________________
પ૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ આનું ઉપલક્ષણપણું હોવાથી=ભક્તનું ઉપલક્ષણપણું હોવાથી, અન્ય પણ શાક, ફલ, ધાન્ય આદિના પ્રમાણના આરંભના તૈયત્યાદિના નિયમો યથાશક્તિ ગ્રહણ કરવા જોઈએ. li૩૪ ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ બાવીશ અભક્ષ્ય શ્રાવકને વર્જનીય છે, તેનું સ્વરૂપ બતાવ્યું. વળી, યોગશાસ્ત્રમાં અન્ય પ્રકારે સોળ અભક્ષ્ય વર્જનીય છે એમ બતાવેલ છે તેમાં પ્રસ્તુત બાવીશ અભક્ષ્યનો પ્રાયઃ સંગ્રહ થાય છે. આ
વળી, સાતમા વ્રતમાં “શ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહ્યા અનુસાર સચિત્ત-અચિત્ત-મિશ્રનો બોધ કરીને ચૌદ નિયમ જે વર્તમાનના વ્યવહારમાં પ્રસિદ્ધ છે તે નિયમોને શ્રાવકે જાવજીવને આશ્રયીને ગ્રહણ કરવા જોઈએ. જેથી ઘણા પ્રકારના આરંભનો નિષેધ થાય છે.
આ નિયમને પાળવા માટે કયાં ધાન્યો સચિત્ત છે ? કયાં ધાન્યો અચિત્ત છે ? અને કયાં ધાન્યો મિશ્ર છે? તેનું સ્વરૂપ ટીકાકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે. તે પ્રમાણે યથાર્થ બોધ કરીને સચિત્તનો ત્યાગ કરવો જોઈએ કે સચિત્તની મર્યાદા કરવી જોઈએ. વળી સચિત્ત વસ્તુમાં મીઠું વગેરે કઈ રીતે અચિત્ત થાય છે ? તેની મર્યાદા બતાવી છે. તે મર્યાદાનુસાર જે અચિત્ત પ્રાપ્ત થતું હોય તેનો ઉપયોગ સચિત્તના ત્યાગવાળા શ્રાવકે કરવો જોઈએ.
વળી, દળેલો લોટ મિશ્ર હોય છે અને ચાળ્યા પછી અંતર્મુહૂર્ત પછી અચિત્ત થાય છે. તેથી લોટનો રંધાયા સિવાય ઉપયોગ કરવાનો હોય તો સચિત્ત-અચિત્તનો નિર્ણય કરીને તે પ્રકારે યતના કરવી જોઈએ. લોટ દળાયા પછી કેટલા સમય પછી તે અભક્ષ્ય થાય છે તેની મર્યાદા શાસ્ત્રમાં દેખાતી નથી. પરંતુ તે દળાયેલા લોટના વર્ણાદિ વિપરીત પરિણામવાળા થાય તો તે લોટ કલ્પ નહીં તે પ્રકારનો વ્યવહાર છે.
વળી, ઉકાળેલું પાણી, ત્રણ ઉકાળો પછી અચિત્ત થાય છે ત્યાં સુધી મિશ્ર છે. વળી, વરસાદનું પાણી પડતું હોય ત્યારે માણસોની અવરજવરથી અચિત્ત ન થાય ત્યાં સુધી મિશ્ર કહેવાય છે. તેથી સચિત્ત આદિ પાણીમાંથી નહીં જવાની મર્યાદા કરનાર શ્રાવકે તેનું જ્ઞાન કરીને તે પ્રમાણે સચિત્તના પરિવાર માટે યતના કરવી જોઈએ. વળી, મનુષ્યની અવરજવર ન હોય તેવી અરણ્યભૂમિમાં જે પ્રથમ વરસાદ પડે છે તે વરસાદ પડવા માત્રથી મિશ્ર થાય છે. અને અંતર્મુહૂર્ત પછી અચિત્ત થાય છે. ત્યારપછી બીજા વરસાદનું પડેલું પાણી સચિત્ત હોય છે. માટે સચિત્ત પાણીમાં નહિ જવાની પ્રતિજ્ઞાવાળા શ્રાવકને પ્રથમ વરસાદ પડ્યા પછી અંતર્મુહૂર્ત પછી જવામાં બાધ નથી અને પ્રથમ વરસાદ સિવાયના વરસાદમાં જ્યાં સુધી પાણી વિદ્યમાન હોય ત્યાં સુધી તે પાણી સચિત્ત હોવાથી તે પાણીમાં જવાનો બાધ છે.
વળી, ચોખાને ધોઈને રાંધવામાં આવે છે તે ચોખાના પ્રથમના ત્રણ ધોવાણનું પાણી મિશ્ર હોય છે અને જ્યારે તે ધોવાણના પાણીનો મલ બેસી જાય છે અને ઉપરનું સ્વચ્છ પાણી દેખાય છે તે પાણી અચિત્ત છે. તે ચોખાનું ધોવાણ ચોથી વખત કે પાંચમી વખત કરવામાં આવે ત્યારે તે ધોવાયેલું પાણી ઘણો સમય