________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭-૩૮
૯૧
સામાયિકના પરિણામનો જ આગ્રહ રાખીને ઘરેથી સામાયિક ગ્રહણ કરીને ઉપાશ્રયે જવું ઉચિત નથી પરંતુ જે રીતે અધિક લાભ થાય તે રીતે ઋદ્ધિમાન પુરુષે સામાયિક કરવું જોઈએ, જેથી શાસનની પ્રભાવના થાય. યોગ્યજીવોને ધર્મ પ્રત્યે સદ્ભાવ થાય.
વળી, જે મહાત્માઓ સમભાવના પરિણામને ઉલ્લસિત કરી સામાયિક કરે છે તેનું ફળ ઘણી નિર્જરા છે; કેમ કે અસમભાવથી જ કર્મ બંધાય છે. તે કર્મો સમભાવના પરિણામથી ઘણાં નાશ પામે છે. વળી સામાયિક દરમ્યાન જેમ સમભાવનો પરિણામ વર્તે છે તેમ સમભાવ પ્રત્યે રાગ પણ વર્તે છે. તેથી સામાયિકના પરિણામથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જે દાનના પરિણામથી બંધાતા પુણ્ય કરતાં પણ ઘણું અતિશયવાળું પુણ્ય છે. અને જે શ્રાવક સમભાવની ધુરાને વહન કરીને બે ઘડી સામાયિક કરે છે તે શ્રાવક સામાયિક દરમ્યાન દેવલોક સંબંધી દીર્ઘ આયુષ્યનો બંધ કરે છે. તેથી સામાયિકનું ફળ ઘણી નિર્જરા અને સુગતિરૂપ દેવલોકની પ્રાપ્તિ છે. વળી, જે જીવો ક્રોડો જન્મ સુધી તીવ્ર તપ કરે છે તોપણ તે તપના કષ્ટથી એટલાં કર્મો ખપાવતા નથી જે સમભાવના ચિત્તવાળો શ્રાવક ક્ષણમાત્રમાં ખપાવે છે. વળી જે જીવો મોક્ષમાં ગયા છે અને જાય છે અને જે જવાના છે અને જે જશે તે સર્વે જીવો સામાયિકના પરિણામથી જ મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે મોક્ષપ્રાપ્તિનો ઉપાય કે મોક્ષપ્રાપ્તિને અનુકૂળ નિર્જરાની પ્રાપ્તિનો ઉપાય સામાયિકના પરિણામ સિવાય અન્ય કોઈ વસ્તુ નથી. એથી માર્ગાનુસારી પ્રજ્ઞાથી શ્રાવકે સામાયિકના પરિણામને જાણીને સામાયિકનો પરિણામ ઉલ્લસિત થાય તે પ્રમાણે સામાયિક નામના શિક્ષાવ્રતમાં યત્ન કરવો જોઈએ. માત્ર ક્રિયાત્મક સામાયિક કરીને સંતોષ માનવો જોઈએ નહિ. ll૩૭ના અવતરણિકા -
इत्युक्तं सामायिकाख्यं प्रथमं शिक्षापदव्रतम्, अथ द्वितीयं तदाह - અવતરણિકાર્ચ -
આ પ્રમાણે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, સામાયિક નામનું પ્રથમ શિક્ષાપદવત કહેવાયું. હવે બીજા એવા તેને=શિક્ષાપદવ્રતને, કહે છે – શ્લોક :
संक्षेपणं गृहीतस्य, परिमाणस्य दिग्वते ।
यत्स्वल्पकालं तद् ज्ञेयं, व्रतं देशावकाशिकम् ।।३८।। અન્વયા :
વિ=દિવ્રતના વિષયમાં, ગુદીરસ્ય પરિમાઈસ્થિગૃહીત પરિમાણનું સ્વિત્થાનં સંક્ષેપf=જે સ્વલ્પકાલ સંક્ષેપણ, તને, ફેશવલાશિવમ્ વ્રત રેવં દેશાવગાસિક વ્રત જાણવું. m૩૮