________________
go
- ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૫-૩૬ છે=તિષ્કારણ જીવતા ઉપમર્થનરૂપ દંડ છે. તેનો ત્યાગ તે પ્રકારના જીવના ઉપમઈનો પરિહાર ત્રીજું જ ગુણવ્રત છે. એ પ્રમાણે શ્લોકનો અક્ષરાર્થ છે=શ્લોકના દરેક શબ્દનો અર્થ છે. શ્લોકમાં “તાર્તાયીકં' શબ્દ છે. ત્યાં સ્વાર્થમાં ‘ટીકણું પ્રત્યય છે. તેથી તાર્તાયીક એટલે ત્રીજું એવો અર્થ થાય છે.
વળી, ભાવાર્થ આ છે શ્લોકનો ભાવાર્થ આ છે. જે સ્વ, સ્વીય કે સ્વજન આદિ નિમિત્ત કરાતો ભૂતોપમઈ તે અર્થદંડ છેકસપ્રયોજન છે. અને પ્રયોજન જેના વગર જે આરંભ વગર, ગૃહસ્થપણાનું પ્રતિપાલન કરવા માટે શક્ય નથી, તે=પ્રયોજન માટે કરાતો દંડ તે અર્થદંડ છે. વળી, વિપરીત અનર્થદંડ છે. જેને કહે છે –
“ઇંદ્રિય શયનાદિને આશ્રયીને જે પાપ કરાય છે તે અર્થદંડ છે. એનાથી અન્ય વળી અનર્થ દંડ છે.” (સંબોધ પ્રકરણ- શ્રાદ્ધ – ૯૮) ૧૩પા ભાવાર્થ :
શ્રાવકને શરીર માટે, ધન-ધાન્યાદિની પ્રાપ્તિ માટે કે સ્વજન આદિના પાલન માટે જે આરંભ-સમારંભ કરવો પડે છે તેનાથી જે પાપ બંધાય તે અર્થદંડ કહેવાય. અને શરીર આદિના પ્રયોજનથી રહિત કુતૂહલવૃત્તિથી કે અન્ય પ્રકારની કોઈ વૃત્તિથી આરંભ-સમારંભની કોઈ પ્રવૃત્તિ કરે તે અનર્થદંડરૂપ છે અને શ્રાવકે સર્વવિરતિની શક્તિનો સંચય કરવો છે તેથી તેવા નિપ્રયોજન આરંભ-સમારંભનો અવશ્ય ત્યાગ કરે. તેવો ત્યાગ ત્રીજું ગુણવ્રત છે. IIઉપા અવતરણિકા :
उक्तमनर्थदण्डविरमणव्रतस्वरूपम्, अथानर्थदण्डभेदानाह - અવતરણિતાર્થ :
અનર્થદંડવિરમણ વ્રતનું સ્વરૂપ કહેવાયું. હવે અનર્થદંડના ભેદોને કહે છે. શ્લોક :
सोऽपध्यानं पापकर्मोपदेशो हिंसकार्पणम् ।
प्रमादाचरणं चेति, प्रोक्तोऽर्हद्भिश्चतुर्विधः ।।३६ ।। અન્વયાર્થ:
સકતે અનર્થદંડ, અપળાનં, પાપકર્મોદ્દેશો હિંસકાર્પણમ્ પ્રારા ચેતિ અપધ્યાન, પાપકર્મનો ઉપદેશ, હિંસકનું અર્પણ અને પ્રમાદનું આચરણ એ પ્રમાણે, ચતુર્વિઘ =ચાર પ્રકારનો, ગર્દમિ=ભગવાન વડે, પ્રોm:=કહેવાયો છે. ૩૬