________________
૭૩
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬ આવે અને તેનો પરિહાર અશક્ય હોય તો પણ મનના નિગ્રહની યુતનાથી શીઘ તેનો પરિહાર કરવો જોઈએ.
મનોનિગ્રહની ભાવના માટે કહ્યું છે કે સાધુ અને શ્રાવકના ધર્મનો જે વિસ્તાર શાસ્ત્રમાં કહ્યો છે તે સર્વ વિસ્તાર વાચિક-કાયિક આચરણારૂપ નથી પરંતુ મનોનિગ્રહપ્રધાન છે.
તેથી એ ફલિત થાય કે સાધુના સર્વ આચારો પાંચ ઇંદ્રિયના સંવરપૂર્વક મનને ગુપ્તિમાં રાખે છે અને શ્રાવકના સર્વ આચારો મનને પાપવ્યાપારમાંથી નિવૃત્ત કરાવીને જયણા પ્રધાન હોય છે. તેથી સાધુના અને શ્રાવકના આચારોનું ફળ મળે છે અને જેઓ માત્ર કાયિક ક્રિયા કરે છે. મનનો નિગ્રહ કરતા નથી તેઓને સાધ્વાચારની ક્રિયાથી કે શ્રાવકાચારની ક્રિયાથી કોઈ મુખ્ય ફળ મળતું નથી, તુચ્છ સામાન્ય ફળ મળે છે. માટે કલ્યાણના અર્થીએ સ્વભૂમિકાનુસાર મનોનિગ્રહમાં યત્ન કરવો જોઈએ.
વળી, સ્વજનાદિમાં શ્રાવકથી પાપોપદેશ અને હિંસાના સાધનના પ્રદાનનો પરિહાર કરવો દુષ્કર છે; કેમ કે પુત્રાદિને તે પ્રકારનો ઉપદેશ આપવામાં ન આવે તો નિર્વાહ થાય નહીં. તેથી શ્રાવકે કુટુંબાદિ અર્થે પાપોપદેશ અને હિંસાનાં સાધનોના પ્રદાનમાં યતના કરવી જોઈએ અને અન્ય જીવોને આશ્રયીને પાપોપદેશ અને હિંસાના સાધનના પ્રદાનનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. વળી, પ્રમાદાચરણમાં કોઈ પ્રયોજન વગર અયતનાદિ નિમિત્તે જ હિંસાદિ દોષો થાય છે. તેની પુષ્ટિ કરવા માટે કહે છે – તુલ્ય પણ ઉદરભરણની ક્રિયામાં મૂઢ જીવો અને અમૂઢ જીવોનું અંતર જુઓ. જેઓ મૂઢ છે તેઓ અયતનાપૂર્વક ઉદરભરણ માટે યત્ન કરી નરક આદિના દુઃખને પામે છે અને ભગવાનના વચનથી ભાવિત મતિવાળા છે એવા અમૂઢ જીવો તો ઉદરભરણની પ્રવૃત્તિમાં પણ શક્ય હોય તેટલી જીવરક્ષાની યતના કરે છે જેથી સંસારની પ્રવૃત્તિકાળમાં દયાનો પરિણામ વર્તે છે. તેના કારણે પરંપરાએ શાશ્વત એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.
સંક્ષેપથી અનર્થદંડના નિવારણ માટે શું કરવું જોઈએ ? તેથી કહે છે – યતના વગરની પ્રવૃત્તિમાં સર્વત્ર અનર્થદંડ છે. આથી, દયાળુ શ્રાવકે સર્વકૃત્યોમાં સર્વ શક્તિથી યતના કરવી જોઈએ. જેથી અનર્થદંડની પ્રાપ્તિ થાય નહિ.
વળી, “જયણા સર્વ કલ્યાણનું કારણ છે એ પ્રકારના ઉપદેશપદના વચનથી એ પ્રાપ્ત થાય કે વિવેકી શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય અર્થે જે દેશવિરતિનું પાલન કરે છે તે દેશવિરતિનાં સર્વ કૃત્યોમાં ઉચિત યતનાથી પ્રયત્ન કરે તો અનર્થદંડની પ્રાપ્તિ થાય નહીં અને ઉચિત યતનાના બળથી શ્રાવકને ક્રમસર સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય જેથી સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય. વળી, અર્થદંડ કરતાં અનર્થદંડમાં અધિક કર્મબંધનોનો દોષ છે તે બતાવે છે – અર્થદંડની પ્રવૃત્તિકાળમાં શક્ય એટલી જીવરક્ષા માટેની યતના હોવાને કારણે કર્મબંધને અનુકૂળ થોડો