________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭
૭૫
૧. સામાયિક :
શ્રાવક પ્રતિદિન સામાયિક કરીને સામાયિકાળ દરમ્યાન સુખદુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ પ્રત્યે સમાન પરિણામ થાય તે પ્રકારે સામાયિકના સ્વરૂપને ઉપસ્થિત કરીને તેવા સામાયિકના પરિણામ પ્રત્યે રાગ અને અસામાયિકના પરિણામ પ્રત્યે દ્વેષને સ્થિર કરીને સદા માટે સામાયિકના પરિણામને પ્રગટ કરવાની શક્તિનો સંચય કરે છે અને સાધુ સદા માટે સામાયિકના પરિણામવાળા હોય છે. જ્યારે શ્રાવક પ્રતિદિવસ પોતાની શક્તિ અનુસાર સામાયિક કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. ૨. દેશાવગાસિક :
શ્રાવક જીવન આરંભ -સમારંભમય છે. તેથી તપાવેલો લોખંડનો ગોળો જેમ જીવોનું ઉપમર્દન કરે તેમ શ્રાવકનું આરંભ-સમારંભમય જીવન સર્વ ક્ષેત્રમાં જીવોના ઉપમર્દનવાળું હોય છે. તેનો સંકોચ શ્રાવક દિપરિમાણવ્રતથી જાવજીવ કરીને પરિમિત ક્ષેત્ર અવધિવાળી હિંસાની પ્રવૃત્તિને કરે છે. છતાં શ્રાવકને સાધુની જેમ સંપૂર્ણ નિરારંભ જીવન અત્યંત ઇષ્ટ છે. અને તેની શક્તિ નથી. આથી જ શાતાના અર્થે આરંભ-સમારંભ કરે છે તોપણ પ્રતિદિન ઉચિત કાલ સુધી વિશેષ ક્ષેત્રનું સંવરણ કરીને પોતાના આરંભસમારંભનો પરિણામ ક્ષેત્રની મર્યાદાથી અતિપરિમિત કરવા અર્થે દેશાવગાસિક વ્રત ગ્રહણ કરે છે. જે વ્રત દ્વારા પ્રતિદિવસ દેશાવગાસિક વ્રતના કાળ દરમ્યાન ક્ષેત્રનો ઘણો સંકોચ હોવાથી આરંભ-સમારંભનો પરિણામે તેટલા કાળ માટે તે ક્ષેત્રથી નિયમિત થાય છે. આ રીતે આરંભ-સમારંભનું નિયમન કરીને સંપૂર્ણ નિરારંભરૂપ ત્રણ ગુપ્તિને અનુકૂળ કંઈક-કંઈક શક્તિનો સંચય શ્રવક કરે છે. તેથી દેશાવગાસિક વ્રત સર્વવિરતિને અનુરૂપ શિક્ષારૂપ છે. ૩. પૌષધોપવાસ -
ચાર પ્રકારના પૌષધ છે. ૧. આહારપૌષધ. ૨. શરીરસત્કારપૌષધ. ૩. બ્રહ્મચર્યપૌષધ. ૪. અવ્યાપારપૌષધ.
આ ચાર પ્રકારના પૌષધ દ્વારા શ્રાવક સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે, કેમ કે ધર્મનું પોષણ કરે તે પૌષધ કહેવાય. એ પ્રકારની વ્યુત્પત્તિ અનુસાર આત્મામાં ઉત્તર-ઉત્તરના ધર્મની પુષ્ટિ થાય તેવા અનુષ્ઠાનને પૌષધકાળ દરમ્યાન સેવીને શ્રાવક સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. આથી જ સાધુ સદા શાતા અર્થે આહાર કરતા નથી તેમ શ્રાવક પણ ઉપવાસ વ્રત કરીને સાધુની જેમ અણાહારી ભાવ તરફ જવાના બળનો સંચય કરે છે. વળી, સાધુ સદા પૂર્ણ બ્રહ્મચારી છે, જ્યારે શ્રાવક પૌષધકાળ દરમ્યાન બ્રહ્મગુપ્તિને સેવીને સર્વથા બ્રહ્મચારી થવા પ્રયત્ન કરે છે. વળી સાધુ દેહ પ્રત્યે નિર્મમ હોવાથી સદા