________________
ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૩૬
* ઉ૭ કેમ કે ત્યાં-ત્યાગ કરાયેલા શ્લેષ્મ આદિમાં મુહૂર્ત પછી સમૂચ્છિક મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેની વિરાધના આદિ મહાદોષનો સંભવ છે. અધિકરણભૂત શસ્ત્રાદિનું અને મલ-મૂત્રાદિનું અધ્યેત્સર્જન પણ પ્રમાદાચરણ છે; કેમ કે તે પ્રકારની=અધિકરણ રૂપ શસ્ત્રાદિનો કે મલ-મૂત્રાદિનો ત્યાગ ન કરાયો હોય તો આરંભ-સમારંભ થાય તે પ્રકારની, વૃથા ક્રિયાના અધિકારીપણાની પ્રાપ્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે કોઈની હિંસા કરવાને અનુકૂળ શસ્ત્રો કરી આપ્યાં નથી. છતાં તે શસ્ત્રોને છૂટાં ન કર્યા હોય તો જીવને મારવાને અનુકૂળ શસ્ત્રાદિની ક્રિયાનું અધિકારીપણું કેમ છે ? તેમાં હેતું કહે છે –
શાસ્ત્રમાં ચ્યવી ગયેલા ધનુષ્ય આદિના જીવોના પણ ક્રિયાના અધિકારીત્વની ઉક્તિ છેeતે ધનુષ્યથી જે હિંસાદિ થાય છે તે ક્રિયાના હિંસાના અધિકારી તે ધનુષ્યના જીવો છે એ પ્રમાણે કથન છે. સ્વકાર્ય કરાવે છતે પણ બળતા ઇંધન અને પ્રદીપ આદિના અવિદ્યાપન પણ તથા છેઃવૃથા ક્રિયાના અધિકારીપણાની પ્રાપ્તિ રૂપ છે; કેમ કે અગ્નિના બુઝવવાની અપેક્ષાથી તેના ઉદ્દીપતમાં=અગ્નિને પ્રગટાવવામાં, બહુ જીવ વિરાધનાનું પ્રતિપાદન છે. જે કારણથી ભગવતીમાં કહ્યું છે –
જે પુરુષ અગ્નિકાયનું નિર્વાપન કરે છે=બુઝાવે છે, તે પુરુષ અલ્પ કર્મબંધ બાંધવા માટે સમર્થ થાય છે.” () અપિહિત પ્રદીપ ચૂલા આદિનું ધારણ ખુલ્લા પ્રદીપ અને ખુલ્લા ચૂલા આદિને રાખવા, ચૂલા આદિ ઉપર ચંદરવા આદિનું અપ્રદાન આદિ પણ તથા છે=પ્રમાદાચરણ છે. અશોધિત ઇંધન, ધાન્ય, જલાદિનો ઉપયોગ કરવો પણ તથા. છે=પ્રમાદાચરણ છે. તેની યતના=શોધિત એવા ઇંધન - ધાવ્યાદિની યતના પ્રથમ વ્રતમાં પૂર્વમાં કહેવાયેલી જ છે અને આ ચાર પ્રકારનો પણ અનર્થદંડ અનર્થનો હેતું અને નિરર્થક જ છે. તે આ પ્રમાણે – અપધ્યાનથી કોઈ પણ ઈષ્ટની સિદ્ધિ થતી નથી. ઊલટું ચિતનો ઉદ્વેગ, શરીરની ક્ષીણતા, શૂન્યતા, ઘોર દુષ્કર્મ બંધ, દુર્ગતિ આદિ અનર્થ જ છે.
અને કહેવાયું છે – “જેનું અનવર્તિત મન બહુ પ્રકારના આર્ત-રૌદ્ર ધ્યાન કરે છે અને તે ચિતિતને પ્રાપ્ત કરતો નથી અને પાપકર્મોનો સંચય કરે છે. III
વાચા અને કાયાથી વિરહિત પણ ચિત્ત માત્રથી કરાયેલાં કર્મોનું તંદુલિયા મત્સ્યની જેમ જીવોને અતિ ઘોર ફળ થાય છે.” ગરા ()
આથી અશક્ય પરિવાર અપધ્યાન ક્ષણમાત્ર થાય તોપણ તરત જ મનોનિગ્રહની યાતનાથી પરિહાર કરવો જોઈએ. જેને મનોનિગ્રહ ભાવના કરનારા કહે છે –
સાધુનો અને શ્રાવકોનો જે કોઈ ધર્મનો વિસ્તાર કહેવાયો છે તે મનનિગ્રહ સાર છે. જે કારણથી ફલસિદ્ધિ ધર્મના સેવનથી ફલની સિદ્ધિ, તેનાથી=મનોનિગ્રહથી કહેવાય છે.” III ()
પાપોપદેશ અને હિંસાનું પ્રદાન=હિંસાનાં સાધનોનું પ્રદાને સ્વજનાદિમાં અવ્યથા નિર્વાહનું અદર્શન હોવાથી દુઃશક્ય પરિહારવાળા છે. અત્યમાં વળી પાપાદિ અનર્થલવાળાં જ છે. લૌકિકો વડે પણ તે કહેવાયું છે –