________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬
૭૧ તે પ્રમાદાચરણ છે; કેમ કે તે-તે પ્રકારે કામની વૃત્તિ જાગ્રત થાય છે. વળી ચૂત અને મદ્યાદિનું સેવન પ્રમાદાચરણ છે. વળી, પાણીમાં ક્રીડા કરવી, હિંચકા પર આનંદ લેવો, પશુઓને પરસ્પર યુદ્ધ કરાવવું, શત્રુના પુત્રાદિ સાથે વેર કરવું તે સર્વ પ્રમાદાચરણ છે. વળી, ભક્તાદિ ચાર પ્રકારની કથા પ્રમાદાચરણ છે તેથી શ્રાવકે તે સર્વ કથાઓથી પર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. વળી, રોગ ન હોય કે માર્ગનો શ્રમ ન હોય છતાં આખી રાત સૂએ તે પ્રમાદાચરણ છે. આવા સર્વ પ્રમાદાચરણનો શ્રાવકે પરિહાર કરવો જોઈએ. વળી, અન્ય કેટલીક પ્રમાદની આચરણાઓ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે –
જેમ આળસ આદિથી ઘી, તેલ, પાણી, આદિનાં ભાજનો ખુલ્લો મૂકે તો તેમાં જીવો પડે અને તેનો વિનાશ થાય તેના માટે ઉચિત યતના ન કરવામાં આવે તે પ્રમાદાચરણ છે. તેથી શ્રાવકે જીવરક્ષા માટે અવશ્ય ઉચિત યતના કરવી જોઈએ. વળી ગામનાદિ વખતે અન્યમાર્ગ વિદ્યમાન હોવા છતા વનસ્પતિ આદિ ઉપરથી ગમન કરે તે પ્રમાદાચરણ છે. વળી, કોઈક તેવા સંયોગોમાં વનસ્પતિ વગરનો માર્ગ ન હોય અને વનસ્પતિ ઉપરથી જવું પડે તેમ હોય તો શક્ય યતનાપૂર્વક શ્રાવકે જવું જોઈએ. વળી, જતી વખતે જમીનને જોયા વગર અયતના પૂર્વક જાય તો ગમનાદિમાં જીવો મરવાની સંભાવના રહે છે તે પ્રમાદાચરણ છે. માટે વાહનાદિમાં જવાનો પ્રસંગ ન હોય તો શ્રાવક પણ સાધુની જેમ ઇર્યાને શોધીને જ ગમનાદિ કરે. અન્યથા અનર્થદંડની પ્રાપ્તિ થાય. વળી, હાથનો ક્ષેપ-પગનો લેપ વગેરે કરતી વખતે તે સ્થાનને જોયા વગર હસ્તાદિનો લેપ કરે તો જીવ મરવાની સંભાવની રહે તે પ્રમાદાચરણ છે. તેથી શ્રાવકે ભૂમિ આદિનું નિરીક્ષણ કરીને હસ્તાદિનો લેપ કરવો જોઈએ.
અન્ય પણ સ્થાન વિદ્યમાન હોય છતાં પણ સચિત્ત વસ્તુ પર બેસે કે સચિત્ત વસ્તુ પર વસ્ત્રાદિ મૂકે તે પ્રમાદાચરણ છે. વળી, પનગ નામની વનસ્પતિ હોય કે કુંથુઓ આદિથી આક્રાન્ત હોય તેવી ભૂમિ પર માતરું આદિનો ત્યાગ કરે તે પ્રમાદાપરણ છે. માટે ભૂમિનું અવલોકન કરીને જીવરક્ષા માટે શ્રાવકે યત્ન કરવો જોઈએ.
વળી દ્વારોના અર્ગલા આદિને અયતનાપૂર્વક બંધ કરે કે ખોલે એ પ્રમાદાચરણ છે. તેથી જે સ્થાનમાં જીવહિંસાની સંભાવના જણાય તે સ્થાનમાં જોઈને જે તે પ્રકારની પ્રવૃત્તિ યતનાપૂર્વક શ્રાવકે કરવી જોઈએ, જેથી નિરર્થક જીવહિંસા ન થાય. વળી, કોઈક પ્રયોજન વગર કુતૂહલવૃત્તિથી પત્રપુષ્પના ત્રાટન આદિની ક્રિયા પ્રમાદાચરણ છે. વળી નિષ્ફર ભાષણ, મર્મને અડે એવું ભાષણ, હાસ્ય, નિંદા કરવી વગેરે પ્રમાદાચરણ
છે. માટે શ્રાવકે તેવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. વળી, રાત્રિમાં સ્નાનાદિ કરે તે પ્રમાદાચરણ છે અને દિવસે પણ જીવરક્ષા માટે ઉચિત યતના કર્યા વગર સ્નાનાદિ કરે તે સર્વ પ્રમાદાચરણ છે. શરીરની કે ગૃહકાર્યની કોઈપણ પ્રવૃત્તિમાં યતના વગર પ્રયત્ન થાય તો અનર્થદંડની પ્રાપ્તિ થાય. વળી, શ્લેષ્માદિને નાખ્યા પછી તેને માટી વગેરેથી ઢાંકવામાં પણ ઉચિત યતના કરવામાં ન આવે તો તે લેખાદિમાં અનેક જીવોની હિંસા થવાનો સંભવ રહે માટે તે પ્રમાદાચરણ રૂપ છે. વળી, મુહૂર્ત પછી તે શ્લેષ્માદિમાં - સંમૂચ્છિમજીવો ઉત્પન્ન થશે તેની વિરાધના આદિ દોષોની પ્રાપ્તિ થાય માટે શ્રાવકે જીવરક્ષા માટે ઉચિત યતના કરવી જોઈએ. અન્યથા અનર્થદંડની પ્રાપ્તિ થાય. વળી, શસ્ત્રાદિ સજ્જ કરી રાખેલાં હોય તો તે