________________
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૩૮
एतत्फलं चैवं-यथा हि केनचिन्मान्त्रिकेण सर्वाङ्गतं विषधरादिविषं निजमन्त्रप्रयोगेण दंश एवाऽऽनीयते, एवं धार्मिकेणाप्येतव्रतयोगेन बहुसावधव्यापारः संक्षिप्याधिकृतदेशमात्रे आनीयते, तत्संक्षेपे च कर्मणामपि संक्षेपस्ततश्च क्रमेण निःश्रेयसावाप्तिरिति ।।३८।। ટીકાર્ય :
‘વિત્રતે'.... નિઃશ્રેયસીવાપ્તિિિત | દિવ્રતમાં=પ્રથમ ગુણવ્રતમાં, ગૃહીત પરિમાણનું=જાવજીવ અથવા સંવત્સર અથવા ચાતુર્માસ સુધી દશદિશામાં યોજનશતાદિ અવધિક સંકલ્પિત ગમતાદિ હોવાથી એ પ્રકારનો અર્થ છેeગૃહીત પરિમાણનો અર્થ છે. તેનું ગૃહીત પરિમાણનું, જે સંક્ષેપણ= સંકોચન ગૃહ, શય્યા સ્થાનાદિથી અન્યત્ર (બીજે) વિષેધરૂપ સંકોચન, કેટલો કાળ નિષેધ ? એથી કહે છે. સ્વલ્પકાલ મુહૂર્ત, પ્રહર, દિવસ, અહોરાત્રિ આદિ સુધી જે નિષેધ તે દેશાવગાસિક નામનું વ્રત છે. જે કારણથી કહેવાયું છે –
“અહીં=શ્રાવકપણામાં, એક મુહૂર્ત, દિવસ, રાત્રિ, પાંચ દિવસ અથવા પક્ષ પખવાડિયું, જ્યાં સુધી કાલ પૂરો ન થાય ત્યાં સુધી દઢ વ્રત ધારણ કરે.” II૧ (સંબોધ પ્રકરણ શ્રા. ૧૨૦)
દેશાવકાસિક' શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – દેશમાં–દિગુવ્રતથી ગૃહીત પરિમાણના વિભાગમાં, અવકાશ=અવસ્થાન એ દેશ અવકાશ છે તે આમાં છે. “ગતોડને સ્વર' એ પ્રકારના સૂત્રથી “ફ' પ્રત્યય લાગ્યો તેનાથી દેશાવકાસિક શબ્દ બન્યો છે. જે કારણથી સૂત્ર છે –
"દિશાના વ્રતના ગૃહીત એવા શ્રાવકને દિશાપરિમાણનું પ્રતિદિન પરિમાણનું કરણ દેશાવગાસિક છે." (પ્રત્યાખ્યાન આવશ્યક સૂ. ૧૦, હારિભદ્રવૃત્તિ ૫. ૮૯૪).
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. દિગવ્રતના સંક્ષેપનું કરણ અણુવ્રતાદિના સંક્ષેપકરણનું ઉપલક્ષણ છે; કેમ કે આમના પણ અણુવ્રતાદિના પણ, સંક્ષેપનું અવશ્ય કર્તવ્યપણું છે અને પ્રતિવ્રત સંક્ષેપકરણનું ભિન્નવ્રતપણું હોતે છતે બાર વ્રતો છે એ સંખ્યાનો વિરોધ થાય એથી સર્વવ્રતના સંક્ષેપરૂપ આ વ્રત છે=દેશાવગાસિક વ્રત છે, એ પ્રમાણે વ્યવસ્થિત છે. આથી જ વર્તમાનમાં શ્રાવકો પ્રતિદિવસ આ વ્રતના સ્પર્શન માટે, પૂર્વમાં સાતમાં વ્રતમાં જે થાવજીવ ગૃહીત ચૌદ નિયમો છે તેને સવારમાં સંક્ષેપ કરીને ગ્રહણ કરે છે, અને સાંજના સંકોચ કરે છે અને પ્રત્યાખ્યાનના અંતમાં પચ્ચખાણના અંતે, “સાવિ સિઝં પઘવામિ' ઈત્યાદિ દ્વારા ગુરુ સમક્ષ તે વ્રતને સ્વીકારે છે. અને કહેવાયું છે –
વળી, દેશાવગાસિક દિશિ પરિમાણનો નિત્ય સંક્ષેપ છે. અથવા સર્વ વ્રતોનો પ્રતિદિવસ જે સંક્ષેપ છે. (તે દેશાવગાસિક છે.)” ૧ (સંબોધ પ્રકરણ શ્રા. ૧૨૨)
અને સૂવાના અવસરે વિશેષથી સર્વવ્રતના સંક્ષેપરૂપ આ=દેશાવગાસિક વ્રત, ગ્રંથિ સહિત આદિ