________________
૧૦૧
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯
અથવાથી પોષધોપવાસની અન્ય પ્રકારે વ્યુત્પત્તિ કરે છે – પોષધ અષ્ટમી આદિ પર્વ દિવસ છે. ‘૩પ' ઉપસર્ગ એ “સદ' અર્થમાં છે. ઉપાવૃતદોષવાળા છતાર પોતાનામાં વિદ્યમાન દોષોને સંકોચ કરીને પ્રવર્તતા છતા પુરુષનો, આહારના પરિહાર આદિ રૂપ ગુણોની સાથે વાસ ઉપવાસ છે. જે પ્રમાણે કહેવાયું છે –
દોષોથી ઉપાવૃત એવા જીવનોત્રદોષોથી સંવૃત્ત એવા જીવનો, ગુણોની સાથે સમ્યફવાસ તે ઉપવાસ જાણવો. શરીરનું વિશોષણ નહિ=શરીરની શોષણની ક્રિયા નહિ.” (ધર્મબિંદુ ૩/૧૮ ટીકા)
રૂતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તેથી પૌષધોમાં=પર્વદિવસોમાં, ઉપવાસ તે પૌષધોપવાસ છે; કેમ કે “આવશ્યકવૃતિ"માં આ પ્રમાણે વ્યાખ્યાતપણું છે. તે આ પ્રમાણે –
અહીં= પૌષધોપવાસ' શબ્દમાં, પૌષધ' શબ્દ રૂઢિથી પર્વોમાં વર્તે છે. અને પર્વો અષ્ટમી આદિ તિથિઓ છે. પૂરણ કરનાર હોવાથી પર્વ છે=ધર્મઉપચયનું હેતુપણું હોવાથી પર્વ છે. એ પ્રકારનો અર્થ છે. પૌષધોમાં ઉપવસન=પર્વદિવસોમાં ગુણોની સાથે ઉપવાસન, પૌષધોપવાસ છે અને આ નિયમવિશેષનું અભિધાન છે–પૌષધોપવાસ એ આત્માને નિયમ વિશેષમાં સ્થાપન કરવાની ક્રિયાના કથનરૂપ છે.” (આવશ્યક હારિભદ્રી વૃત્તિ-૫, ૮૩૫)
અને આ વ્યુત્પત્તિ જ છે. વળી, આ શબ્દની પ્રવૃત્તિ-પૌષધોપવાસ શબ્દની પ્રવૃત્તિ, આહારાદિ ચતુષ્ક વર્જનમાં છે=આહારાદિ ચારના વર્જનમાં છે; કેમ કે સમાવાયાંગવૃત્તિમાં શ્રી અભયદેવસૂરિ વડે આ પ્રમાણે વ્યાખ્યાતપણું છે. પૌષધ ૧. આહાર ૨. શરીરસત્કાર ૩. બ્રહ્મચર્ય ૪. અવ્યાપાર ભેદથી ૪ પ્રકારનો છે. એક-એક પણ દેશ અને સર્વના ભેદથી બે પ્રકારનો છે એથી આઠ પ્રકારનો છે–ચાર પ્રકારના પૌષધો ૮ પ્રકારના છે.
ત્યાં=૪ પ્રકારના પૌષધમાં, ૧. આહાર પૌષધઃ દેશથી વિવક્ષિત વિકૃતિનું એક વખત ભોજન કે બે વખત ભોજન અથવા અવિકૃતિનું એક વખત ભોજન કે બે વખત ભોજન અથવા આયંબિલનું એક વખત ભોજન કે બે વખત ભોજન. એ દેશથી આહારપૌષધ છે. વળી, સર્વથી આહારપૌષધ ચાર પ્રકારના આહારનું પણ અહોરાત્ર સુધી પ્રત્યાખ્યાન છે.
૨. શરીરસત્કાર પૌષધ : દેશથી શરીરસત્કારના એકતરનું અકરણ છે દિવસમાં જે અનેક વખત શરીર-સત્કાર કરતો હોય તેનાથી એકતરનું અકરણ છે. વળી સર્વથી સર્વ પણ તેનું અકરણ છે=દિવસ દરમ્યાન શરીરસત્કારનું સંપૂર્ણ અકરણ છે.
૩. બ્રહ્મચર્ય પૌષધઃ બ્રહ્મચર્યપૌષધ પણ દેશથી દિવસમાં અથવા રાત્રિમાં અથવા એક વખત જ અથવા બે વખત સ્ત્રીના સેવનને છોડીને બ્રહ્મચર્યનું સેવન છે. વળી સર્વથી અહોરાત્રિ સુધી બ્રહ્મચર્યનું પાલન છે.