________________
૭૨
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬
શસ્ત્રાદિથી હિંસા થવાનો સંભવ રહે માટે શસ્ત્રને સજ્જ વગરની અવસ્થામાં રાખવાનો યત્ન ન કરવામાં આવે તો તે પ્રમાદાચરણ છે. વળી, મલ-મૂત્રાદિ પણ સંમૂચ્છિમ ન થાય તે માટે ઉચિત સ્થાને ત્યાગ કરવા જોઈએ. તે પ્રમાણે ન કરવામાં આવે તો પ્રમાદાચરણને કારણે અનર્થદંડની પ્રાપ્તિ થાય.
અહીં પ્રશ્ન થાય કે શસ્ત્રને છૂટાં મૂકવામાં ન આવે અને મલ-મૂત્રાદિનું ઉત્સર્જન કરવામાં ન આવે તો દોષ થાય ? તેથી કહે છે –
તે પ્રકારની વૃથા ક્રિયાના અધિકારીત્વની પ્રાપ્તિ છે તે શસ્ત્રથી કોઈની હિંસા અન્ય કોઈ કરે તેને અનુકૂળ તેવી તે પ્રકારની વૃથા ક્રિયાનો અધિકારી તે શ્રાવક બને; કેમ કે જો તેણે શસ્ત્ર સજ્જ અવસ્થામાં ન રાખ્યાં હોય અને છૂટાં કરી રાખેલાં હોય તો કોઈ તેનો ઉપયોગ કરીને શીઘ્ર તે ક્રિયા કરે નહીં માટે શસ્ત્રથી હિંસાની ક્રિયા કરવામાં પોતે બળવાન કારણ બને છે. માટે શ્રાવકે શસ્ત્ર સજ્જ રાખવાં જોઈએ નહીં. તેની પુષ્ટિ કરવા અર્થે જ કહે છે – શાસ્ત્રમાં જે ધનુષ્યના જીવો ચ્યવી ગયા છે તે જીવોને પણ પોતાના શરીરથી થતી હિંસાની ક્રિયાના ફળના અધિકારી કહેલ છે. તેથી જેઓએ પોતાના શરીરને વોસિરાવ્યું નથી તેથી તેના શરીરથી થતી હિંસાનું પાપ જો તેને લાગતું હોય તો શસ્ત્રને સજ્જ અવસ્થામાં રાખવાથી તેનાથી થતી હિંસામાં શ્રાવકને અવશ્ય પાપની પ્રાપ્તિ થાય છે તેમ નક્કી થાય છે. વળી, મલ-મૂત્રાદિ શ્રાવક પરઠવે નહીં તો તેમાં પણ તે જીવોની ઉત્પત્તિ થાય તે પ્રકારની વૃથા ક્રિયાના અધિકારીપણાની પ્રાપ્તિ છે. વળી પોતાના કાર્ય માટે અગ્નિ વગેરે સળગાવેલ હોય, દીવો સળગાવેલો હોય અને કાર્ય થયા પછી બુઝવવામાં ન આવે તો પ્રમાદાચરણ રૂપ અનર્થદંડની પ્રાપ્તિ છે; કેમ કે અગ્નિના બુઝાવવાની અપેક્ષાએ તેને સળગાવવામાં ઘણા જીવોની વિરાધના છે તેમ ભગવતી સૂત્રમાં કહેલ છે માટે પોતાના પ્રયોજનથી અગ્નિ આદિ સળગાવ્યા હોય તોપણ અધિક હિંસાના નિવારણ અર્થે શ્રાવકે અગ્નિ આદિને બુઝવવા અર્થે યત્ન કરવો જોઈએ.
વળી, શ્રાવકે પ્રદીપ, ચૂલા આદિની ઉપર કોઈ વસ્તુ ઢાંકેલી ન હોય તો તેમાં જીવો પડવાથી હિંસા થાય તેથી જીવરક્ષા માટે ઉચિત યતના કરવામાં ન આવે તો અનર્થદંડની પ્રાપ્તિ થાય. વળી, ચૂલા આદિ પર ચંદરવો ન બાંધે તો જીવહિંસા થવાની સંભાવવાને કારણે પ્રમાદાચરણ કહેવાય માટે અનર્થદંડની પ્રાપ્તિ થાય. વળી, ત્રસાદિ જીવોને જોયા વગર ઇંધન-ધાન્ય-જલાદિનો ઉપયોગ કરવામાં આવે તો જીવહિંસાની સંભાવનાને કારણે પ્રમાદાચરણ કહેવાય.
વળી, આ ચારે પ્રકારનો અનર્થદંડ અનર્થનો હેતુ છે અને નિરર્થક છે=આ લોકના કોઈ પ્રયોજનવાળો નથી. તે આ પ્રમાણે અપધ્યાનથી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. પરંતુ ચિત્તમાં ઉગ ઉત્પન્ન થાય છે. શરીર ક્ષીણ થાય છે. ચિત્તમાં શૂન્યતા જણાય છે. ઘોર દુષ્કર્મોનો બંધ થાય છે. દુર્ગતિ આદિના અનર્થો પ્રાપ્ત થાય છે. માટે અપધ્યાનથી કેવલ અનર્થ જ છે. કોઈ શુભફળ મળતું નથી. માટે શ્રાવકે તેના પરિવાર માટે જ યત્ન કરવો જોઈએ. વળી, શ્રાવકને તે પ્રકારની જીવનવ્યવસ્થાને કારણે પ્રસંગે અપધ્યાન થવાનો પ્રસંગ