________________
૬૮
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬ પાંચ દ્રવ્યો પંડિતોએ કોઈની પાસેથી ગ્રહણ કરવાં જોઈએ નહીં કે કોઈને આપવાં જોઈએ નહિ. કયાં ૫ દ્રવ્યો છે તે સ્પષ્ટ કરે છે – અગ્નિ, વિષ, શસ્ત્ર, મધ=મદિરા અને પાંચમું માંસ.” III પ્રમાદના અચરિતમાં પણ આયતનાદિ નિમિત્ત વ્યર્થ જ હિંસાદિ દોષ છે. આથી જ કહે છે –
તુલ્ય પણ ઉદરભરણમાં મૂઢ-અમૂઢનું અંતર જુઓ. એકને મૂઢને, નરકનું દુઃખ છે, અન્યને અમૂઢને, શાશ્વત સુખ છે.” [૧] )
અને યતના વગર પ્રવૃત્તિમાં સર્વત્ર અનર્થ દંડ જ છે. આથી સદયાપણાથી સર્વ વ્યાપારોમાં સર્વ શક્તિથી શ્રાવકે યેતનામાં યત્ન કરવો જોઈએ જે કારણથી કહેવાયું છે –
“યતના ધર્મની જનની છે અને યતના ધર્મનું પાલન કરનારી જ છે. યતના તેની=ધર્મની, વૃદ્ધિ કરનારી છે. યતના એકાંતે સુખ લાવનારી છે=મોક્ષસુખને લાવનારી છે.” I૧ાા () નિરર્થક પાપમાં અધિક કર્મબંધ આદિ દોષ પણ છે જે કારણથી કહેવાયું છે –
“થોડો અને બહુભાવ હોવાને કારણે અર્થથી=અર્થદંડથી, તે બાંધતો નથી=પ્રયોજનથી કરાયેલાં કૃત્યોથી તે કર્મ બાંધતો નથી. જે અનર્થથી બાંધે છે. અર્થમાં અર્થદંડમાં, કાલાદિ નિયામક છે. અનર્થમાં અનર્થદંડમાં, કાલાદિ નિયામક નથી.” ().
આથી ચારે પણ પ્રકારનો આ=અનર્થદંડ ત્યાજ્ય છે. ૩૬ .ભાવાર્થ
પૂર્વ ગાથામાં અનર્થદંડ બતાવ્યો તે અનર્થદંડ ચાર પ્રકારનો છે – ૧. અપધ્યાન અપચિંતવન=નિરર્થક ચિંતવન. ૨. પાપકર્મનો ઉપદેશ=આરંભ-સમારંભવાળા કૃત્ય વિષયક બીજાને ઉપદેશ. ૩. હિંસકનું અર્પણ હિંસાનાં કારણો બને એવાં સાધનો બીજાને આપવાં.
૪. પ્રમાદનું આચરણ-સંસારની સર્વ પ્રવૃત્તિઓમાં શક્ય એટલી ઉચિત યતના વગર તે-તે પ્રવૃત્તિ કરવી. ૧. અપધ્યાન :
અપ્રશસ્ત એવો જે સ્થિર અધ્યવસાય તે અપધ્યાન છે. તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના ભેદથી બે પ્રકારનો છે.
આર્તધ્યાનની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – “આર્ત” શબ્દ “ઋ' ધાતુમાંથી બનેલ છે. તેથી ઋત દુઃખ અને તેમાં જે થયેલું હોય તે આર્ત. તે પ્રકારની આર્ત” શબ્દની વ્યુત્પત્તિ છે. અથવા આર્તધ્યાનમાં ‘આતિ' શબ્દ છે. તે પીડા અને યાતન અર્થમાં છે. તેમાં