________________
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬ વિલંબ થાય નહિ. કોઈને કહે કે વપનનો કાળ અતિક્રમ થાય છે, જલદી વાવણીની ક્રિયા કરો. ક્યારાઓ પાણીથી ભરાઈ ગયા છે માટે સાડા ત્રણ દિવસની અંદરમાં તેનું પાણી ગ્રહણ કરો અને ધાન્યની વાવણી કરો.
આ પ્રકારનાં કૃત્યોની પ્રેરણા કરવાથી તે કૃત્યોમાં થતાં આરબ-સમાંરભનું કરાવણ શ્રાવકને પ્રાપ્ત થાય. વળી કોઈની કન્યા ઉંમરવાળી થઈ હોય તો કહે કે તારી કન્યા વયવાળી થઈ છે માટે શીધ્ર વિવાહ કર. આ પ્રકારના કથનમાં પણ કન્યા પ્રત્યેની અવિચારક લાગણી હોય છે. વસ્તુતઃ તેના ભોગાદિમાં અનુમોદન અને કરાવણનું પાપ લાગે છે. માટે શ્રાવકે આ પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ નહિ. વળી, કોઈને કહે કે શસ્ત્રને સજ્જ કરવાના દિવસો પાસે આવી રહ્યા છે માટે શસ્ત્રને સજ્જ કર. આ સર્વ ક્રિયાથી જે પાપો થવાની શક્યતા હોય તે પાપો કરાવવાનો અધ્યવસાય થાય છે તેથી શ્રાવકે આવાં પાપોનો ઉપદેશ ઉત્સર્ગથી ત્યાગ કરવો જોઈએ વળી, અપવાદથી દાક્ષિણ્યાદિના વિષયમાં યતના કરવી જોઈએ. અર્થાત્ પોતાના કુટુંબાદિ હોય અથવા તેવા પ્રકારના સંબંધવાળાનું કાર્ય હોય કે જેને કહેવું પડે તેવું છે તેવા સંજોગોમાં ઉચિત યતના કરવી જોઈએ. જેથી અધિક આરંભ-સમારંભ થાય નહિ. ૩. હિંસકનું અર્પણ:
વળી, શ્રાવકે હિંસાનાં સાધનો કોઈને આપવાં જોઈએ નહીં આમ છતાં દાક્ષિણ્યનો વિષય હોય તો અપવાદથી યતનાપૂર્વક આપવાં જોઈએ. જેમ આડોશી-પાડોશી કોઈ વસ્તુ લેવા આવે અને તેઓને ન આપે તો ધર્મનો લાઘવ થાય. તે વખતે કોઈ હિંસાનું સાધન આપે તો કહે કે આવાં-આવાં અનુચિત કૃત્યોમાં તેનો ઉપયોગ કરશો નહિ. જેમ છરી આદિ આપે તો કહે કે અમે કંદમૂળ વાપરતા નથી માટે તેમાં ઉપયોગ કરશો નહિ પરંતુ સામેથી કોઈને કહે નહીં કે મારે ત્યાં આ વસ્તુ છે તમે લઈ જજો; કેમ કે તેઓના તે પ્રકારના આરંભમાં સાક્ષાત્ પ્રવર્તનનો પરિણામ થાય છે માટે દાક્ષિણ્યથી આપવાની ક્રિયામાં યતનાનો પરિણામ રહે છે. તે ૪. પ્રમાદાચરણ :
પ્રમાદ પાંચ પ્રકારનો છે. મદિરાનું સેવન, વિષયનું સેવન, કષાયનું સેવન, નિદ્રા અને વિકથા તે પ્રમાદાચરણનું સ્વરૂપ યોગશાસ્ત્રમાં આ પ્રમાણે કહે છે –
કુતૂહલથી ગીત અને નૃત્યનું નિરીક્ષણ તે પ્રમાદાચરણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક ગીત-નૃત્યાદિને ઉત્સુકતાથી જુએ તે પ્રમાદાચરણ છે. પરંતુ સ્વાભાવિક રીતે જે કોઈનું ગીત ચાલતું હોય અને કાનથી સંભળાય અને ત્યાં સાંભળવા માટે ઉત્સુકતા ન કરે તો પ્રમાદાચરણ ન કહેવાય. વળી કુતૂહલથી ગીત-નૃત્ય કહેવાથી એ પ્રાપ્ત થયું કે જિનયાત્રામાં ગીત-નૃત્ય સાંભળે ત્યાં ભગવાનની ભક્તિનો અધ્યવસાય હોવાથી પ્રમાદાચરણ નથી. અથવા કોઈક પ્રવૃત્તિ કરતી વખતે સ્વાભાવિક સન્મુખ કોઈ ગીત-નૃત્ય કરતું હોય અને તેમાં કુતૂહલ ન હોય અને ચક્ષુથી તે દૃશ્ય દેખાય અને શ્રોત્રેન્દ્રિયથી ગીત સંભળાય તે પ્રમાદાચરણ નથી. કામશાસ્ત્રમાં કહેવાયેલી વાતોની વિચારણા કરવી