________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ ટીકાર્ય :
સામયિસ્થગ્ન. નિવૃત્તિ અને સામાયિકમાં રહેલો શ્રાવક પણ સાધુ જેવો છે. જેને કહે છે – “સામાયિક કરાયે છતે શ્રમણના જેવો સાધુના જેવો, જે કારણથી શ્રાવક થાય છે એ કારણથી બહુ વખત સામાયિક કરવું જોઈએ.” (આવશ્યક મૂલ અધ્યયન-૬, ગાથા-૨૦, આવશ્યક નિર્યુક્તિ-૮૦૧, વિશેષ આવશ્યક ભાષ્ય
આથી જ=સામાયિકમાં રહેલો શ્રાવક સાધુ જેવો છે આથી જ, તેને=સામાયિકમાં રહેલા શ્રાવકને, દેવપૂજન આદિમાં અધિકાર નથી. જે કારણથી ભાવસ્તવ માટે દ્રવ્યસ્તવનું ગ્રહણ છે=દ્રવ્યસ્તવનું સેવન છે, અને સામાયિક હોતે છતે ભાવસ્તવ જ પ્રાપ્ત થયેલ છે. એથી દ્રવ્યસ્તવના કરણ વડે શું?=દ્રવ્યસ્તવનું ફળ ભાવસ્તવ પ્રાપ્ત થયું હોવાથી દ્રવ્યસ્તવ અનુપયોગી છે. જેને કહે છે –
“વ્યસ્તવ અને ભાવસ્તવ છે. દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે એ પ્રમાણે બુદ્ધિ થાય છે. “'=આદ્રવ્યસ્તવ બહુગુણવાળો છે એ, અનિપુણજનનું વચન છે. કેમ અનિપુણજનનું વચન છે? એથી કહે છે. જિનો છ જીવોનું હિત કહે છે==કાય જીવોનું હિત કહે છે.” (આવશ્યક ભાષ્ય ૧૯૨)
આવશ્યક સૂત્રમાં પણ સામાયિક એટલે સાવધયોગોનું પરિવર્જન અને નિરવઘ યોગોનું પ્રતિસેવન એ પ્રમાણે કહે છે. ત્યાં=સામાયિક ગ્રહણના વિષયમાં, આવશ્યક ચૂર્ણિ, પંચાશક ચૂણિ, યોગશાસ્ત્ર વૃત્તિ આદિથી કહેવાયેલ આ વિધિ છે. જે આ પ્રમાણે છે –
“સામાયિક કરનાર શ્રાવક બે પ્રકારના હોય છે. ઋદ્ધિવાળા અને ઋદ્ધિ વગરના. જે આ ઋદ્ધિ વગરના છે તે શ્રાવક ચાર સ્થાનોમાં સામાયિકને કરે છે. જિનગૃહમાં, સાધુ પાસેપૌષધશાળામાં અથવા સ્વગૃહમાં જ્યાં વિશ્રામ પામે છે=આરંભ-સમારંભથી વિશ્રાંતિને પામે છે અથવા નિર્ચાપાર રહે છે સાવદ્ય આરંભ-સમારંભના પરિહારપૂર્વક રહે છે. અને ત્યાં=ચાર સ્થાનોમાં, જ્યારે સાધુની પાસે સામાયિક કરે છે ત્યારે આ વિધિ છે. જો કોઈનાથી પણ ભય નથી, કોઈનાથી વિવાદ નથી અથવા કોઈનું ઋણ આપવાનું બાકી નથી જેને કારણે તેનાથી=ઋણ માગનારથી, કરાયેલ આકર્ષણ-અપકર્ષણ નિમિત્તે સંકલેશ ન થાય ત્યારે સ્વગૃહમાં પણ સામાયિકને કરીને ઇર્યાને શોધતો સાવઘભાષાનો પરિહાર કરતો જો કાષ્ઠ – લેખું આદિથી પ્રયોજન હોય તો તેના સ્વામીને અનુજ્ઞાપન કરીને તેના માલિકની પાસેથી યાચના કરીને, અને પ્રતિલેખન પ્રમાર્જન કરીને ગ્રહણ કરતો=કાષ્ઠ લેખું આદિને ગ્રહણ કરતો, ખેલ-સિંધાણ આદિનું અવિવેચન કરતો અને પરઠવવાની ભૂમિને વિવેચન કરતો, જોઈને અને પ્રમાર્જીને પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો શ્રાવક સાધુના સ્થાને જઈને સાધુને નમસ્કાર કરીને સામાયિક કરે છે.” તે સૂત્ર=સાધુ પાસે સામાયિક કરે તે સૂત્ર, આ પ્રમાણે છે –
હે ભદંત ! હું સામાયિક કરું છું. જ્યાં સુધી સાધુની પર્થપાસના કરું છું ત્યાં સુધી સાવઘયોગોનું પચ્ચખાણ કરું છું. કંઈ રીતે પચ્ચખાણ કરું છું એથી કહે છે. દુવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ કરું છું
એમ અત્રય છે. કઈ રીતે દુવિધ-ત્રિવિધથી પચ્ચખાણ કરે છે તે સ્પષ્ટ કરે છે. મતથી-વચનથીકાયાથી હું પાપ કરતો નથી=સાવધયોગ કરતો નથી, અને કરાવતો નથી તેનું ભૂતકાળમાં કરેલા સાવઘયોગોનું, હે ભદંત ! હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ કરું છું. આત્માને વોસિરાવું