________________
૧૧૩
ધર્મસંગ્રહ ભાગ-૩દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ છે. પરંતુ જેઓ બે ઘડીનું સામાયિક ગ્રહણ કરે છે. તેઓ સામાયિકમાં આહાર ગ્રહણ કરે એવો અર્થ સ્વીકારી શકાય નહિ; કેમ કે બે ઘડીના સામાયિકમાં તો આહાર વાપરવાનું કોઈ પ્રયોજન નથી.
વળી, જે શ્રાવક ચાર પ્રકારના પૌષધ ગ્રહણ કરે અને આહારપૌષધ દેશથી ગ્રહણ કરે અને સાથે સામાયિકવ્રતનું ગ્રહણ કરે તે શ્રાવકને કરણ-કરાવણને આશ્રયીને મન-વચન-કાયાથી સાવદ્યનો અત્યંત પરિહાર કરવો આવશ્યક છે. તો જ સ્વીકારાયેલા પૌષધ અને સામાયિકની મર્યાદાનો નિર્વાહ થઈ શકે. તેથી પૌષધમાં આહાર અર્થે ઘરે જવાનો શ્રાવકને પ્રસંગ હોય ત્યારે પચ્ચખ્ખાણને ગુરૂસાક્ષીએ પારીને ઉપાશ્રયાદિ સ્થાનથી “આવસ્સિા ” કહી નીકળે. અને તેથી તેને સ્મૃતિમાં રહે કે સામાયિકના પરિણામને આવશ્યક એવું ભોજનનું કાર્ય કરવાનું છે; કેમ કે ભોજન વગર હું સામાયિકના પરિણામનો નિર્વાહ કરી શકું તેમ નથી. તેથી હું એ રીતે ભોજન કરું કે સામાયિકની ધુરાને સમ્યફ વહન કરી શકું એ પ્રકારના ઉપયોગથી ઉપાશ્રયથી નીકળે છે અને સમભાવના પરિણામના રક્ષણ અર્થે ગમનકાળમાં કોઈ જીવ મરે નહીં તેની યતના અર્થે ઈર્યાસમિતિના પાલનપૂર્વક ઘરે જાય છે અને ઘરે પહોંચ્છા પછી ગમનાદિમાં કોઈ સૂક્ષ્મ અલના થઈ હોય તેની શુદ્ધિ અર્થે અત્યંત ઉપયોગપૂર્વક ઈર્યાવહિયાનું પ્રતિક્રમણ કરે છે. જેથી અનાભોગથી થયેલી સ્કૂલનાની શુદ્ધિ થાય છે. ત્યારપછી ગમણાગમણેનું આલોચન કરે છે. ત્યારપછી ચૈત્યવંદન કરે છે જેથી ચૈત્યવંદનના બળથી પણ ભગવાનના ગુણોથી વાસિત થયેલું ચિત્ત આહારમાં સંશ્લેષ પામીને સમભાવના પરિણામનો નાશ ન થાય તેવું નિર્માણ થાય છે. વળી ચૈત્યવંદન કર્યા પછી પોતે જે પચ્ચખાણ સ્વીકાર્યું છે તેનું સ્મરણ કરે છે. તેથી હું પૌષધમાં છું, સામાયિકવ્રત વાળો છું, મેં દેશથી આહારપૌષધ ગ્રહણ કર્યો છે પરંતુ શરીરની શાતા અર્થે ગ્રહણ કર્યો નથી તે રીતે વિચારીને આહાર વાપરે છે જેથી આહારમાં ચિત્ત સંશ્લેષ ન પામે પરંતુ સામાયિકના-પરિણામની વૃદ્ધિ અર્થે આહાર કરું છું, આ પ્રકારના ઉપયોગથી આહારકાળમાં પણ સંવરભાવનો નાશ થતો નથી.
આ રીતે આહારપૌષધ દેશથી હોતે છતે પણ સામાયિકના પરિણામનો સંભવ છે. તેથી પૂર્વમાં બતાવેલ - વિધિ અનુસાર પૌષધ સહિતના સામાયિકમાં સાધુની જેમ ભોજન અનુમત છે, તેમ ફલિત થાય છે. ટીકા :
पोषधग्रहणपालनपारणविधिस्त्वयम् - 'इह जंमि दिणे सावओ पोसहं लेइ, तंमि दिणे घरवावारं वज्जिअ पोसहसालाए गहियपोसहजुग्गोवगरणो पोसहसालं साहुसमीवे वा गच्छइ, तओ अंगपडिलेहणं करिय, उच्चारपासवणे थंडिलं पडिलेहिय, गुरुसमीवे नवकारपुव्वं वा ठवणायरियं ठावइत्ता, इरियं पडिक्कमिय, खमासमणेण वंदिय, पोसहमुहपत्तिं पडिलेहइ, तओ खमासमणं दाउं उद्धट्ठिओ भणइ 'इच्छाकारेण संदिसह भगवन् ! पोसहं संदिसावेमि' बीयखमासमणेण पोसहं ठामि त्ति भणिय नमुक्कारपुव्वं पोसहमुच्चारेइ ।
'करेमि भंते! पोसहं आहारपोसहं सव्वओ देसओ वा, सरीरसक्कारपोसहं सव्वओ, बंभचेरपोसहं सव्वओ, अव्वावारपोसहं सव्वओ चउबिहे पोसह ठामि जाव अहोरत्तंपज्जुवासामि, दुविहं तिविहेणं,