________________
૧૧૬
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ ત્યાર પછી ભણે છે, ગુણન કરે છે અથવા પુસ્તકને વાંચે છે જ્યાં સુધી પ્રથમ પોરસિ થાય, ત્યારપછી ખમાસમણપૂર્વક મુહપત્તિનું પ્રક્ષણ કરીને તે જ પ્રમાણે સજઝાયને કરે છે= સ્વાધ્યાય કરે છે, જ્યાં સુધી કાળવેળા થાય. જો દેવોને વંદન કરવાનાં હોય તો “આવસ્સિઅ' પૂર્વક ચૈત્યગૃહમાં દેવને વંદન કરે. જો પારવાનું હોય=પચ્ચકખાણ પારવાનું હોય, તો પચ્ચકખાણ પૂર્ણ થાય ત્યારે ખમાસમણપૂર્વક મુહપત્તિનું પડિલેહણ કરીને ખમાસમણું આપી બોલે છે. પોરિસી, પરિમુઢ અથવા ચાર આહાર કરાયો હોય=ચઉવિહાર ઉપવાસ કરાયો હોય, અથવા તિવિહાર કરાયો હોય=તિવિહાર ઉપવાસ કરાયો હોય, નીતિથી, આયંબિલથી, એકાસણાથી અથવા પાણહારથી પારું છું. જ્યાં સુધી કાળવેળા પૂર્ણ થાય પૂરી થાય. ત્યાર પછી=પચ્ચખાણ પાર્યા પછી દેવને વંદન કરીને સજઝાય કરીને પોતાના ઘરમાં જવા માટે જો સો હાથથી બહાર હોય તો ઈરિયાવહિયાનું પડિક્રમણ કરીને, આગમનનું આલોચન કરીનેeગમણાગમાણેનું આલોચન કરીને, યથાસંભવ અતિથિસંવિભાગવતને સ્પર્શીને નિશ્ચલ આસનમાં બેસીને હાથ-પગ-મુખને પડિલેહણ કરીને, નવકાર બોલીને અરક્તદ્વેષવાળો પ્રાસુક જમે છે. અથવા પૌષધશાલામાં પૂર્વ સંદિગ્ધ એવા તિજ સ્વજન વડે પૂર્વમાં કહેલા પોતાના સ્વજન વડે, લાવેલું ભોજન જમે છે. ભિક્ષા માટે જતો નથી. ભાવાર્થ
શ્રાવક પૌષધ કઈ રીતે ગ્રહણ કરે તેની વિધિ બતાવે છે. જે દિવસે શ્રાવક પૌષધ ગ્રહણ કરે છે તે દિવસે ઘરના વ્યાપારોનો ત્યાગ કરીને પૌષધશાળામાં જાય, ત્યાં પૌષધનાં સર્વ ઉપકરણોને ગ્રહણ કરે, પૌષધશાળામાં બેસીને પૌષધ કરે અને ત્યાં બેસીને ચાર પ્રકારના પૌષધની મર્યાદાનુસાર સર્વ પ્રવૃત્તિ કરે અથવા સાધુ સમીપે જાય.
ત્યાં રહીને પૌષધ ગ્રહણ કરતા પૂર્વે શું કરે ? તે બતાવે છે – સર્વ પ્રથમ શ્રાવક પોતાના દેહનું પડિલેહણ કરે; કેમ કે દેહનું પડિલેહણ કર્યા વગર પૌષધ ગ્રહણ કરવાનો પ્રારંભ કરે તો પોતાના દેહ ઉપર કોઈ સૂક્ષ્મજીવ હોય તો પૌષધગ્રહણના ક્રિયાકાળની પ્રવૃત્તિથી જ તેઓની હિંસા થાય. માટે તે પૌષધની ક્રિયા અત્યંત નિરવદ્ય આચારપૂર્વક થાય તે માટે શ્રાવક પૌષધની ક્રિયા કરતા પૂર્વે ઉચિત યતનાપૂર્વક દેહનું પડિલેહણ કરે છે, ત્યારપછી દિવસ દરમિયાન માતરું આદિ પરઠવવાનું સ્થાન જીવાકુલ નથી તે જોઈને અને જીવાકુલ હોય તો ઉચિત યતનાપૂર્વક તેનું પડિલેહણ કરે જેથી પૌષધ લીધા પછી તે સ્થાનમાં પરઠવવાને કારણે કોઈ જીવની વિરાધના થાય નહીં. ત્યારપછી ગુરુ સમીપે પૌષધ ગ્રહણ કરે અથવા નવકારપૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપીને પૌષધ ગ્રહણ કરે. જે શ્રાવક સૂત્ર-અર્થ ભણેલ છે તે સ્થાપનાચાર્યને સ્થાપે ત્યારે પંચિંદિયસૂત્રમાં અત્યંત ઉપયોગવાળો થઈને ભાવાચાર્યની સ્થાપના કરે ત્યારે ભાવાચાર્યના ગુણોથી વાસિત થયેલું ચિત્ત હોવાથી હું ભાવાચાર્યને પરતંત્ર થઈ પૌષધ ગ્રહણ કરું છું તેવી બુદ્ધિ થાય છે. ત્યારપછી ઇર્યા પ્રતિક્રમણ કરે, અર્થાત્ ઇર્યાપથના શોધન અર્થે ઇરિયાવહિયા સૂત્ર બોલે જેનાથી પૂર્વના સર્વ આરંભ પ્રત્યે જુગુપ્સા કરીને ત્રણ ગુપ્તિને અભિમુખ પરિણામવાળો થાય છે, કેમ