________________
૭૬
ધર્મસંગ્રહ ભાગ-૩ દ્વિતીય અધિકાર | શ્લોક-૩૭ શરી૨નો સત્કા૨ ક૨તા નથી જ્યારે શ્રાવક પૌષધ દરમ્યાન શરીરનો સત્કાર ત્યાગ કરીને સાધુની જેમ સદા દેહ પ્રત્યે સતત નિર્મમ થવા પ્રયત્ન કરે છે. વળી, સાધુ સદા ત્રણ ગુપ્તિમાં રહીને મોક્ષસાધક યોગોને સેવનારા હોય છે તેથી કર્મબંધના કારણીભૂત વ્યાપારથી સર્વથા રહિત હોય છે. તેવી શક્તિના સંચય અર્થે શ્રાવક અવ્યાપાર પૌષધકાળ દરમ્યાન મન-વચન-કાયાને સંવૃત કરીને સંયમના પરિણામની વૃદ્ધિ માટે યત્ન કરે છે જેથી ચારે પ્રકારનો પૌષધ સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચયનું કારણ બને છે માટે પૌષધ તે શિક્ષાવ્રત છે.
૪. અતિથિસંવિભાગ ઃ
શ્રાવક અતિથિ એવા સાધુને પોતાના માટે કરાયેલા નિર્દોષ ભોજન દ્વારા વિવેકપૂર્વક સંવિભાગ કરીને= વિવેકપૂર્વક વહોરાવીને, સાધુના નિરારંભ જીવન પ્રત્યેના રાગની વૃદ્ધિ કરે છે. તેથી અતિથિસંવિભાગના ક્રિયાકાળમાં સાધુ પ્રત્યે વધતા જતા બહુમાનભાવને કારણે સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. માટે અતિથિસંવિભાગ વ્રત વિવેકપૂર્વક કરવામાં આવે તો અવશ્ય સર્વવિરતિની પ્રાપ્તિનું કારણ બને છે. માટે અતિથિસંવિભાગવ્રત સર્વવિરતિની શિક્ષારૂપ છે.
આ રીતે સામાયિક આદિ ચારે શિક્ષાવ્રતો સર્વવિરતિને અનુકૂળ શક્તિનું આધાન કરનાર હોવાથી શિક્ષાવ્રતો છે. વળી, ત્રણ ગુણવ્રતો પ્રાયઃ જાવજીવનાં વ્રતો છે જ્યારે ચાર શિક્ષાવ્રતો અલ્પકાલીન હોવાથી ગુણવ્રતોથી તેનો ભેદ છે. તે આ રીતે -
સામાયિક અને દેશાવગાસિક પ્રતિદિન કર્તવ્ય હોવા છતાં દિવસના કિંચિત્કાલ માટે કર્તવ્ય છે. અને ગુણવ્રત તો જાવજ્જીવ માટેનાં કર્તવ્યો હોય છે. વળી, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ પ્રતિનિયત દિવસ અનુષ્યેય છે માટે સ્વલ્પકાલીન છે. આ રીતે શિક્ષાવ્રતથી ગુણવ્રતનો ભેદ બતાવીને પ્રથમ શિક્ષાપદ વ્રતને બતાવે છે
શ્લોક ઃ
सावद्यकर्ममुक्तस्य, दुर्ध्यानरहितस्य च ।
समभावो मुहूर्त्तं तद् व्रतं सामायिकाह्वयम् ।। ३७ ।।
અન્વયાર્થ:
સાવદ્યર્નનું સ્વ=સાવધકર્મથી મુક્ત, ચ=અને, દુર્વાનરહિતસ્વ=દુર્ધ્યાન રહિત એવા શ્રાવકને, મુહૂર્ત-મુહૂર્ત સુધી, સમમાવો=સમભાવ, ત—તે, સામાયિાયક્=સામાયિક નામનું, તંવ્રત છે. ।।૩૭।।
શ્લોકાર્થ :
સાવધકર્મથી મુક્ત અને દુર્ધ્યાનથી રહિત એવા શ્રાવકને મુહૂર્ત સુધી સમભાવ તે સામાયિક નામનું વ્રત છે. II૩૭||