________________
૧૦૯
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ અનુસાર ચાર પૌષધમાંથી “દેશ” અને “સર્વના બે વિકલ્પોમાંથી જે સંભવિત હોય તેને ગ્રહણ કરીને નિરારંભ જીવન જીવવાને અનુકૂળ શક્તિનો સંચય થાય તેવો યત્ન કરે છે.
વળી, “પૌષધ' શબ્દનો અર્થ રૂઢિથી ચાર પર્વ ગ્રહણ કરવામાં આવેલ છે; કેમ કે ચાર પર્વ ધર્મના ઉપચયના હેતુ છે તેથી પર્વને જ “પૌષધ' કહેવાય છે અને ચાર પર્વોમાં શ્રાવક ગુણોની સાથે વાત કરવા માટે જે યત્ન કરે છે તે પૌષધોપવાસ વ્રત છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્મની જે પુષ્ટિ કરે તે પૌષધ' કહેવાય અને ધર્મની પુષ્ટિ કરનાર પર્વદિવસો છે. તેથી પર્વદિવસો એ જ પૌષધ છે અને પર્વ દિવસોમાં શ્રાવક શક્તિ અનુસાર ચાર પૌષધમાંથી ઉચિત પૌષધને ગ્રહણ કરીને ગુણવૃદ્ધિને અનુકૂળ યત્ન કરે તો સર્વવિરતિને અનુકૂળ કંઈક-કંઈક શક્તિનો સંચય થાય છે. વળી પૌષધ ચાર પ્રકારના છે. ૧. આહારપૌષધ, ૨. શરીરસત્કારપૌષધ, ૩. બ્રહ્મચર્યપૌષધ, ૪. અવ્યાપારપૌષધ.
આહારના ત્યાગ દ્વારા સમભાવને અનુકૂળ શ્રાવક જે ઉદ્યમ કરે છે તે “આહારપૌષધ' છે. શરીરના સત્કારનો ત્યાગપૂર્વક સમભાવને અનુકૂળ શ્રાવક જે ઉદ્યમ કરે છે તે “શરીરસત્કાર પૌષધ' છે. બ્રહ્મચર્યના પાલન દ્વારા શ્રાવક સમભાવને અનુકૂળ જે યત્ન કરે છે તે “બ્રહ્મચર્યપૌષધ' છે. અને જીવનમાં આરંભસમારંભનો ત્યાગ કરીને સંપૂર્ણ નિરવ જીવન જીવવાને અનુકૂળ શ્રાવક જે યત્ન કરે છે તે અવ્યાપાર પૌષધ છે.
સામાન્યથી મોક્ષના અર્થી જીવોએ ત્રણ ગુપ્તિમાં રહેવા માટે દઢ વ્યાપાર કરવો ઉચિત છે. અને તે દૃઢ વ્યાપાર તે જ “અવ્યાપાર પૌષધ' છે. અને તેના અંગભૂત આહારપૌષધ આદિ ત્રણ પૌષધ છે. છતાં સંપૂર્ણ નિરારંભ જીવન જીવવાની શક્તિ જેનામાં નથી તેવો શ્રાવક સર્વ પૌષધને ગ્રહણ કરે તો દેહની વ્યાકુળતાને કારણે, સુધાદિની વ્યાકુળતાને કારણે ગુણવૃદ્ધિમાં ઉદ્યમ કરી શકે નહીં. તેવા શ્રાવકને સામે રાખીને પૌષધના દેશ અને સર્વને આશ્રયીને ૮૦ ભાંગા પાડવામાં આવ્યા છે. તેથી જે શ્રાવકને સર્વવિરતિ પ્રત્યે અત્યંત બહુમાન ભાવ છે, સર્વવિરતિના સ્વરૂપને વારંવાર પ્રીતિપૂર્વક ભાવન કરે છે અને પોતાનામાં સર્વવિરતિના પરિણામની પ્રાપ્તિ માટેની શક્તિનો સંચય થાય તેના અર્થે ચારે પ્રકારના પૌષધમાં અભિલાષવાળો પણ પોતાની શક્તિ પ્રમાણે ચારમાંથી યથાઉચિત એક-બે પૌષધ પણ કરે છે. અને એક પૌષધ પણ સર્વથી ન કરી શકે તો દેશથી પૌષધ કરે. જેથી તે પૌષધ દરમ્યાન પોતાની તે-તે સંજ્ઞાઓનું તિરોધાન થાય તે રીતે યત્ન કરીને ગુણની વૃદ્ધિ કરી શકે. જેમ કોઈ શ્રાવકની વારંવાર આહાર કરવાની અતિશય પ્રકૃતિ હોય તેવો પણ શ્રાવક પર્વદિવસે પોતાના ચિત્તનો વ્યાઘાત ન થાય તે રીતે એકાસણું-બિયાસણું આદિ કરીને પોતાની આહાર સંજ્ઞા શાંત થાય એ રીતે અને વારંવાર સર્વવિરતિનું સ્મરણ થાય તે રીતે ઉચિત યત્ન કરે તો અવશ્ય તે પ્રકારના યત્નથી સર્વવિરતિ પ્રત્યે રાગ વધે છે. તેને અનુકૂળ શક્તિ સંચય કરવાના આશયથી કરાયેલા આહારત્યાગનો યત્ન પણ ફળથી સર્વવિરતિનું કારણ બને છે.
સંક્ષેપથી એ ફલિત થાય કે જે શ્રાવકમાં સંપૂર્ણ ચારે પ્રકારના પૌષધ કરીને પરિણામની વિશુદ્ધિ કરવાની શક્તિ છે તેવો શ્રાવક ચાર પ્રકારના પૌષધો કરે તે ઉચિત છે. પરંતુ જે શ્રાવકમાં તેવી શક્તિ નથી છતાં