________________
પ૬
ધર્મસંગ્રહ ભાગ-| દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ પાણીનો અંશ રહેવાને કારણે સચિત્ત જ રહે છે. વળી, કુંથુઆ આદિની વિરાધના ઘણી થાય છે તેથી પાપભીરુ એવા શ્રાવકે અન્ય સચિત્તમાં મર્યાદા કરેલ હોય તોપણ નાગરવેલના પાનનો ત્યાગ કરવો જોઈએ. આમ છતાં કોઈ શ્રાવકને પાનના બીડાની તે પ્રકારની લાલસા હોય અને ત્યાગ ન કરી શકે તોપણ રાત્રે મુખવાસની છૂટ રાખીને જેમ બે આહારનું પચ્ચખાણ કરે છે તેમાં અન્ય મુખવાસ વાપરે છે તેમ નાગરવેલનાં પાન વાપરવાં જોઈએ નહિ; કેમ કે તેમાં ઘણી વિરાધના થવાનો સંભવ છે. આમ છતાં કોઈ શ્રાવકને દિવસે પાન ખાવાથી સંતોષ ન થાય અને રાત્રે પણ મુખવાસ તરીકે પાન ગ્રહણ કરે તેમ હોય તો તે નાગરવેલનાં પાન દિવસના સંશોધન આદિથી યતનાપૂર્વક ગ્રહણ કરે અને રાત્રે પણ દીવા આદિના પ્રકાશમાં આવી છે કે નહીં તેનું સંશોધન કરીને યતનાપૂર્વક જ ગ્રહણ કરે જેથી ભોગોપભોગની મર્યાદાથી નાગરવેલના પાનનો ત્યાગ ન થઈ શકે તોપણ જીવરક્ષાકૃત યતનાથી લાભ થાય. વળી, નાગરવેલનાં પાન કામવૃત્તિનું તીવ્ર કારણ હોવાથી બ્રહ્મચારીએ ત્યાગ જ કરવો જોઈએ.
વળી, સચિત્તના ભક્ષણમાં નાગરવેલના પાનમાં અનેક જીવોની વિરાધના થાય છે, કેમ કે નાગરવેલના પાનમાં કુંથુઆ આદિ એક સચિત્ત જીવ હોય તેને આશ્રયીને અસંખ્યાતા અપર્યાપ્તા જીવો હોય છે. તેના વિષમયાં આ મર્યાદા છે –
ત્રસજીવને આશ્રયીને એક સંમૂર્છાિમ પર્યાપ્તા હોય ત્યાં તેને આશ્રયીને અસંખ્યાતા સંમૂર્છાિમ અપર્યાપ્તા હોય છે. વળી, બાદર એકેન્દ્રિયમાં પણ કોઈ એક બાદ એકેન્દ્રિય પર્યાપ્તો હોય તેને આશ્રયીને બાદર એકેન્દ્રિયમાં અપર્યાપ્તા અસંખ્યાતા હોય છે. વળી, સૂક્ષ્મ એકેન્દ્રિયમાં આ પ્રમાણે મર્યાદા છે. જ્યાં એક અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય છે ત્યાં તેની નિશ્રામાં નિયમથી અસંખ્યાતા એકેન્દ્રિય પર્યાપ્તા છે. વળી, નાગરવેલના પાનમાં જેમ સચિત્તત દોષ છે તેમ એક સૂક્ષ્મ આદિ કંથવો હોય તેની નિશ્રામાં રહેલા અસંખ્ય અપર્યાપ્તા ત્રસજીવોની વિરાધનાનો સંભવ છે. વળી, નાગરવેલના પાનને આશ્રિત પાણીને કારણે નીલ-ફૂગ આદિ થાય તો અનંતા જીવોની વિરાધના પણ થાય. માટે વિવેકી શ્રાવકે નાગરવેલના પાનનો ત્યાગ કરવો જોઈએ. વળી, સર્વ સચિત્તત્યાગમાં અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યો દૃષ્ટાંત છે. તેથી અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોની જેમ શક્તિમાન શ્રાવકે સચિત્તના ત્યાગના નિયમમાં યત્ન કરવો જોઈએ.
વળી, સચિત્તના ત્યાગની જેમ દ્રવ્યાદિ તેર વસ્તુ વિષયક પણ શ્રાવકે જાવજીવ સુધી નિયમ ગ્રહણ કરવો જોઈએ. તેથી તે દ્રવ્યની નામના કઈ રીતે કરવી જોઈએ તેની સ્પષ્ટતા ટીકાકારશ્રી કરે છે. ૨. દ્રવ્ય :
ઘણા ધાન્યમાંથી પરિણામાન્તરરૂપ એક વસ્તુ બનેલી હોય તો તે એક દ્રવ્ય તરીકે ગણાય છે. એક ધાન્યમાંથી જુદી જુદી વસ્તુ બનેલ હોય જેમ ઘઉંમાંથી રોટલી, ખાખરા વગેરે તો તે સર્વ વસ્તુ પૃથક દ્રવ્ય ગણાય છે. તેથી જાવજીવ સુધી પ્રતિદિન કેટલા દ્રવ્યને હું વાપરીશ તેને આશ્રયીને શ્રાવકે નિયમ કરવો જોઈએ, જેથી ભોગપભોગ વ્રતની પ્રાપ્તિ થાય. ધાતુમય શિલા=દાંત ખોતરવાની ધાતુમય સળી તથા કોઈ વસ્તુમાં આવેલા કાંકરા કે કોઈ પ્રસંગે આંગળીનો મુખમાં પ્રક્ષેપ કર્યો હોય તો તે દ્રવ્યમાં ગણાતાં નથી.