________________
૭૪
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬-૩૭
ભાવ છે માટે ત્યાં અલ્પકર્મબંધ છે અને અનર્થદંડમાં પ્રમાદ પ્રધાન છે. તેથી હિંસાનો બહુ ભાવ હોવાને કારણે ઘણો કર્મબંધ છે. વળી, અર્થદંડની પ્રવૃત્તિમાં કલ, ક્ષેત્ર સંયોગ આદિ નિયામક છે પરંતુ પ્રમાદ નિયામક નથી જ્યારે અનર્થદંડની પ્રવૃત્તિમાં કાલાદિ નિયામક નથી પરંતુ પ્રમાદ જ નિયામક છે અને પ્રમાદથી સંસારની પ્રાપ્તિ થાય છે માટે શ્રાવકે ચારે પ્રકારનો અનર્થદંડ ત્યાગ કરવો જોઈએ. II3 અવતરણિકા :
उक्तानि त्रीणि गुणव्रतानि, अथ शिक्षापदव्रतान्युच्यन्ते-तत्र शिक्षणं शिक्षाऽभ्यासस्तस्यै तस्या वा पदानि-स्थानानि तान्येव व्रतानि शिक्षापदव्रतानि तानि च चत्वारि भवन्ति । तद्यथा-सामायिकम्, देशावकाशिकम्, पौषधोपवासः, अतिथिसंविभागश्चेति, स्वल्पकालिकत्वाच्चैतेषां गुणव्रतेभ्यो भेदः, गुणव्रतानि तु प्रायो यावज्जीविकानि । एतेष्वपि - _“सामायिकदेशावकाशिके प्रतिदिवसानुष्ठेये पुनः पुनरुच्चारणीये, पौषधोपवासाऽतिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयौ” [प.२३२] इति विवेक आवश्यकवृत्तौ कृतः ।
तत्राद्यं शिक्षापदव्रतमाह - અવતરણિતાર્થ:
ત્રણ ગુણવ્રતો કહેવાયાં, હવે શિક્ષાપદ વ્રતોને કહેવાય છે. ત્યાં શિક્ષાપદ વ્રતમાં, શિક્ષણ શિક્ષા છે=અભ્યાસ છે=સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ અભ્યાસ છે. તેના માટે પદો અથવા તેના પદો=સ્થાનો, તે જ વ્રતો=શિક્ષાનાં સ્થાનો તે જ વ્રતો, તે શિક્ષાપદવ્રત છે અને તે=શિક્ષાપદવ્રતનાં સ્થાનો, ચાર છે. તે આ પ્રમાણે – ૧. સામાયિક ૨. દેશાવગાસિક ૩. પૌષધોપવાસ અને ૪. અતિથિસંવિભાગ. અને આમનું શિક્ષાપદવ્રતોનું, અલ્પકાલિકપણું હોવાથી ગુણવ્રતોથી ભેદ છે. વળી, ગુણવ્રતો પ્રાયઃ ચાવજીવ હોય છે. આમાં પણ=શિક્ષાવ્રતમાં પણ,
સામાયિક અને દેશાવગાસિક પ્રતિદિવસ આચરણા કરવા યોગ્ય છેઃફરી ફરી ગ્રહણ કરવા યોગ્ય છે. વળી પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ પ્રતિનિયત દિવસમાં અનુષ્ઠય છે. અને પ્રતિદિવસ આચરણીય નથી.” III (૫. ૨૩૨)
એ પ્રકારનો વિવેક આવશ્યક વૃત્તિમાં કરેલો છે. ત્યાં=ચાર પ્રકારના શિક્ષાપદવ્રતમાં, આદ્ય શિક્ષાપદ વ્રતને કહે છે – ભાવાર્થ :
ગુણવ્રતને કહ્યા પછી ગ્રંથકારશ્રી શિક્ષાપદવ્રતોને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. જે પ્રવૃત્તિમાં સર્વવિરતિને અનુકૂળ શક્તિ સંચય થાય તેમ અભ્યાસ કરવામાં આવે તે શિક્ષા કહેવાય અને શિક્ષાના સ્થાનભૂત એવાં જે વ્રતો શિક્ષાપદવ્રત છે અને તે ચાર શિક્ષાવ્રતોમાં સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય આ રીતે થાય છે.