________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭
૭૭
ટીકા :
सावधं-वाचिकं कायिकं च कर्म तेन मुक्तस्य, तथा दुर्ध्यानम्-आर्त्तरौद्ररूपं तेन रहितस्यं प्राणिनः मनोवाक्कायचेष्टापरिहारं विना सामायिकं न भवतीति विशेषणद्वयम्, तादृशस्य 'मुहूर्त' घटीद्वयकालं यावत् यो 'समभावो' रागद्वेषहेतुषु मध्यस्थभावस्तत् 'सामायिकाह्वयं व्रतं ज्ञेयम्, समस्यरागद्वेषविमुक्तस्य सत आयो ज्ञानादीनां लाभः प्रशमसुखरूपः, समानां वा-मोक्षसाधनं प्रति सदृशसामर्थ्यानां सम्यग्दर्शनज्ञानचारित्राणाम् आयो लाभः समायः, समाय एव सामायिकम्, विनयादित्वादिकण, समायः प्रयोजनमस्येति वा सामायिकम्, यतः
નો સમો સવ્વપૂરૂં, તસુ થાવરેલુ મ | તસ સામા દોફ, રૂરૂ વરિમાસિમ ” [ગાવયનિવૃત્તેિ ૭૧૮] ટીકાર્ય :
સાવાં ત્રિમાસિગં | સાવધ એવા વાચિક અને કાયિક કર્મ, તેનાથી મુક્ત એવા પ્રાણીનો અને આર્તરૌદ્રરૂપ દુર્થાત તેનાથી રહિત પ્રાણીનો મુહૂર્ત=બે ઘડી કાળ સુધીનો, જે સમભાવનો પરિણામ=રાગ-દ્વેષતા હેતુઓમાં મધ્યસ્થભાવ તે સામાયિક નામનું વ્રત જાણવું.
અહીં સાવદ્યકર્મમુક્ત અને દુર્ગાનરહિત એ વિશેષણ શ્રાવકનાં કેમ કહ્યાં છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
મન-વચન-કાયાની ચેષ્ટતા પરિહાર વગર સામાયિક થતું નથી. એથી બે વિશેષણ છે=સંસારની પ્રવૃત્તિ વિષયક વાચિક અને કાયિક ક્રિયાના પરિહાર અર્થે સાવદ્યકર્મમુક્ત વિશેષણ છે અને સંસારની પ્રવૃત્તિ વિષયક મનોવ્યાપારના પરિહાર અર્થે દુર્ગાનરહિત વિશેષણ છે. તેવા પ્રકારના શ્રાવકનો મુહૂર્ત સુધી સમભાવનો પરિણામ તે સામાયિક નામનું વ્રત છે, એમ અત્રય છે. સમ=રાગદ્વેષ વિમુક્ત છતાને, આય=જ્ઞાનાદિનો પ્રશમસુખરૂપ લાભ, અથવા સમાનામ્સમોનો મોક્ષસાધન પ્રત્યે સદશ સામર્થ્યવાળા સમ્યગ્દર્શનશાનચારિત્રનો, આય લાભ, તે સમાય છે અને સમાય જ સામાયિક છે. વિનયાદિપણું હોવાથી “ ” પ્રત્યય છે–સામાયિકમાં “ફ” પ્રત્યય છે અથવા સમાય પ્રયોજન છે આને એ સામાયિક. જે કારણથી કહેવાયું છે –
સર્વ ભૂતોમાં, ત્રસમાં અને સ્થાવરોમાં જે સમ છે જે સમ પરિણામવાળો છે. તેને સામાયિક હોય છે એ પ્રમાણે કેવલી ભાસિત છે.” II૧n (આવશ્યકનિયુક્તિ-૭૯૮). ભાવાર્થ
સંસારમાં રહેલો શ્રાવક શક્તિ અનુસાર દેશવિરતિનું પાલન કરે છે. તોપણ દેહ પ્રત્યે મમત્વ છે. તેથી ભોગાદિ સામગ્રી. પ્રત્યે મમત્વ છે. તે સર્વનો પરિહાર કરીને સંપૂર્ણ નિર્મમ થવાના આશયથી તેના અભ્યાસરૂપે સામાયિક વ્રતમાં યત્ન કરે છે તે વખતે તે શ્રાવક કાયિક અને વાચિક એવા સાવદ્યકર્મથી મુક્ત