________________
૯૦.
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ ગુરુ પ્રત્યે ભક્તિનો અતિશય કરવા અર્થે બે વખત આમંત્રણનો પ્રયોગ છે. તેથી દોષ નથી. અથવા પોતે સામાયિક ગ્રહણ કર્યું છે તેનું નિવેદન કરવા અર્થે ફરી ગુરુને સંબોધન કરે છે. તેથી પોતે જે સામાયિક ગ્રહણ કર્યું છે, તે ક્રિયાનું પ્રતિક્રમણ અર્પણ થાય છે. જેમ રાજાની આજ્ઞા ગ્રહણ કરીને કોઈ કૃત્ય પૂરું કરે પછી ફરી રાજાને નિવેદન કરે કે મેં આ કાર્ય એ પ્રમાણે કરેલું છે. એમ પ્રસ્તુતમાં પ્રથમ ગુરુને સંબોધીને હું સામાયિક કરું છું એ પ્રમાણે પ્રતિજ્ઞા કરે અને તે પ્રતિજ્ઞા “ન કરેમિ ન કારવેમિ' સુધી પૂર્ણ થઈ તેનું નિવેદન કરવા અર્થે ફરી ગુરુને સંબોધન કરે છે અને ગુરુને કહે છે કે તેવા ભૂતકાળના અસામાયિકવાળા મારા આત્માનો હું ત્યાગ કરું છું.
વળી, હું સામાયિંક કરું છું એ કથન દ્વારા વર્તમાનના સાવદ્યયોગનો પરિહાર થાય છે; કેમ કે હું સામાયિક કરું છું એમ કહીને ઉપયોગપૂર્વક બોલનાર શ્રાવક સમભાવના પરિણામને ઉલ્લસિત કરે છે. તેથી વર્તમાનમાં સાવદ્યયોગનો પરિહાર થાય છે.
વળી, “સાવજ્જ જોગ પચ્ચક્ખામિથી માંડીને “ન કરેમિ ન કારવેમિ' બોલવા દ્વારા ભવિષ્યકાળમાં સામાયિક કાળની અવધિ સુધી સાવદ્યયોગના પરિવારની પ્રતિજ્ઞા થાય છે. તેથી અનાગતનું પચ્ચખાણ પ્રાપ્ત થાય છે અને “તસ્મ ભંતે “પડિક્કમામિ' ઇત્યાદિ કથન દ્વારા ભૂતકાળના સાવદ્ય આરંભ પ્રત્યે જુગુપ્સા કરીને ભૂતકાળના સાવદ્યયોગવાળા આત્માને વોસિરાવવામાં આવે છે. એથી સામાયિક વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણ કાળના વિષયવાળું બને છે.
વળી, આ સામાયિક “જાવ નિયમ પક્વાસામિ'થી જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળું છે અને પોતાની સ્થિરતા વધુ જણાય તો એક અંતર્મુહૂર્ત પછી પણ શક્તિ હોય તો સામાયિકમાં જ રહેવું જોઈએ. પરંતુ સામાયિકની કાળ અવધિ પૂરી થાય કે તરત જ સામાયિક પારવી જોઈએ તેવો નિયમ નથી.
વળી, ઘરેથી સામાયિક ગ્રહણ કરીને શ્રાવક અત્યંત યતનાપૂર્વક ઉપાશ્રયે આવેલ હોવા છતાં સૂક્ષ્મ અયતનાને કારણે કોઈ દોષ લાગ્યો હોય તેની શુદ્ધિ અર્થે સાધુ પાસે જઈને ઇર્યાપથિકનું પ્રતિક્રમણ કરે છે. પછી “ગમણાગમણે'નું આલોચન કરે છે. ત્યારપછી ક્રમ અનુસાર સાધુઓને વંદન કરે છે. ત્યારપછી જે ગુરુ પાસે સ્વાધ્યાય કરવાનો હોય તેમને ફરી વંદન કરીને પ્રત્યુપેક્ષણાપૂર્વક આસનમાં બેસે છે અને ધર્મોપદેશ સાંભળે છે કે સૂત્રો ભણે છે કે તત્ત્વ વિષયક પૃચ્છા કરે છે.
વળી, જિનભવને સામાયિક ગ્રહણ કરવું હોય તોપણ ઘરેથી વિધિપૂર્વક સામાયિક ગ્રહણ કરીને યતનાપૂર્વક ચૈત્યમાં જાય છે અને ત્યાં ગયા પછી ઇરિયાવહિયા અને ગમનાગમનનું આલોચન કરીને ઉચિતવિધિથી ભગવાનની ભક્તિ કરે છે.
વળી, પૌષધશાળામાં કે ઘરે સામાયિક કરે તો ક્યાંય ગમન નથી. પરંતુ ત્યાં રહીને ઉચિત સ્વાધ્યાય આદિથી સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે.
વળી, ઋદ્ધિમાન રાજા વગેરે સામાયિક કરે તો વૈભવપૂર્વક ઉપાશ્રય જાય જેથી શાસનની પ્રભાવના થાય. પરંતુ ઘરેથી સામાયિક ગ્રહણ કરીને ઉપાશ્રયે જવું રાજા માટે ઉચિત નથી. તેથી રાજાને માત્ર