________________
૮૬
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭
વિવિધ અથવા વિશેષથી અત્યંત ત્યાગ કરું છું એ પ્રકારનો અર્થ છે.
કરેમિ ભંતે' સૂત્રના અંતમાં કહેલા “અપ્પાણે વોસિરામિ' શબ્દથી શું અર્થ ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
“સામાયિક ગ્રહણકાળમાં સાવધરૂપ પૂર્વ પર્યાયના ત્યાગથી રત્નત્રયી સ્વરૂપ નવા પર્યાયના ઉત્પાદથી હું નવો ઉત્પન્ન થયો છું કેમ કે પર્યાય-પર્યાયીનું કથંચિત્ અભિન્નપણું છે.”
સામાયિક ગ્રહણ કરનાર આત્મા સામાયિક ગ્રહણથી નવો ઉત્પન્ન કેમ થાય છે ? તેમાં મુક્તિ આપી કે પર્યાય-પર્યાયીનો કથંચિત અભેદ છે. તેમાં હેતુ કહે છે –
‘આત્મા ખરેખર સામાયિક છે' એ પ્રમાણે ઉક્તિ છે અને અહીં–‘કરેમિ ભંતે' સૂત્રમાં “કરેમિ ભંતે સામાઈએ' એ પ્રકારના વચનથી શ્રાવક વર્તમાનના સાવદ્યયોગનું પચ્ચખાણ કરે છે. પ્રત્યાખ્યામિ' એ વચનથી શ્રાવક અવાગત સાવઘયોગનું પચ્ચકખાણ કરે છે=ભવિષ્યના સાવઘયોગનું પચ્ચખાણ કરે છે. તસ્મ ભંતે'. પરિક્રમામિ' એ પ્રકારના વચનથી શ્રાવક અતીત સાવદ્યયોગનું પચ્ચખાણ કરે છે. એથી વૈકાલિક પ્રત્યાખ્યાન કહેવાયું. એથી ત્રણ વાક્યોનું કરેમિ ભંતે સામાઈએ, પ્રત્યાખ્યામિ અને તસ્મ ભંતે પડિક્કમામિ એ ત્રણ વાક્યોનું, પુનઃઉક્તપણું નથી. અને કહેવાયું છે – “અતીતની નિંદા કરું છું, વર્તમાનનું સંવરણ કરું છું અને અનાગતનું પચ્ચખાણ કરું છું.” (પાક્ષિક સૂત્ર)
અને આ દંડકમાં કરેમિ ભંતે સૂત્રના દંડકમાં, સામાન્ચ નિયમનું ગ્રહણ હોવા છતાં પણ= જાવ નિયમ' શબ્દથી સામાન્ય નિયમનું ગ્રહણ હોવા છતાં પણ, વિવફાથી અને પરંપરાના પ્રામાયથી= ગુરુપરંપરાના પ્રામાણ્યથી, જઘન્યથી પણ તે સામાયિક, એક મુહૂર્ત કરવું જોઈએ. તે પ્રમાણે પ્રતિક્રમણ સૂત્રની ચૂણિ છે –
“જાવ નિયમ પજુવાસામિ' એ પ્રમાણેનું વચન જોકે સામાન્ય વચન આ છે તોપણ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત -નિયમથી રહેવું જોઈએ. ત્યારપછી પણ અંતર્મુહૂર્ત પછી પણ. સમાધિ પ્રમાણે=ચિત્તના ઉત્સાહ પ્રમાણે, રહેવું જોઈએ=સામાયિકમાં રહેવું જોઈએ.”
આ રીતે કરાયેલ સામાયિકવાળો ગુરુ સમીપે સામાયિક ગ્રહણ કરવા અર્થે ઘરેથી સામાયિક ગ્રહણ કરીને સાધુ સમીપે આવેલો એવો કૃતસામાયિકવાળો, ઇર્યાપથિકીનું પ્રતિક્રમણ કરે છે. પછી આગમનનું આલોચન કરીનેeગમણાગમણે બોલવા દ્વારા આલોચન કરીને, યથા યેષ્ઠ – જયેષ્ઠતા ક્રમથી આચાર્યાદિને વંદન કરે છે. ફરી પણ ગુરુને વંદન કરીને પ્રત્યુપેક્ષિત આસનમાં બેઠેલો સાંભળે છે ગુરુના મુખથી સાંભળે છે અથવા ભણે છેઃસૂત્ર ભણે છે અથવા પૃચ્છા કરે છેeતત્વની પૃચ્છા કરે છે. આ રીતે જે રીતે સાધુ સમીપે જવા માટે ઘરેથી સામાયિક ગ્રહણ કરીને જાય એ રીતે, ચૈત્યભવનમાં પણ જાણવું=ચૈત્યભવનમાં પણ ઘરેથી સામાયિક ગ્રહણ કરીને જાય એ પ્રમાણે જાણવું. વળી, જ્યારે પૌષધશાળામાં અથવા સ્વગૃહમાં સામાયિકને ગ્રહણ કરીને ત્યાં જ રહે છે. ત્યારે ગમન નથી.