________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ રાખવામાં આવે તોપણ અચિત્ત થતું નથી. તેથી એ પ્રકારે સચિત્ત-અચિત્તનો વિવેક કરીને શ્રાવક તે પાણીનો ઉપયોગ કરી શકે.
વળી, વર્ષાકાળમાં પ્રથમ વરસાદ વખતે નવા ઉપરથી જે પાણી પડે છે તે અચિત્ત હોય છે તેથી સાધુ વસ્ત્ર ધોવા માટે તેનો ઉપયોગ કરે છે. પરંતુ તે નેવા ઉપરથી પડતું પાણી અશુચિવાળું હોય છે તેથી સાધુ ગૃહસ્થના ભાજનમાં ગ્રહણ કરે છે. વરસાદ શરૂ થાય તે પહેલાં જેવા આદિની નીચે તે ભાજન મૂકે છે અને
જ્યાં સુધી વરસાદ પડે છે ત્યાં સુધી તે પાણી મિશ્ર હોય છે. તેથી ચાલુ વરસાદમાં સાધુ તે પાણી ગ્રહણ કરતા નથી પરંતુ વરસાદ બંધ થયા પછી અંતર્મુહૂર્ત પછી તે પાણી અચિત્ત થાય છે. તે પાણીનો ઉપયોગ વસ્ત્ર ધોવામાં સાધુ કરે છે. છતાં તે પાણી ત્રણ પ્રહર પછી ફરી સચિત્ત થાય છે. માટે તે પાણીનો વધારે રાખવાનો પ્રસંગ હોય તો સાધુ તેમાં ક્ષાર નાખે છે. તે ક્ષાર નાંખવાને કારણે તે નેવાનું પાણી સ્વચ્છ પણ થાય છે અને ત્રણ પ્રદરથી અધિક પણ વસ્ત્ર ધોવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રમાણે પાણીમાં સચિત્ત આદિની મર્યાદા છે. ૧. સચિત્ત :
વળી, શ્રાવકે સચિત્ત-અચિત્ત આદિનો વિવેક જાણીને સચિત્ત આદિ વસ્તુનું નામ ગ્રહણપૂર્વક નિયમન કરવું જોઈએ. અર્થાત્ આ-આ નામવાળી સચિત્ત વસ્તુનો હું ઉપયોગ કરીશ અને અન્ય સચિત્ત વસ્તુનો ઉપયોગ કરીશ નહીં એ પ્રમાણે નિયમ કરવો જોઈએ. તે સચિત્ત આદિ ચૌદ વસ્તુ વિષયક નાયગ્રહણપૂર્વક નિયમ કરવો જોઈએ. જે પ્રમાણે આનંદ-કામદેવ આદિએ સચિત્ત આદિ ૧૪ વસ્તુ વિષયક નાયગ્રહણપૂર્વક નિયમ કર્યો હતો. કોઈ શ્રાવકની નામ ગ્રહણપૂર્વક તે-તે વસ્તુના-નિયમ કરવાની શક્તિ ન હોય તો તે શ્રાવકે સામાન્યથી સચિત્ત આદિ ચૌદ વસ્તુ વિષયક નિયમો જાવજીવને આશ્રયીને કરવા જોઈએ જેથી તે પ્રકારના આરંભ-સમારંભથી ચિત્તની નિવૃત્તિ થાય. વળી શ્રાવકની શક્તિ હોય તો સચિત્તનો સર્વથા ત્યાગ કરે અને શક્તિ ન હોય તો નામ ગ્રહણપૂર્વક આ-આ સચિત્ત વસ્તુ વાપરીશ, અન્ય કોઈ સચિત્ત વસ્તુ વાપરીશ નહીં એ પ્રમાણે નિયમ કરવો જોઈએ અને તે પ્રમાણે શક્તિ ન હોય તો જાવજીવ સુધી પ્રતિદિન એક-બે આદિ સચિત્ત વાપરીશ એ પ્રમાણે નિયમ કરવો જોઈએ. ફક્ત પ્રતિદિન એક-બે સચિત્તની મર્યાદા હોવા છતાં વિશેષ વિરતિ પ્રાપ્ત થતી નથી. વળી જે જીવ નામગ્રહણપૂર્વક જાવજીવ સુધી સચિત્તના ત્યાગનો નિયમ કરે છે તેમને જે નામવાળી સચિત્ત વસ્તુ વાપરવાની છૂટ રાખેલ છે તેનાથી અન્ય સર્વ સચિત્ત વસ્તુનો ત્યાગ જાવજીવ સુધી થાય છે. તેથી સચિત્તની સંખ્યાની મર્યાદા કરનાર કરતાં સચિત્તના નામગ્રહણપૂર્વક ત્યાગની મર્યાદા કરનારને અધિક ફળની પ્રાપ્તિ છે. પાનની વિશેષ ત્યાજ્યતા -
વળી, સચિત્ત વસ્તુમાં પણ નાગરવેલનાં પાનને છોડવાં દુષ્કર છે; કેમ કે સ્વાદ અર્થે પાનના બીડા તરીકે તેનો ઉપયોગ થાય છે. પરંતુ જેમ બીજા પદાર્થો અલ્પકાળ પછી અચિત્ત થાય છે. તેમ પાનના બીડામાં