામની વૃદ્ધિને અનુકૂળ વ્યાપારમાં પ્રવર્તે તે પ્રકારે સાવઘયોગનું હું પચ્ચખાણ કરું છું.
ક્યાં સુધી હું સામાયિકમાં રહેવાની પ્રતિજ્ઞા કરું છું. તેથી કહે છે જ્યાં સુધી હું પૌષધની પપાસના કરું છું=પૌષધવ્રતની પ્રતિજ્ઞા કરું છું ત્યાં સુધી, સામાયિકના પરિણામમાં રહેવાની પ્રતિજ્ઞા કરું છું. કઈ રીતે સામાયિકના પરિણામમાં રહીશ ? તેથી કહે છે – સાવઘયોગના પરિહારથી સામાયિકના પરિણામમાં રહીશ. કઈ રીતે સાવદ્યયોગનો પરિહાર કરીશ ? તેથી કહે છે – દ્વિવિધ-ત્રિવિધથી મન-વચન અને કાયાથી સાવઘયોગની પ્રવૃત્તિ હું કરીશ નહીં અને કરાવીશ નહિ. આ રીતે સાવદ્યયોગનું પચ્ચખાણ કરવાથી મન-વચન-કાયાના યોગો સાવદ્યની પ્રવૃત્તિથી નિવર્તન પામીને નિરવઘ એવા ગુણસ્થાનકની વૃદ્ધિમાં પ્રવર્તે છે. આ રીતે શ્રાવક દુવિહં-તિવિહંની પ્રતિજ્ઞા કરે છે.
આ પ્રકારની પ્રતિજ્ઞાને દૃઢ કરવા અર્થે શ્રાવકે પૂર્વમાં જે સાવઘપ્રવૃત્તિ કરી છે તેનાથી નિવર્તન પામવા અર્થે કહે છે –
હે ભગવન્! પૂર્વની સાવદ્યપ્રવૃત્તિનું હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ તે સાવદ્યપ્રવૃત્તિને અનુકૂળ જે પોતાના મન-વચન-કાયાના યોગો હતા તેનાથી હું અત્યંત પાછો ફરું છું અને પૂર્વમાં જે મેં સાવદ્યપ્રવૃત્તિ કરી છે તેની હું અત્યંત નિંદા અને ગહ કરું છું. જેથી તેવી સાવદ્ય પ્રવૃત્તિ પ્રત્યે જુગુપ્સાવાળું ચિત્ત બને છે. અને ત્યારપછી પ્રતિજ્ઞા કરે છે કે એવા સાવદ્યયોગની પ્રવૃત્તિવાળા આત્માને હું વોસિરાવું છું.
આ રીતે સામાયિકની પ્રતિજ્ઞા કરીને ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાના બળથી શ્રાવક પૌષધકાળની મર્યાદા સુધી સમભાવના પરિણામ માટે દઢ યત્ન કરશે તેવો શ્રુતનો સંકલ્પ કરીને પોતાના ચિત્તને સંવરભાવવાળું કરે છે. જેમ વિવેકસંપન્ન ગૃહસ્થ ઉપવાસનું પચ્ચખાણ કરીને ઉપવાસ કાલાવધિ સુધી ચિત્ત ખાવાના વિચારો