________________
૬૯
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬ થનારું આર્ત છે–પોતાને પીડા થતી હોય કે બીજાને પીડા કરે તે વખતે વિહ્વળતાનો જે પરિણામ તે “આર્તધ્યાન છે. રૌદ્રધ્યાનની વ્યુત્પત્તિ બતાવે છે –.
બીજાઓને રડાવે તે રુદ્ર. જે બીજાના દુઃખનો હેતુ છે. તેનાથી કરાયેલું રૌદ્રધ્યાન છે અથવા તે કૃત્ય ‘રૌદ્રધ્યાન છે.
. આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું પરિમાણ અંતર્મુહૂર્તનું છે. અર્થાત્ શ્રાવકને કોઈક નિમિત્તે આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય તો તરત સાવચેત થઈ તેનું વારણ કરે તો તે આર્તધ્યાન કે રૌદ્રધ્યાન અંતર્મુહૂર્તમાં નિવર્તન પામે છે. તે પ્રકારનું વારણ ન કરે તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો પ્રવાહ ચાલે. તેથી અનર્થદંડના પરિહારના અર્થી શ્રાવકે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિવાર માટે સદા યત્ન કરવો જોઈએ.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને કહેનારાં વચનો યોગશાસ્ત્રમાં આ પ્રમાણે છે – શત્રુનો ઘાત, કોઈ નગર પ્રત્યે દ્વેષ હોય તો તેનો ઘાત, અગ્નિનું પ્રગટીકરણ અથવા “હું નરેન્દ્ર થાઉં, હું આકાશમાં ઊડનારો થાઉં” ઇત્યાદિ ચિંતન તે અપધ્યાનરૂપ છે. શ્રાવકે મુહૂર્તની અંદર તેનો ત્યાગ કરવો જોઈએ અર્થાતુ તત્કાલ તેનો ત્યાગ કરવો જોઈએ. ૨. પાપકર્મનો ઉપદેશ -
જે કૃત્યો જીવને નરકાદિમાં નાખે તે પાપકર્મ કહેવાય. તે પાપકર્મ ખેતી આદિની ક્રિયા છે; કેમ કે ખેતી આદિની ક્રિયામાં ઘણા ત્રસ જીવોનો સંહાર થાય છે. તેનો ઉપદેશ પાપકર્મનો ઉપદેશ છે. કઈ રીતે ખેતી આદિ પાપકર્મનો ઉપદેશ આપવાનો પ્રસંગ-શ્રાવકને પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
જો કોઈ શ્રાવક પાપકર્મના ઉપદેશના નિવારણરૂપ અનર્થદંડના પરિણામથી ભાવિત ન હોય તો કોઈને કહે કે ક્ષેત્રને ખેડ; કેમ કે ખેતીનો સમય થઈ ગયો હોય છતાં તે વ્યક્તિ અવિચારક રીતે ખેતીમાં યત્ન ન કરતો હોય અને તેનો તે પ્રકારનો પ્રસાદ જોઈને અવિચારક શ્રાવકને વિચાર આવે કે આ રીતે આ બેસી રહેશે તો ખેતીથી થનારા લાભો આને મળશે નહીં તેથી અવિચારક રીતે તેની લાગણીથી પ્રેરાઈને કહે કે ખેતી કર. અથવા કોઈ બળદને યથાર્થ દમન કરતો ન હોય તો કહે કે બળદને યથાર્થ દમન કર જેથી ખેતીનું કાર્ય સારું થાય અથવા ઘોડાને નપુંસક કર તેમ કહે અર્થાત્ ઘોડો અતિ ઉન્મત્ત હોય અને કાબૂમાં ન રહેતો હોય તો તેને કાબૂમાં રાખવા માટે કહે કે ઘોડાને નપુંસક કર. અથવા કહે કે શત્રુનો નાશ કર. અથવા કહે કે યંત્રને ચાલુ કર અથવા કહે કે શસ્ત્રને સજ્જ કર. આ સર્વ પાપોપદેશ છે.
આ પ્રકારનો પાપોપદેશ શ્રાવકે કરવો જોઈએ નહિ. છતાં વિચારણામાં મૂઢ શ્રાવક તે-તે પ્રકારની પ્રવૃત્તિ નહીં કરતા જીવોને જોઈને પોતે રહી શકે નહીં તો તે તે પ્રકારની પ્રેરણા કરીને અનર્થદંડને પ્રાપ્ત કરે છે.
વળી, આ સિવાય પણ કોઈને કહે કે વર્ષાકાળ આવી રહ્યો છે, વેલા આદિને સળગાવી નાખો તેથી સુંદર નવા વેલા થાય. અથવા કહે કે વર્ષાકાળ આવી રહ્યો છે માટે હળ-ફલાદિને સજ્જ કરો જેથી ખેતીમાં